બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / kanpur violence yogi government strict gangster act action against accused bulldozers run on properties

કાનપુર હિંસા / યોગી સરકારની લાલ આંખ: અરાજક તત્વો પર લાગશે ગેંગસ્ટર એક્ટ, બુલડોઝર ચલાવવાના આપ્યા આદેશ

Pravin

Last Updated: 09:57 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાનપુરમાં હિંસક અથડામણની ઘટના પર UP ADG  લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી રમખાણોમાં સામેલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

  • કાનપુરમાં હિંસક અથડામણ થઈ હતી
  • બે સમુદાય વચ્ચે બોલાચાલી થયા બાદ પથ્થરમારો
  • પોલીસે હળવો લાઠીચાર્જ કરી બળપ્રયોગ કર્યો

કાનપુરમાં હિંસક અથડામણની ઘટના પર UP ADG  લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી રમખાણોમાં સામેલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

UP ADG  લો એન્ડ ઓર્ડરએ કહ્યું કે, કાનપુર નગરના બેકનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નવા રોડ વિસ્તારમાં શુક્રવારની નમાજ પછી કેટલાક લોકોએ ત્યાં દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યો, જેનો બીજી બાજુના લોકોએ વિરોધ કર્યો હતો. આ બાબતે એકબીજા વચ્ચે ઝઘડો થયો હતો, પથ્થરમારાની ઘટના બની હતી. આ માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દળે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી બળનો ઉપયોગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

અત્યાર સુધીમાં 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

ADGએ કહ્યું કે સરકારે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે અને આ માટે વધારાની પોલીસ ફોર્સ મોકલવામાં આવી છે, જેમાં 12 કંપનીઓ અને એક પ્લાટૂન PAC કાનપુર મોકલવામાં આવી છે. કેટલાક અન્ય અધિકારીઓને પણ કાનપુર મોકલવામાં આવી રહ્યા છે. કાનપુરમાં ઉપદ્રવ સર્જનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે, અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મિલકત પર બુલડોઝર દોડશે

એડીજીએ કહ્યું કે અમને પૂરતા પ્રમાણમાં વીડિયો ફૂટેજ મળ્યા છે, જેના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું. બદમાશો તેમજ કાવતરાખોરો સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. આ સિવાય ત્યાંના લોકોને શાંતિ અને વ્યવસ્થા જાળવવા અપીલ કરવામાં આવી છે. વહીવટીતંત્રને સહકાર આપો, બદમાશોને ઓળખવામાં અમારી મદદ કરો.

એડીજીએ કહ્યું કે, કાનપુરના અધિકારીઓને ચોવીસ કલાક પોલીસ પ્રશાસનની ફરજ નિભાવવા અને દરેક કિંમતે શાંતિ અને વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસ કોઈપણ સંજોગોમાં શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા દેશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ