બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Junagarh lion came on the road due to heavy Rain Video Viral

વાયરલ / ભારે વરસાદ થતાં જુનાગઢના રસ્તા પર સિંહે મારી લટાર, સાવજને જોતાં લોકો હક્કાબક્કા, જુઓ વાયરલ વીડિયો

Vaidehi

Last Updated: 07:10 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં ભારે વરસાદને લીધે સિંહ રોડ પર આવી ગયો. વીડિયોમાં ગાડીઓની વચ્ચે સિંહ ટહેલતો દેખાય છે.

  • જૂનાગઢમાં ભારે વરસાદને લીધે સ્થિતિ ખરાબ
  • જંગલનો રાજા સિંહ જંગલ છોડીને આવ્યો રોડ પર
  • સિંહનો આ વીડિયો વાયરલ

ગુજરાતનાં જૂનાગઢમાં ભારે વરસાદની વચ્ચે ફ્લાઈઓવર પર અચાનક એક સિંહ આવી ગયો. તેને જંગલની જગ્યાએ રોડ પર જોઈને લોકો ખુબ ભયભીત થયાં હતાં. રોડ પર ટહેલાતા આ સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જુઓ.

જંગલનો રાજા રસ્તા પર 
પૂર્વ ક્રિકેટર સૈયદ સબા કરીમે સિંહનો વીડિયો પોસ્ટ કરતાં લખ્યું કે,'ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે. એટલું જ નહીં જંગલનો રાજા પોતાના રહેવાસથી બહાર નિકળવા મજબૂર બન્યો છે.'

જૂનાગઢમાં જોવા મળ્યું હતું મેઘતાંડવ
અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે જૂનાગઢમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. જૂનાગઢમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી કહેર વરસાવતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢમાં મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. દરિયા અને નદીમાં જે રીતે બોટ તરતી હોય તે રીતે રસ્તાઓ પર મોટરકાર, વાહનો અને પશુઓ તણાયા હતા. ભારે વરસાદના કારણે જૂનાગઢવાસીઓ હચમચી ગયા હતા. શહેરના રસ્તા પર જાણને નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 

ઘરોમાં અને દુકાનોમાં પણ ઘૂસી ગયા હતા પાણી 
તો કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદ વચ્ચે પણ પોલીસ સ્ટાફે સતત સ્ટેન્ડ ટુ રહી ફરજ બજાવી હતી. કેટલાક સ્થળે પાણીમાં ફસાયેલાઓને રેસ્ક્યૂ કરી પોલીસ દ્વારા સમયસર મદદ કરવામાં આવી હતી. ગઇકાલે જૂનાગઢ જિલ્લાભરની પોલીસ સતત દોડતી રહી હતી. તો પાણીમાં તણાયેલા વૃદ્ધને પણ પોલીસે જીવના જોખમે બચાવી લીધા હતા. પોલીસની સમયસરની સરાહનીય કામગીરીની સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઇ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ