બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Kapil sharma kissed ginni her wife in front of pepprazi

દિવાળી પાર્ટી / પાર્ટીમાં કપિલ શર્મા થયાં રોમેન્ટિક, પત્નીને પેપરાઝી સામે કરી કીસ, જુઓ Video

Vaidehi

Last Updated: 03:44 PM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષ્ણકુમારનાં દિવાળી બેશમાં કોમેડી કિંગ કપિલ શર્મા પોતાની પત્ની ગિન્ની ચતરથ સાથે પહોંચ્યા હતાં. દિવાળીના પર્વ પર કપલએ ટ્વીનિંગ તો કર્યું હતું. પેપરાઝીના સામે કપિલે પત્નીને કિસ કરી અને પછી ગિન્ની શરમાઇ ગયાં. જેનો વીડિયો વાયરલ થયો છે.

  • દિવાળી પાર્ટીમાં કપિલ શર્મા થયાં રોમેન્ટીક
  • પેપરાઝી સામે પત્નીને કરી કિસ
  • વીડિયો થયો વાયરલ

દિવાળી પાર્ટી 2022: સમગ્ર દેશમાં આજે દિવાળીની ધૂમ મચેલી છે. લોકો પરિવાર- મિત્રો સાથે આનંદભેર ઉત્સવ ઊજવી રહ્યાં છે ત્યારે બોલિવૂડ ટાઉનમાં પણ કંઇક નવું જોવા મળી રહ્યું છે. દિવાળી પાર્ટીમાં સેલિબ્રિટિઝનાં વીડિયો વાયરલ થઇ રહ્યાં છે જેમાં એક વીડિયો કપિલ શર્માનો છે જેમાં તે પોતાની પત્નીને પેપરાઝીની સામે કિસ કરી રહ્યાં છે. 

દિવાળી પાર્ટીમાં કપિલ થયો રોમાંટિક
કૃષ્ણકુમારની દિવાળી બેશ પાર્ટીમાં કોમેડી કિંગ કપિલ શર્મા પોતાની પત્નીને લઇને પહોંચ્યાં હતાં. ત્યારે પેપરાઝીની સામે પહેલાં તો કપિલ અને પત્ની ગિન્ની સ્માઇલ દઇને શાનદાર પોઝ આપી રહ્યાં છે. પરંતુ ફોટોઝ ક્લિક કર્યાં બાદ કપિલ પોતાની પત્ની ગિન્નીની તરફ જુએ છે અને ગિન્નીને પ્રેમથી ગાલ પર કિસ કરી લે છે. કપિલનું પબ્લિકલી કેમેરાની સામે કિસ કરવાનું જોઇને ગિન્ની સરપ્રાઇઝડ થઇ જાય છે અને શરમાવા માંડે છે.

પેપરાઝી બોલ્યાં, 'once more'
કપિલનું આ રોમેન્ટિક સ્વરૂપ જોઇને પેપરાઝી ચીયર કરતાં બોલ્યાં, વન્સ મોર.. કપિલ પોતે પણ શરમાઇ ગયાં અને હસતાં -હસતાં પાર્ટીમાં જતાં રહ્યાં. સોશિયલ મીડિયા પર બંનેનો આ વીડિયો ઘણો શેર થઇ રહ્યો છે. 

પત્ની સાથે કપિલે કરી ટ્વિનિંગ
દિવાળી પાર્ટીમાં રોમેન્ટિક કપલે ક્રીમ કલરના આઉચફીટ પહેર્યાં હતાં. ગિન્નીએ ક્રીમ કલરનો સિલ્કનો સૂટ પહેર્યો હતો અને મલ્ટી કલરનો દુપટ્ટો પણ લગાવેલ હતો. તો કપિલે ક્રીમ કલરના કૂર્તા-પાયજામા સેટ પહેર્યો હતો. 

વીડિયો પર ફેન્સની પ્રતિક્રિયા
કપિલ શર્માના આ વાયરલ વીડિયો પર ફેન્સ મજા લઇ રહ્યાં છે. એક યૂઝરે ટ્વીટ કરીને લખ્યું કે, 'શર્માજી શરમાઇ ગયાં '. કેટલાક લોકો કપિલ અને ગિન્નીના આ પ્રેમભર્યાં મુમેન્ટને ક્યૂટ કહી રહ્યાં છે. એક યૂઝરે તો લખ્યું કે, 'પરફેક્ટ કપલ'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ