બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Jinal Verma of Vadodara trapped in Portugal returned to Gujarat

મદદ / પોર્ટુગલમાં ફસાયેલ વડોદરાની જિનલ વર્મા ગુજરાત પરત ફરી, આખરે પિતાની મહેનત રંગ લાવી

Kishor

Last Updated: 03:44 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની જિનલ વર્માને પોર્ટુગલમાં તેનો પતિ ત્રાસ આપતો હતો અને જિનલના પાસપોર્ટ-ડોક્યુમેન્ટ પણ જપ્ત કરી લીધા હતા. જે અંગે રાજ્ય સરકારમાં રજુઆત બાદ ફસાયેલી જિનલને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વતન લાવવા મદદ કરી હતી.

  • પોર્ટુગલમાં ફસાયેલા વડોદરાની જિનલ વર્મા ગુજરાત પરત ફર્યા
  • સરકારની મદદથી જિનલ વર્મા ગુજરાત સહીસલામત પહોચ્યા
  • ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જિનલને વતન લાવવા કરી મદદ

રાજ્ય સરકારના પ્રયાસને પગલે  પોર્ટુગલમાં ફસાયેલા વડોદરાની જિનલ વર્મા હેમખેમ રીતે ગુજરાત પરત ફરી છે. સરકારની મદદથી જિનલ વર્મા ગુજરાત સહીસલામત પહોચતા તેમને વીડિયો સંદેશ મારફતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમના અંગત સચિવ સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે જિનલ વર્મા તેના પતિ સાથે પોર્ટુગલમાં વસવાટ કરતા હતા. આ દરમિયાન પતિ દ્વારા માનસિક-શારીરિક હેરાનગતી કરાતી હતી. એટલું જ નહીં આરોપી પતિએ જિનલના પાસપોર્ટ-ડોક્યુમેન્ટ પણ જપ્ત કરી લીધા હોવાની રાવ ઉઠી હતી અને જિનલ વર્મા પોર્ટુગલમાં રાહુલ વર્માની નજરકેદમાં હતા.

Jinal Verma of Vadodara trapped in Portugal returned to Gujarat


જિનલ વર્મા તેના પતિ સાથે પોર્ટુગલમાં વસવાટ કરતા હતા

પોતે ખૂબ મુશ્કેલીમાં હોવાની જિનલે પોતાના પિતાને જાણ કરી હતી. બાદમાં તેણીના પિતા દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી જિનલને પરત વતન લાવવા ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ માંગ ઉઠાવી હતી. જેને લઈને સરકારે બાબતની ગંભીરતાને ધ્યાને લઈને તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી. 

Jinal Verma of Vadodara trapped in Portugal returned to Gujarat

પતિ દ્વારા માનસિક-શારીરિક હેરાનગતી કરાતી હતી

રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ગૃહ અને એનઆરજીના નેતૃત્વ હેઠળ આ અંગેની અરજી પોર્ટુગલ ખાતે આવેલી ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઘટતી કાર્યવાહી કરવાના હેતુસર મોકલવામાં આવી હતી. ત્યારબાદ પોર્ટુગલ ખાતેની ભારતની એલચી કચેરીએ આ મામલે હકારાત્મક દાખવી તેમણે કાર્યવાહી હાથ ધરી હતી. જેની રજૂઆતના યશપરિણામ સ્વરૂપે  દીકરી ઘરે પરત ફરી છે. આથી પરિવારમાં પણ હર્ષનો દરિયો ઉભરાયો હતો અને લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતાં. જેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ