મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે આરોપી જયસુખ પટેલ સહિત 7 આરોપીઓ હજુ જેલમાં છે. આ કેસમાં પોલીસે 10 લોકોની ધરપકડ કરી હતી. કોર્ટે આજે 3 આરોપીઓનાં જામીન મંજૂર કર્યા હતા.
મોરબી ઝુલતા પુલ કેસમાં ત્રણ આરોપીઓનાં જામીન મંજૂર
આરોપી જયસુખ પટેલ સહિત સાત આરોપી જેલમાં
જયસુખ પટેલ જામીન માટે કરી રહ્યા છે ધમપછાડા
મોરબી ઝુલતા પુલ મામલે પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 3 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. ત્યારે કોર્ટે દસમાંથી ત્રણ આરોપીઓ મહાદેવ લાખાભાઈ સોલંકી, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ તેમજ મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણનાં જામીન મંજૂર કર્યા હતા. જ્યારે આરોપી જયસુખ પટેલ સહિતનાં 7 આરોપીઓ હજુ જેલમાં જ રહેશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 4, 2023
જયસુખ પટેલ જામીન માટે કરી રહ્યા છે ધમપછાડા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ જેલની હવા ખાઈ રહ્યો છે. ઓરેવા કંપનીનો માલિક જયસુખ જેલની કોઠી નંબર-9માં બંધ છે. જયસુખ પટેલને ઘરના ગાદલા અને ટિફિનની મંજૂરી આપવામાં આવી છે. જયસુખ પટેલની સાથે 2 મેનેજર અને ક્લાર્ક પણ જેલમાં બંધ છે. જેલમાં બંધ જયસુખ પટેલ જામીન માટે સતત અરજીઓ કરી રહ્યો છે. ન્યૂરો સર્જનને બતાવવાની સિવિલના તબીબીની સલાહ
થોડા દિવસ અગાઉ જયસુખ પટેલની તબીયત બગડી હતી. તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. જયસુખ પટેલની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલના તબીબે જયસુખ પટેલને ન્યૂરો સર્જનને બતાવવા માટેની સલાહ આપી છે.