બ્રેકિંગ ન્યુઝ
VTV / jhansi uttar pradesh love story wife dies before husband last rites
Arohi
Last Updated: 09:00 AM, 9 August 2023
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા પોતાના પતિના મોતનો આઘાત સહન ન કરી શકી અને ફક્ત 2 કલાકની અંદર જ તેનું પણ મૃત્યુ થયું. એક બાદ એક ઘરમાં બે મોત થવાથી પરિવારના લોકો પણ આઘાતમાં છે.
ADVERTISEMENT
જિલ્લાના બધૌરા ગામમાં રહેનાર 50 વર્ષીય પ્રીતમ રવિવારે દરરોજની જેમ ભેંસ લઈને ખેતર પર ગયા હતા. વરસાદના કારણે ખેતરના રસ્તા પર બધૌરા ગામમાં ચેકડેમનું પાણી આવી જાય છે. ત્યાં જ જ્યારે પ્રીતમ ખેતર પર ગયા તો પાણીનું સ્તર ઓછુ હતું. પરંતુ આજુ બાજુના વિસ્તારમાં વરસાદ પડવાના કારણે જળસ્તર અચાનક વધી ગયું. આ વાતથી પ્રીતમ અજાણ હતા.
પાણીમાં ડૂબવાથી મોત
સાંજના સમયે પરત ફરતી વખતે ચેકડેમના પાણીમાં તેઓ ડૂબ્યા હતા. ઘણા સમય બાદ પણ તે ઘરે પાછા ન ફરતા પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી. ત્યારે ચેકડેમના કિનારે પ્રીતમના ચપ્પલ મળ્યા. ત્યાર બાદ પરિવારે પોલીસને જાણ કરી. ઘટના પર પહોંચીને પોલીસે સ્થાનીક તરવૈયાઓની મદદથી તપાસ શરૂ કરી અને પ્રીતમનો મૃતદેહ મળી આવ્યો.
ADVERTISEMENT
પતિના અંતિમ સંસ્કાર પહેલા પત્નીનું પણ નિધન
આ બાજુ ઘરે પ્રીતમના 47 વર્ષીય બીમાર પત્ની ગીતાને તેની જાણ થતા તે આઘાતમાં સરી પડ્યા. પોસ્ટમોર્ટમ બાદ પતિના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી કે ત્યારે જ પત્ની ગીતએ પણ પતિના વિયોગમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.