બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Jitan Ram Manjhi party HAM declared to JOIN NDA

બિહારના રાજકારણમાં હલચલ / જીતનરામ માંઝીની NDAમાં એન્ટ્રી, અમિત શાહ સાથે મુલાકાત કરતા જ ખેલ પડ્યો

Vaidehi

Last Updated: 06:03 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીતનરામ માંઝી અને તેમના પુત્ર સંતોષકુમાર સુમને બુધવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી આ બાદ તેમણે NDAમાં શામેલ થવાનું એલાન કર્યું.

  • જીતનરામ માંઝી અને તેમના પુત્રએ અમિત શાહ સાથે બેઠક કરી
  • બેઠક બાદ પુત્ર સંતોષકુમાર સુમને કર્યું એલાન
  • કહ્યું અમારી પાર્ટી NDAનો હિસ્સો બનશે

પૂર્વ CM જીતનરામ માંઝીની પાર્ટી HAM એટલે કે હિન્દુસ્તાની આવામ મોર્ચાએ NDA સાથે જોડાવાનું નક્કી કરી લીધું છે. બુધવારે દિલ્હીમાં જીતનરામ માંઝી અને તેમના પુત્ર સંતોષકુમાર સુમને  ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ બિહારનાં પૂર્વ મંત્રી અને જીતન રામ માંઝીનાં પુત્ર સંતોષ સુમને કહ્યું કે અમારી પાર્ટી એનડીએનો હિસ્સો રહેશે.

"સીટોનો ફોર્મ્યૂલા આવનારાં દિવસોમાં નક્કી કરવામાં આવશે."
HAMનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ કુમાર સુમને એલાન કરતાં કહ્યું " સીટોનો ફોર્મ્યૂલા આવનારાં દિવસોમાં નક્કી કરવામાં આવશે." આ મુલાકાત બાદ બિહારનાં પૂર્વ CM જીતનરામ માંઝીએ કહ્યું કે'અમે લોકો ઔપચારિક રીતે NDAમાં જોડાઈ ગયાં છે. અમિત શાહ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. માંઝીએ કહ્યું કે સીટોનાં વિભાજન પર પાછળથી નિર્ણય કરવામાં આવશે.'

જીતન રામ માંઝી પહેલા પણ NDAનો હિસ્સો રહી ચૂક્યાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે મહાગઠબંધનની અલગ થયાં બાદથી જ માનવામાં આવી રહ્યું હતું કે માંઝી ફરીથી NDAનો હિસ્સો બનશે. નીતીશ સરકારમાં શામેલ થયેલ હિન્દુસ્તાની આવામ મોર્ચાનાં એકમાત્ર મંત્રી અને જીતનરામ માંઝીનાં પુત્ર સંતોષ સુમને કેબિનેટથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટી મહાગઠબંધનથી અલગ થઈ ગઈ હતી. જીતન રામ માંઝી પહેલા પણ NDAનો હિસ્સો રહી ચૂક્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ