બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut will enter politics: Know which seat is being eyed for the 2024 elections

મનોરંજન / ગુજરાતનાં દ્વારકામાં કર્યું એલાન, રાજકારણમાં આવશે કંગના રનૌત: જાણો 2024ની ચૂંટણી માટે કઈ બેઠક પર છે નજર

Megha

Last Updated: 12:32 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે કંગનાએ ગુજરાતના દ્વારકામાં પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરવાનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે જો ભગવાન કૃષ્ણ રાજી થશે તો તે આગામી લોકસભા ચૂંટણી લડશે.

  • કંગના રનૌતની ચૂંટણી લડવાની વાત પર ચર્ચાઓનું બજાર ગરમ
  • લોકસભાની આ સીટ પર છે કંગનાની નજર
  • જ્ઞાતિના સમીકરણ મુજબ કંગના લડી શકે છે ચૂંટણી 

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ચૂંટણી લડવાની વાત કરીને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનું બજાર ગરમ કર્યું છે. હવે એ વાત તો જાણીતી જ છે કે તે મૂળ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની છે. શુક્રવારે કંગનાએ ગુજરાતના દ્વારકામાં પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરવાનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે જો ભગવાન કૃષ્ણ રાજી થશે તો તે આગામી લોકસભા ચૂંટણી લડશે.

 kangana ranaut hints to contest loksabha election after visiting dwarkadhish temple tejas film failure tmovh

લોકસભાની આ સીટ પર છે કંગનાની નજર
કંગના રનૌત ઘણા સમયથી કેન્દ્રની ભાજપ સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહી છે. જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપ કંગનાને મંડી સીટ પરથી લોકસભા ચૂંટણીમાં ઉતારી શકે છે. કંગનાના આ નિવેદનને મહારાષ્ટ્ર અને હિમાચલની મંડી લોકસભા સીટ સાથે જોડવામાં આવી રહ્યું છે. 

જ્ઞાતિના સમીકરણ મુજબ કંગના લડી શકે છે ચૂંટણી 
મંડીની વાત કરીએ તો હિમાચલમાં આ એકમાત્ર લોકસભા સીટ છે જે કોંગ્રેસ પાસે છે. જ્ઞાતિના સમીકરણ મુજબ આ બેઠક પર રાજપૂત અને અનુસૂચિત જાતિના મતદારો વધુ છે. કંગના રનૌત પણ રાજપૂત છે. એવામાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે કંગના ત્યાંથી તેના રાજકીય કરીઅરની શરુઆત કરી શકે છે. 

Kangana Ranaut, who surrendered to Dwarkadhish, said 'My heart was very sad for some days, now...'

સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવવો જોઈએ
ઉલ્લેખનીય છે કે કંગના શુક્રવારે અહીં ભગવાન કૃષ્ણના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરવા આવી હતી.દરમિયાન, તેમણે 600 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમાના અભિષેકને શક્ય બનાવવા માટે ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી.અભિનેત્રીએ કહ્યું કે ભાજપ સરકારના પ્રયાસોને કારણે આપણે ભારતીયોને 600 વર્ષના સંઘર્ષ બાદ આ દિવસ જોવા મળ્યો છે.અમે ખૂબ જ ધામધૂમથી મંદિરની સ્થાપના કરીશું. સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવવો જોઈએ. 

દ્વારકા વિશે શું કહ્યું
કંગનાએ દ્વારકાનગરી વિશે કહ્યું કે, દ્વારકા વિશે હમંશા કહ્યું છે કે તે દિવ્ય નગરી છે. અહીં દરેક વસ્તુ અદભૂત છે. કણ કણમાં અહી કૃષ્ણ સમાયેલા છે અહી દ્વારકાધીશના દર્શન થતાં જ ધન્ય થઈ ગઈ છું હંમેશા કોશિશ કરૂ છું કે, દર્શન કરવા આવું પરંતુ કામના કારણે આવી શકતી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ