બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Junagadh blast accused Taral Bhatt granted 4 days remand

કાર્યવાહી / જૂનાગઢ તોડકાંડના આરોપી તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર, પેન ડ્રાઈવથી ખૂલશે દુબઇની કુંડળી

Dinesh

Last Updated: 05:34 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, ATSએ 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ

  • જૂનાગઢના તોડકાંડનો મામલામાં મહત્વના સમાચાર
  • આરોપી તરલ ભટ્ટને 7 તારીખ સુધીના રિમાન્ડ મંજુર
  • ATSએ આરોપી તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી


જૂનાગઢના તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને આજે ATSએ કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં ATSએ આરોપી તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી.  જો કે, કોર્ટે આરોપીના 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તરલ ભટ્ટ તપાસમાં સહકાર નહીં આપતા હોવાનો ATSએ ઉલ્લેખ કર્યો હતો. આ કેસમાં તરલ ભટ્ટને કોણે અને ક્યા સ્થળે આશરો આપ્યો તે મુદ્દાઓ પણ રજૂ કરાયા હતાં. 

જૂનાગઢ PIનો મોટો કાંડ, 335 એકાઉન્ટના નકલી દસ્તાવેજો બનાવીને રુપિયા  ઉઘરાવ્યાં, ATSની તપાસ | junagadh bank account scam psi freezes 335 bank  accounts and demands huge money to de

386 બેંક એકાઉન્ટ ફ્રિઝ કરાવી 40-50 % રકમની માગ કરી
દુબઇના ક્રિકેટ સટ્ટોડિયા અને બુકીના કનેક્શનને લઈને રિમાન્ડના મુદ્દા રજૂ કર્યા હતાં. તરલ ભટ્ટે 386 બેંક એકાઉન્ટ ફ્રિઝ કરાવી 40-50 % રકમની માગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,  પહેલાથી જ કાવતરૂ રચી એકાઉન્ટની માહિતી મેળવી તે અંગે તપાસ કરાઈ છે. એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં છુપાવી હોવાથી તપાસ ચાલી કરાઈ છે. જેના મોબાઈલમાં સ્ટોર કરેલા નંબરની તપાસ માટે પૂછપરછ કરાઈ છે. તેમજ FSLમાં ડેટા રિકવરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

તપાસ હાથ ધરાઈ
આરોપીએ મોબાઈલમાં રાખેલા એકાઉન્ટ ફિઝના ડેટા ક્યાં સંગ્રહ કર્યા તે મુદ્દે તપાસ કરાશે તેમજ 386 બેન્ક એકાઉન્ટની માહિતી વોટ્સએપથી તરલ ભટ્ટ મોકલી હતી તે મુદ્દે પણ તપાસ હાથ ધરાઈ છે. આરોપી પાસેથી એક ફોન કબજે કરાયો છે જ્યારે 3 મોબાઈલની તપાસ ચાલુ છે.

વાંચવા જેવું: તારું અર્જુન સાથે લફડું છે એ મને ખબર છે, બદનામ કરી નાંખીશ...: આણંદમાં ત્રણ નરાધમોએ યુવતીને ધમકી આપી આચર્યું દુષ્કર્મ

2008માં PSI તરીકે જોડાયો
PI તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા અને ત્યારબાદ સાયબરના ગુના ઉકેલવામાં તેમને ખૂબ ફાવટ ગઈ હતી, કે ક્રાઈમ બ્રાન્ચમાં સાયબર રોલ ઉભો કરવામાં આવ્યો. પરંતુ જેમ જેમ પ્રમોશન થયા તેમ તેમ તરલ ભટ્ટ જેવા દેખાય છે તેટલા સરળ ન રહ્યાં. પીઆઈ તરલ ભટ્ટનો તોડકાંડનો ઈતિહાસ ખૂબ લાંબો છે. જેના પર ટૂંકમાં નજર કરીએ તો સૌથી પહેલા તરલ ભટ્ટ સામે 2014માં હાઈકોર્ટમાં રિઝવાના શેખ નામની મહિવાએ હેબિયર્સ કોપર્સ કરી હતી. રિઝવાનના પતિ સલીમ શેખને ખોટી રીતે ઉઠાવી 1 લાખની માંગણી કરાઈ હતી. 1 લાખ રૂપિયા ન અપવા પર તાત્કાલીન પીએસઆઈ તરલ ભટ્ટે સલીમને માર માર્યો હતો. હાઈકોર્ટે ઉધડો લેતા તરલ ભટ્ટની અમદાવાદ બહાર બદલીના આદેશ આપ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ