બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / John Abraham cried in front of Amitabh Bachchan

કોન બનેગા કરોડપતિ.. / જ્યારે અમિતાભ બચ્ચન સામે ચોધાર આંસુએ રડી પડ્યો જોન અબ્રાહમ, આ કારણે ભાવના પર ન કરી શક્યો કંટ્રોલ, અનુભવશો ગર્વ

Kishor

Last Updated: 05:50 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'સત્યમેવ જયતે 2'ના પ્રમોશન માટે જ્હોન અબ્રાહમ બિગ બીના શો 'કૌન બનેગા કરોડપતિ'માં ગયા હતા. જ્યાં તે અમિતાભ બચ્ચન સામે રડતો દેખાયો હતો.

  • અભિનેતા જોન અબ્રાહમ વધુ એક વખત ભાવુક થયો હતો
  • દિગ્ગજ અભિનેતા બચ્ચનની સામે ચોંધાર આસુએ રોઈ પડ્યો
  • પ્રાણી સુરક્ષા મામલે લોકોને કરી અપીલ

ફિટનેસ અને શાંત સ્વભાવ માટે જાણીતા અભિનેતા જોન અબ્રાહમ વધુ એક વખત ભાવુક થઈ ગયો હતો. તે દિગ્ગજ અભિનેતા બચ્ચનની સામે ચોંધાર આસુએ રોઈ પડ્યો હતો. ફિલ્મ 'સત્યમેવ જયતે 2'ના પ્રમોશન માટે જ્હોન અબ્રાહમ બિગ બીના શો 'કૌન બનેગા કરોડપતિ'માં ગયા હતા. આ દરમિયાન એક બાજુ જ્હોન ખૂબ મસ્તીમાં દેખાયો હતો. તો બીજી તરફ તે અમિતાભ બચ્ચન સામે રડતો પણ નજરે પડ્યો હતો.

આવા લોકોની આકરા શબ્દોમાં નિંદા કરી

જ્યારે અમિતાભે અબ્રાહમને પ્રાણીઓનો વીડિયો બતાવ્યો હતો. આ દરમિયાન તે પોતાની ભાવનાઓ પર કાબૂ કરી ન શક્યો હતો અને તે રડવા લાગ્યો હતો. આ વેળાએ પ્રાણીઓ પર ક્રૂરતા કરતા અને પ્રાણીઓને મારી નાખતા લોકોની જ્હોને આકરા શબ્દોમાં નિંદા કરી હતી. બીજી તરફ અભિનેતાને રડતી હાલતમાં જોઈ દર્શકો સહિત ખુદ અમિતાભ બચ્ચનની પણ આંખો ભીનિ થઈ ગઈ હતી. બાદમાં બચ્ચને જ્હોનને શાંત પાડ્યો હતો અને લોકોને પ્રાણીઓને પ્રેમ કરવાની અપીલ કરી.

રકમ પ્રાણી માટે દાન કરી
નોંધનિય છે કે જ્હોનના પ્રાણી પ્રેમ વિશે તમામ લોકો વાકેફ છે. દરેક વ્યક્તિ જાણે જ છે કે જ્હોન મોટો પ્રાણીપ્રેમી છે. જે પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. જેનું એક ઉદાહરણ એ પણ છે કે શોમાં જ્હોનને જેટલી રકમ જીતી હતી, આ તમામ રકમ તેણે એનજીઓને પ્રાણીઓની સુરક્ષા માટે દાનમાં કરી દીધી હતી. જ્હોન અબ્રાહમ છેલ્લે બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ'માં જોવા મળ્યો હતો. જેમાં તે વિલનના રોલમાં જોવા મળ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ