બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Junagadh Narsingh Mehta University came to the fore

અન્યાય / જૂનાગઢ: નરસિંહ મહેતા યુનિવર્સિટીનો છબરડો, સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓને સેમેસ્ટર 2નું પેપર પધરાવી દીધું, પછી જોવા જેવી થઈ

Dinesh

Last Updated: 05:05 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અવાર નવાર વિવાદોમાં રહેતી જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી છે. હિન્દી મેથડના સેમેસ્ટર 1ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સેમેસ્ટર 2નું પેપર અપાયું છે.

  • જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીનો છબરડો સામે આવ્યો
  • હિન્દી મેથડના સેમેસ્ટર 1ની પરીક્ષામાં છબરડો
  • સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓને સેમેસ્ટર 2નું પેપર અપાયું


જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીનો વધુ એક છબરડો પ્રકાશમાં આવ્યો છે. હિન્દી મેથડના સેમેસ્ટર 1ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સેમેસ્ટર 2નું પેપર અપાયું છે. જે મુદ્દે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા નિદત બારોટે CMOમા રજૂઆત કરી છે

કોંગ્રેસ નેતા નિદત બારોટે CMOમા કરી રજૂઆત
નરસિંહ મહેતા યુનિવર્સિટી છબરડાને લઈ કોંગ્રેસ નેતા નિદત બારોટે CMOમાં રજૂઆત કરી છે. રજૂઆતને લઈ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. પેપર સેન્ટર સામે માત્ર 5 હજારનો દંડ ફટકારવાની જ કાર્યવાહી કરવામાં આવી છે. સેમેસ્ટર 2નું પેપર આપતા વિદ્યાર્થીઓને 90 માક્સથી પાસ કર્યા છે. મોટી ભૂલ છતાં પેપર સેન્ટર સામે માત્ર દંડની કાર્યવાહી અન્યાયી બાબત છે તેવા આક્ષેપો કરાયા છે.

જુઓ પત્ર

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ આવો કિસ્સો બન્યો હતો
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) વારંવાર વિવાદોમાં આવતી રહે છે.  યુનિવર્સિટી દ્વારા BAના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને એક વર્ષ જૂનું પ્રશ્નપત્ર અપાયું હતું. યુનિવર્સિટીએ તમામ કોલેજને ઓનલાઈન પ્રશ્નપત્ર મોકલ્યા હતા. પ્રશ્નપત્ર એક વર્ષ જૂનું હોવાનું સામે આવ્યા બાદ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને જવાબ આપવાનું ટાળ્યું હતુ.

વીર નર્મદ દ.ગુજરાત યુનિ.નો છબરડો
આ પ્રથમ વખત નથી જ્યારે યુનિવર્સિટી વિવાદમાં આવી હોય આ પહેલા પણ અનેક વખત આ યુનિવર્સિટી વિવાદમાં રહી ચૂકી છે. 2 વર્ષ અગાઉ યુનિવરસિટીના પેપર સેટરે એવી ભૂલ કરી કે પરીક્ષામાં પ્રશ્નપત્ર કાઢવાનું જ ભૂલી ગયા, પેપર સેટરની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય આગળ વધારી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 3.30 કલાકે શરૂ થવાની હતી ત્યારે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર 4.45 કલાકે આપવામાં આવ્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં Sy. B.comમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા યોજાઈ રહી હતી. ત્યારે ઓનલાઇન પ્રશ્નપત્ર કાઢવાનું જ પેપર સેટર ભૂલી ગયા હતા. માર્કેટિંગ-2 વિષયની પરીક્ષાનું ગુજરાતી પ્રશ્નપત્ર મોડું મળતા વિદ્યાર્થીઓ પણ મંઝવણમાં મુકાઈ ગયા હતા. જોકે, પછીથી વિદ્યાર્થીઓને પેપર લેટ આપવામાં આવ્યું હતું.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ