બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / kangana target prabhas adipurush shri ram photo and song ram ka naam badnam na karo

મનોરંજન / 'રામ કા નામ બદનામ ન કરો', શું કંગના રનૌતે ફિલ્મ 'આદિપુરૂષ' પર સાધ્યું નિશાન!

Manisha Jogi

Last Updated: 02:16 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થયા પછી અલગ અલગ રિસ્પોન્સ મળી રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ પર કોઈપણ નામ લીધા વગર નિશાન સાધ્યું છે.

  • ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂનના રોજ સિનેમાઘરમાં રિલીઝ થઈ
  • ફિલ્મ રિલીઝ થયા પછી અલગ અલગ રિસ્પોન્સ મળી રહ્યા છે
  • કંગના રનૌતે નામ લીધા વગર ફિલ્મ પર સાધ્યું નિશાન

પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂનના રોજ સિનેમાઘરમાં રિલીઝ થઈ ચૂકી છે. લોકો ખૂબ જ આતુરતથી આ ફિલ્મ જોઈ રહ્યા હતા. ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થયા પછી અલગ અલગ રિસ્પોન્સ મળી રહ્યા છે. પ્રભાસની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા છે, તો સૈફ અલી ખાનના લુક અને ડાયલોગ્સની મજાક ઉડાડવામાં આવી રહી છે. બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ પર કોઈપણ નામ લીધા વગર નિશાન સાધ્યું છે. 

કંગનાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં ભગવાન રામના ફોટોઝ શેર કર્યા છે, જેમાં માતા સીતા અને હનુમાનને દેખાડવામાં આવ્યા છે. જેની સાથે કંગનાના ગીત ‘રામ કા નામ બદનામ ના કરો’ પણ લગાવ્યું છે. વર્ષ 1971માં રિલીઝ થયેલ મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણા’ નું આ ગીત છે. દેવ આનંદે આ ફિલ્મ બનાવી હતી અને એક્ટિંગ પણ કરી હતી. 

કંગનાએ કોઈ વ્યક્તિનું નામ લીધું નથી, પરંતુ પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ પર નિશાન સાધ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. કંગનાના સ્ટેટ્સ પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા યૂઝર્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. કોઈ જણાવી રહ્યું છે કે, કંગના સાઉથ લોકોથી ડરે છે, તો કોઈ વ્યક્તિ જમાવે છે કે, કંગના આ ફિલ્મની મજાક ઉડાવી રહી છે.

કંગના રનૌતે પહેલી વાર કોઈ ફિલ્મ પર નિશાન સાધ્યું હોય તેવું નથી. કંગનાએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’થી લઈને અન્ય ફિલ્મ પર પણ નિશાન સાધ્યું છે. ઓમ રાઉતના ડાયરેક્શનમાં બનેલ ફિલ્મ ‘આદિપુરુષ’ના VFX અને ડાયલોગની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘આદિપુરુષ’એ મોડર્ન રામાયણના નામ પર મજાક કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસે રાઘવ, કૃતિ સેનને માતા જાનકી, સૈફ અલી ખાને રાવણ અને સની સિંહે લક્ષ્મમણનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ ‘આદિપુરુષ’ પૌરાણિક ડ્રામા પર બેઝ્ડ ફિલ્મ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ