બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / JETCO Recruitment Controversy: Candidates give 48 hours ultimatum, ready to give poll test but will not give written exam, if not accepted then agitation in Gandhinagar..

અલ્ટીમેટમ / જેટકો ભરતી વિવાદ: ઉમેદવારોએ 48 કલાકનું અલ્ટિમેટમ આપતા કહ્યું, પોલ ટેસ્ટ આપવા તૈયાર પણ લેખિત પરીક્ષા નહીં આપીએ, જો નહીં માનો તો ગાંધીનગરમાં આંદોલન..

Vishal Khamar

Last Updated: 04:36 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં જેટકોનાં ઉમેદવારોનું આંદોલન હાલ પુરતું સમેટાયું છે. જેટકોનાં એમડીને મળ્યા બાદ વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. પરંતું 48 કલાકમાં સત્તવાર વેબસાઈટ પર જાહેરાત કરવા અલ્ટીમેટમ આપ્યું હતું.

  • વડોદરામાં જેટકોનાં ઉમેદવારનું આંદોલન હાલ પૂરતું સમેટાયું
  • વિદ્યાર્થીઓ જેટકોનાં એમડીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી
  • 48 કલાકમાં સત્તાવાર વેબસાઈટ પર જાહેરાત કરવા અલ્ટીમેટમ આપ્યું 

જેટકો દ્વારા તાજેતરમાં 1224 જેટલી ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કર્યા બાદ ઝોન કક્ષાએ પરીક્ષા લેવાયા બાદ પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું તપાસમાં સામે આવતા ભરતી જ રદ્દ કરી હોવાની જેટકો દ્વારા જાહેરાત કરાયા બાદ વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ અને ઉમેદવારો દ્વારા વડોદરા જેટકો ઓફીસ બહાર વિરોધ પ્રદર્શન કર્યો હતો. વડોદરામાં જેટકોમાં ઉમેદવારોનું આંદોલન હાલ પુરતું સમેટાયું છે. 

ઉમેદવારોની માંગ નહી સંતોષાય તો 26 ડિસેમ્બરે ફરી ઉમેદવારો ભેગા થશે
વિદ્યાર્થી નેતા જેટલોનાં એમડીને મળ્યા બાદ વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.  તેમજ પોલ ટેસ્ટ આપવા ઉમેદવારો તૈયાર જ્યારે લેખિત પરીક્ષા નહી આપે. ઉમેદવારો દ્વારા એવી માંગ કરાઈ છે કે માત્ર પોલ ટેસ્ટ લેવાશે તેવી જાહેરાત નહી કરાય તો ઉમેદવારો ફરી આંદોલન કરશે. ઉમેદવારોની માંગ નહી સંતોષાય તો 26 ડિસેમ્બરે ફરી ઉમેદવારો ભેગા થશે. અમારી લીગલ ટીમ પણ તૈયાર છે. ઉમેદવારો દ્વારા વકીલની ફી માટે રૂપિયા ઉઘરાવ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા એવી માંગ કરી છે કે 48 કલાકમાં વેબસાઈટ પર સત્તાવાર જાહેર કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અને જો અમારી માંગ પૂરી નહી થાય તો હવે ગાંધીનગરમાં વધુ ઉગ્ર આંદોલન કરીશું. તેમજ અમારા 7 ઉમેદવારો આજે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જશે. 

વિદ્યાર્થીઓના સપના રોળાયાં 
GETCO દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી રદ્દ કર્યા બાદ હવે અનેક વિદ્યાર્થીઓની કહાની સામે આવી રહી છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓના પોતાના સપના હતા તો ઘણાના તો સગાઈના ગોળધાણા પણ ખવાઈ ગયા હતા. અનેક ઉમેદવારો સામાજીક પ્રસંગોમાં હાજરી આપીને કહેવા લાગ્યા હતા કે, ટૂંક સમયમાં અમારી સરકારી નોકરી લાગી જશે. મહત્વનું છે કે, ઉર્જા વિભાગના MD દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની તમામ પ્રક્રિયા બાદ 5 દિવસમાં નિમણૂક પત્રો આપવાની વાત કરવામાં આવી હતી.  

આ કારણે ભરતી કરાઇ રદ્દ ? 
તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓએ 6 માર્ચ 2023થી 13 માર્ચ 2023 તથા લેખિત પરીક્ષા 9 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાઈ હતી. કેટલાક ઉમેદવારે વડોદરા ખાતેની GETCO કચેરીને રજૂઆત કરી હતી કે, રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ GETCO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરવામાં આવેલ નથી. જે પરત્વે તપાસ કમિટી દ્વારા તપાસ કરતાં ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી હતી. 

GETCO દ્વારા યોજાયેલી તપાસ સમિતિના રિપોર્ટમાં વિગતો સામે આવ્યા બાદ રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ હેઠળના ઉમેદવારોને અન્યાય ના થાય કે અસંતોષની લાગણી ના ઉદભવે તેમજ સક્ષમ અધિકારીની સુચનાને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા રદબાતલ જાહેર કરવામાં આવી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ