બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Jawan Movie Budget becomes the most expensive film of Shahrukh Khan's career, the budget is more than 'Pathan'

મનોરંજન / 'જવાન' બની શાહરૂખ ખાનના કરિયરની સૌથી મોંઘી ફિલ્મ, 'પઠાણ' કરતા પણ વધુ છે બજેટ

Megha

Last Updated: 10:04 AM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jawan Movie Budget: ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે. ફિલ્મ ના બજેટને લઈને એક અપડેટ સામે આવ્યું છે, જવાન સાથે શાહરૂખે પોતાના કરિયરની સૌથી મોંઘી ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે.

  • ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે
  • ફિલ્મના બજેટને લઈને એક અપડેટ સામે આવ્યું 
  • શાહરૂખે પોતાના કરિયરની સૌથી મોંઘી ફિલ્મનો રેકોર્ડ તોડ્યો

Jawan Becomes Shah Rukh Khan's Most Expensive Film: બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થશે અને થોડા સમય પહેલા ફિલ્મનો પ્રીવ્યૂ સામે આવ્યો હતો જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યું હતું. પ્રિવ્યૂમાં કિંગ ખાનના લુક અને સ્ટાઇલે બધાને દિવાના બનાવી દીધા હતા. આ દરમિયાન વિજય સેતુપતિનો લુક પણ સામે આવ્યો હતો. ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત વિજય, નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા પાદુકોણ એક નાનકડી ભૂમિકામાં જોવા મળશે. 

ફિલ્મ 'જવાન'ના બજેટને લઈને એક અપડેટ સામે આવ્યું 
વર્ષ 2023ની શરૂઆત શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણથી થઈ હતી જેને બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી હતી. શાહરૂખ, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર પઠાણે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા. એવામાં પઠાણ પછી શાહરૂખ ખાનની ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના છે અને આ દરમિયાન ફિલ્મના બજેટને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

ફિલ્મ 'જવાન'નું બજેટ 300 કરોડ છે
જવાન શાહરૂખ ખાનના કરિયરની સૌથી મોંઘી ફિલ્મ કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જવાનનું બજેટ 300 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ પઠાણનું બજેટ લગભગ 250 કરોડ રૂપિયા હતું. એટલે કે જવાન સાથે શાહરૂખે પોતાના કરિયરની સૌથી મોંઘી ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે. એટલી નિર્દેશિત ફિલ્મ જવાન પાસેથી દરેક લોકોને ઘણી આશાઓ છે.

ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે
જણાવી દઈએ કે જવાન 'જિંદા બંદા'ના પહેલા ગીતને શૂટ કરવા માટે 15 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.ગીતમાં શાહરૂખ ખાન સાથે એક હજાર મહિલા ડાન્સર્સ જોવા મળી હતી.આ ગીતનું શૂટિંગ ચેન્નાઈમાં થયું હતું. પોસ્ટરથી લઈને જવાનના પ્રીવ્યૂ સુધી દર્શકોએ ઘણો પ્રેમ વરસાવ્યો છે અને દરેક આ ફિલ્મ માટે ઉત્સાહિત છે. જવાન 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે અને લોકો કહી રહ્યા છે કે આ ફિલ્મ પઠાણનો રેકોર્ડ પણ તોડી નાખશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ