બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / jio 5g in india launch date sim cards supported know more

તમારા કામનું / JIOના ગ્રાહકો માટે ખુશખબર! 4G સિમ પર જ કરી શકાશે 5Gનો ઉપયોગ, જાણો કંપનીએ શું કરી જાહેરાત

Arohi

Last Updated: 04:19 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jio છેલ્લા ઘણા સમયથી 5G રોલઆઉટ પ્લાન વિશે પ્લાનિંગ કરી રહ્યું છે. અહીં અમે તમને Jioના 5G લૉન્ચની તારીખ એ શહેરોની લિસ્ટ જેને આ સર્વિસ હેઠળ કવર કરવામાં આવશે અને તેની કિંમત કેટલી હોઈ શકે છે એ જણાવી રહ્યા છે.

  • Jio 5G થશે રોલઆઉટ
  • 5જી સિમ પણ મળવાના થશે શરૂ 
  • ઘણા શહેરોમાં આપવામાં આવશે આ સર્વિસ 

5G ઓક્શન પૂરૂ થઈ ગયુ છે. તેના પુરા થવાની સાથે ભારતમાં 5G નેટવર્કની રાહ વધુ તીવ્ર બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 5G સેવાઓ ટૂંક સમયમાં શરૂ થવાની છે. કદાચ 5G સેવા આ વર્ષના અંતમાં શરૂ થઈ શકે છે. જો કે, ઘણી ટેલિકોમ કંપનીઓ છે જે 5G પર કામ કરી રહી છે. પરંતુ આજે આપણે Jio વિશે વાત કરવાના છીએ. 

Jio છેલ્લા ઘણા સમયથી 5G રોલઆઉટ પ્લાન વિશે પ્લાનિંગ કરી રહ્યું છે. અહીં અમે તમને Jioના 5G લૉન્ચની તારીખ, આ સેવા હેઠળ કવર કરવામાં આવનાર શહેરોની યાદી અને તેની કિંમત કેટલી હોઈ શકે છે તે જણાવવા જઈ રહ્યા છીએ. 

Jio 5G રોલ આઉટની તારીખ લોન્ચ 
Jio એ હજુ સુધી તેની 5G સેવાની શરૂઆતની તારીખની ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ તાજેતરમાં, Reliance Jioના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું છે કે કંપની "આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણી સમગ્ર ભારતમાં 5G રોલઆઉટ સાથે કરશે. 

આવી સ્થિતિમાં એવું કહેવું ખોટું નહીં હોય કે Jio 5G 15 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે. કંપની ભારતના કેટલાક મેટ્રો શહેરો સાથે પાયલોટ ટેસ્ટિંગ દ્વારા 5Gની જાહેરાત કરી શકે છે. પાયલોટ ટેસ્ટિંગ બાદ આ સેવા 2 થી 3 તબક્કામાં દેશભરમાં શરૂ કરવામાં આવશે.

ભારતમાં Jio 5Gના સપોર્ટેડ શહેર 
Jio એ તમામ 22 સર્કલ માટે 5G બેન્ડ ખરીદ્યા છે. તેથી એવું કહેવું ખોટું નથી કે કંપની આ તમામ 22 શહેરોમાં તેની 5G સેવા શરૂ કરશે. એક રિપોર્ટ અનુસાર કંપનીની 5G સેવાઓ શરૂઆતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, ચેન્નઈ, લખનૌ, હૈદરાબાદ, અમદાવાદ અને જામનગર સહિત 9 શહેરોમાં શરૂ થશે. 

પૂણે, ચંદીગઢ, ગુરુગ્રામ અને ગાંધીનગર જેવા અન્ય શહેરો ટૂંક સમયમાં આમાં સામેલ થઈ શકે છે. આ સિવાય Jio એ 1000 થી વધુ શહેરોમાં 5G કવરેજ પ્લાનિંગ પૂર્ણ કર્યું છે. આ માટે Jio એ હીટ મેપ, 3D મેપ અને રે ટ્રેસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.

ક્યારે મળશે નવું Jio 5G સિમ? 
જ્યારે પણ 5G સેવા શરૂ થશે ત્યારે 5G સિમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે હજુ સુધી એ જાહેરાત કરવામાં આવી નથી કે તમારે 5G નેટવર્ક માટે 5G સિમની જરૂર પડશે કે નહીં. તેથી હમણાં માટે એવું કહી શકાય કે જો તમારી પાસે Jio 4G સિમ છે, તો તમે કોઈપણ સમસ્યા અથવા સિમ અપગ્રેડ વિના Jio 5G સેવાનો ઉપયોગ કરી શકશો.

ભારતમાં Jio 5G પ્લાન અને કિંમત
ભારતમાં Jioના 5G પ્લાન અને કિંમત શું હશે તે કહેવું બહુ વહેલું છે. જો કે, એવું માનવામાં આવે છે કે Jioનો 5G પ્લાન દર મહિને 400 થી 500 રૂપિયાનો હશે.

સંકળાયેલા મુદ્દાઓ

5G India jio sim card જીયો jio 5g
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ