બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranauts disclosure a heavy price to be paid for speaking like a patriot

ખુલાસો / રાજકારણમાં જોડાવા અંગે કંગનાનો ધડાકો, કહ્યું દેશભક્ત હોવાની મોટી કિંમત ચૂકવવી પડી

Premal

Last Updated: 11:43 AM, 13 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ એવોર્ડ વિનર અભિનેત્રી કંગના રનોતે તાજેતરમાં બિગ બજેટવાળી બાયોપિક ફિલ્મ થલાઈવીમાં જયલલિતાની રાજકીય નેતા તરીકેની ભૂમિકા નિભાવી છે. ફિલ્મના સતત વખાણ થઈ રહ્યાં છે.

  • કંગના રનોતે થલાઈવીમાં જયલલિતાની રાજકીય નેતા તરીકેની ભૂમિકા નિભાવી
  • કંગનાએ દેશભક્ત હોવાને કારણે થયેલા નુકસાનનો કર્યો ખુલાસો
  • રાજનીતિમાં જોડાવાની અત્યારે કોઈ યોજના નથી: કંગના રનોત

કંગનાએ દેશભક્ત હોવાને કારણે થયેલા નુકસાનનો ખુલાસો કર્યો

લોકો કંગનાના અદાના જાદુને ફરી એક વખત માની રહ્યાં છે. આ દરમ્યાન કંગનાએ પોતે દેશભક્ત હોવાને કારણે થયેલા નુકસાનનો ખુલાસો કર્યો છે. કંગનાનું કહેવુ છે કે, ભલે તેઓ એક દેશભક્ત છે, પરંતુ રાજનીતિમાં જવાની હાલ કોઈ યોજના નથી. કંગના પોતાના નવા યુ-ટ્યુબ શો હેશટેગ તેરા જવાબ નહીં માટે રેડિયો જોકી રોનકની સાથે વાતચીત કરી રહી હતી. આ વાતચીત દરમ્યાન તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કંગના રાજનીતીમાં પ્રવેશ કરવાની કોઈ મહત્વાકાંક્ષા ધરાવે છે. 

અત્યારે રાજનીતિમાં જોડાવાની કોઈ યોજના નથી

કંગનાએ કહ્યું, અત્યારે કોઈ એવી યોજના નથી. પરંતુ મારો દ્રઢ વિશ્વાસ છે કે ગ્રાસ રૂટ લેવલ પર કામ કર્યા વગર કોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ જીતી શકાતી નથી. સરળતાને સમજો. રાજનીતિમાં પ્રવેશ કરવા માટે લોકોમાં વાસ્તવિક રોકાણ કરવાની જરૂર હોય છે. જો લોકોની ઈચ્છા હોય તો આ અંગે હું વિચારી શકુ છું. જો તમે જોયુ હોય તો જયલલિતાના નિધન થયાના લાંબા સમય બાદ પણ લોકો જયલલિતાને એટલો જ પ્રેમ કરે છે. કારણકે જયલલિતા જનતા સાથે જોડાયેલા હતા અને તેમની મદદ કરી હતી.

દેશભક્ત હોવાની ચૂકવી છે મોટી કિંમત

કંગનાએ એવો ઉલ્લેખ પણ કર્યો છે કે તેમણે દેશભક્તની જેમ બોલવાની ખૂબ મોટી કિંમત ચૂકવી છે. રોનકના પ્રશ્નનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે, મેં ઘણાં કરાર ગુમાવ્યાં છે. કારણકે હું રાષ્ટ્ર-નિર્માણની વાત કરુ છું. આ કરારનું નુકસાન એટલેકે મહેસુલ પર નુકસાન થાય છે. જોકે, મેં મારા દેશને પૈસા કરતા વધારે મહત્વ આપ્યું છે. મારી પાસે જીવન માટે એક સારો દ્રષ્ટિકોણ છે અને તેના બે ચહેરા નથી. આ શો રવિવારે સવારે યુ-ટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ