બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Jawan Makers announced buy one get one ticket offer for thursday friday saturday

આઈડિયા / Jawan: કમાણી પર બ્રેક વાગતા શાહરુખ ખાનનું મોટું એલાન, ફિલ્મ જવાનની ટિકિટ એક સાથે એક કરી ફ્રી, ફરી ઉપડ્શે?

Vaidehi

Last Updated: 05:23 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની 'જવાન' દેશ-વિદેશમાં ખુબ કમાણી કરી રહી છે ત્યારે હવે મેકર્સે દર્શકોને મોટી ભેટ આપવા માટે આ ફિલ્મની ટિકીટ પર જોરદાર ઓફરની ઘોષણા કરી છે.

 

  • શાહરૂખ ખાનની ફિલ્મ જવાને 1000 કરોડની કમાણી કરી
  • આજે મેકર્સ ભારતીય દર્શકો માટે લઈ આવ્યાં ધમાકેદાર ઓફર
  • એક ટિકિટ ખરીદવા પર બીજી ટિકિટ ફ્રી મળશે

શાહરૂખ ખાનની ફિલ્મ Jawanએ દેશ-વિદેશમાં ધૂમ મચાવી દીધી છે. ફિલ્મે દેશમાં 550 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે અને ટૂંક સમયમાં 600 કરોડનો આંકડો પાર કરી શકે છે. તો દુનિયાભરમાં આ ફિલ્મે 1000 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જવાન શાહરૂખ ખાનનાં કરિયરની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે. પરંતુ હાલમાં આ ફિલ્મની કમાણી ઘટી રહી છે. તેવામાં મેકર્સ એક જોરદાર ઓફર લઈને આવ્યાં છે.

ટિકિટ પર આપશે મોટી ઓફર
મેકર્સે જવાનની ઘટતી કમાણીને જોતાં ટિકિટ પર મોટી ઓફર એનાઉંસ કરી દીધી છે. રેડ ચિલિઝ એન્ટરટેઈનમેન્ટની ઈંસ્ટા પોસ્ટ પર લખ્યું કે," ડબલ ધમાકા, સિંગલ ભાવ. જેમ આઝાદની સાથે વિક્રમ રાઠોડ તેવી જ રીતે તમારી સાથે કોઈ બીજું... એક ટિકિટ ખરીદવા પર બીજી ટિકિટ ફ્રીમાં મળશે. 1+1 ઓફર આવતીકાલથી શરૂ થઈ રહી છે. તમારા પ્રિયજનો સાથે જવાનને એન્જોય કરો તમારા નજીકી સિનેમાઘરોમાં- હિંદી, તમિલ અને તેલુગુમાં."

કિંગ ખાને પણ કરી ઘોષણા
શાહરૂખ ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ઓફરની ઘોષણા કરતાં લખ્યું કે ભાઈને, બહેનને, દુશ્મનને, મિત્રને અને હા તમારા પ્રેમને કાલે જવાન દેખાડજો. કાકા-કાકી, ફઈ-ફુઆ, મા-મામી એટલે કે આખા પરિવારને એક ટિકિટ પર એક ટિકિટ ફ્રીમાં. તો કાલથી પરિવાર-યાર અને પ્યાર.. બસ એક ટિકિટ ખરીદો અને બીજી મફતમાં મેળવો.'

કમાણી ઘટતાં લીધો નિર્ણય
સિનેમાઘરોમાં આજે ધ વેક્સિન વોર અને ફુકરે 2 રિલીઝ થઈ છે. તેવામાં જવાનની કમાણી પર અસર પડી શકે છે. શક્ય છે કે આ પરિસ્થિતિને જોતાં મેકર્સે જવાનની ટિકિટ પર ઓફર આપી હોય.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ