બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Jupiter Transit Effects On Zodiac Signs

Guru Gochar 2023 / મિથુન-કુંભ સહિત આ 5 રાશિના જાતકોએ એક મહિના સાચવીને રહેવું પડશે: 12 વર્ષ બાદ મેષ રાશિમાં ગુરુનું ગોચર

Bijal Vyas

Last Updated: 04:08 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીન રાશિમાં અસ્ત થયા બાદ ગુરુ આવતા એક મહિના સુધી અસ્ત રહેશે અને મેષ રાશિમાં જવા પર 30 એપ્રિલ રોજ ઉદય થશે

  • ગુરુનો અસ્ત થવા જ્યોતિષીય દ્રષ્ટિએ સારુ માનવામાં આવતુ નથી
  • ગુરુના અસ્ત થવા પર આ રાશિઓના પારિવારિક જીવન, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિમાં બહુ ચડાવ-ઉતાર જોવા મળી શકે છે
  • આ ગોચર આપણા જીવનને અલગ અલગ પદ્ધતિઓથી પ્રભાવિત કરે છે

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યુ છે. ગ્રહ ગોચરનો અર્થ એક રાશિથી બીજી રાશિમાં ગ્રહની ગતિનું થવુ છે. માન્યતા છે કે આ ગોચર આપણા જીવનને અલગ અલગ પદ્ધતિઓથી પ્રભાવિત કરે છે. આ વર્ષે 31 માર્ચે ગુરુ મીન રાશિમાં અસ્ત થશે અને 22 એપ્રિલના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં અસ્ત થયા બાદ ગુરુ આવતા એક મહિના સુધી અસ્ત રહેશે અને મેષ રાશિમાં જવા પર 30 એપ્રિલ રોજ ઉદય થશે.  

ગુરુનો અસ્ત થવા જ્યોતિષીય દ્રષ્ટિએ સારુ માનવામાં આવતુ નથી. ગુરુ અસ્ત થવા પર દરેક પ્રકારના શુભ કાર્યો પર વિરામ લાગી શકે છે અને ઘણી રાશિઓ પર તેનુ ખાસ પ્રભાવ પડી શકે છે. ગુરુના અસ્ત થવા પર આ રાશિઓના પારિવારિક જીવન, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિમાં બહુ ચડાવ-ઉતાર જોવા મળી શકે છે. તો આવો જાણીએ કઇ-કઇ રાશિઓને પરેશાનીઓ અને મુશ્કેલીઓનો સામવો કરવો પડશે. 

મિથુન રાશિ 
ગુરુના મીન રાશિમાં અસ્ત થવાથી મિથુન રાશિના વ્યાપારી વર્ગના જાતકો માટે સમય મુશ્કિલ બની શકે છે. હકીકતમાં આ રાશિના લોકો જે બિઝનેસ કે પાર્ટનરશિપમાં વ્યાપાર કરે છે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તે સાથે તમારા વૈવાહિક જીવનમાં પણ સંતુલન બનાવી રાખવાની જરુર છે. આ દરમિયાન રાશિના લોકોની કોઇ પણ રીતે વાદ-વિવાદથી બચવુ જોઇએ. 

ધન રાશિ 
મીન રાશિમાં ગુરુ અસ્ત થવાને કારણે ધન રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ધન રાશિના લોકોએ પણ તેમની માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેમનુ સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. તેમજ જે લોકો કોઈની સાથે સંબંધમાં છે તેમના માટે સમય થોડો મુશ્કેલ રહેશે.

કન્યા રાશિ 
કન્યા રાશિના જાતકોનું વૈવાહિક સંબંધોમાં ઘણો ચડાવ ઉતારનો સામનો કરવો પડી શકે છે. તેથી સલાહ છે કે આ સમય કોઇ રીતનો વાદ-વિવાદમાં ના પડો. તે સાથે તમારે તમારા જીવનસાથીની સાથે કોઇ પણ વાતને લઇ વિવાદ થઇ શકે છે. આ દરમિયાન તમારા જીવનમાં ઘણી રીતે સમસ્યાઓ પેદા થઇ શકે છે.  

કુંભ રાશિ 
ગુરુનુ મીન રાશિમાં અસ્ત થવાથી કુંભ રાશિના જાતકોને પોતાની વાણી પર ધ્યાન આપવાની જરુર છે. તમારી બોલી થોડી કઠોર થઇ શકે છે. જે કારણે તમે તમારા નજીકના સંબંધિયોની સાથે પોતાના સંબંધ ખરાબ કરી શકે છે. તેવામાં તમને સલાહ છે કે તમારે પોતાના શબ્દોનો ઉપયોગ સમજી વિચારી કરવો જોઇએ. આ દરમિયાન તમે કોઇ પણ જગ્યાએ ઇન્વેસ્ટ ના કરો. આ સમયે ઇન્વેસ્ટ કરવુ તમારા માટે નુકશાનદાયક હોઇ શકે છે. 

મીન રાશિ
ગુરુ પોતાની રાશિ મીનમાં જ અસ્ત થવા જઇ રહ્યો છે. તેવામાં મીન રાશિના જાતકોના સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ થઇ શકે છે. સાથે તમારા કાર્યક્ષેત્રમાં પણ કોઇ રીતે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારી પર કામનો ભાર પણ વધવાનો છે. જે રીતે તમે તમારા પરિવારને ઓછો સમય આપી શકશો. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પર પણ પ્રભાવ પડી શકે છે તેથી તમને સલાહ છે કે પૈસાને સમજી વિચારીને ખર્ચ કરો અને કોઇપણ ઇન્વેસ્ટ કરવાથી બચો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ