બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / javed akhtar reaction on boycott pathaan trolling besharam rang controversy
Last Updated: 12:54 PM, 10 January 2023
ADVERTISEMENT
શાહરૂખ ખાનની મચઅવેટેડ ફિલ્મ પઠાનને લઈને જબરદસ્ત હાઈપ બનેલું છે. ફિલ્મના ગિત બેશર્મ રંગ પર ખૂબ વિવાદ થયો છે. ફિલ્મને બોયકોટ કરવાની માંગ ઉઠી છે. દીપિકા પાદુકોણની 'ભગવા બિકિની'ના કારણે ઉભા થયેલા વિવાદ બાદ સેન્સર બોર્ડે વચ્ચે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. હવે પઠાન વિવાદ પર ફેમસ ગીતકાર જાવેદ અખ્તરે રિએક્ટ કર્યું છે.
ADVERTISEMENT
પઠાન પર શું બોલ્યા જાવેદ અખ્તર?
જાવેદ અખ્તરે પઠાન કોન્ટ્રોવર્સી પર વાત કરતા કટાક્ષ કર્યો છે. કહ્યું છે કે દરેક ધર્મનું પોતાનું અલગ સેન્સર બોર્ડ હોવું જોઈએ. બેશરમ રંગ ગીત રિલીઝ થયા બાદ મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ તેની રિલીઝ પર રાજ્યમાં રોક લગાવવાની માંગ કરી હતી. દીપિકાની ઓરેન્જ બિકિની અને તેના પહેરવેશ પર ફેરફારની ડિમાંડ મુકવામાં આવી હતી.
તેના પર રિએક્ટ કરતા જાવેદ અખ્તરે કહ્યું- જો તે વિચારે છે કે મધ્ય પ્રદેશ માટે અલગ સેન્સર બોર્ડ હોવું જોઈએ, તો તેમણે અલગ જઈને ફિલ્મ જોવી જોઈએ. જો તે કેન્દ્રના ફિલ્મ સર્ટિફિકેશનથી નાખુશ છે તો અમે તેમની વચ્ચે નથી આવવા માંગતા. તે તેમના અને સરકારની વચ્ચેની વાત છે.
સેન્સર બોર્ડ પર શું બોલ્યા જાવેદ?
જ્યારે જાવેદ અખ્તર પાસેથી હાલમાં જ બનેલ 'ધર્મ સેન્સર બોર્ડ' વિશે પૂછવામાં આવ્યું તે તેમણે કહ્યું- મધ્ય પ્રદેશમાં એક જ સેન્સર બોર્ડ છે. પછી કેન્દ્રનું અલગથી એક સેન્સર બોર્ડ છે. તેમાં શું સમસ્યા છે? આપણી પાસે 4-5 મુખ્ય ધર્મ છે અને તેમના પોતાના સેન્સર બોર્ડ હોવા જોઈએ. કદાચ ત્યારે જ મોલવી ફિલ્મો જોવાનું શરૂ કરશે. તેને કરો, મહત્વનું છે કે હાલમાં જ જગત ગુરૂ શંકરાચાર્યએ ધર્મ સેન્સર બોર્ડની જાહેરાત કરી છે.
બેશર્મ રંગ વિવાદ પર શું કહ્યું?
પઠાનના બેશર્મ રંગ કોન્ટ્રોવર્સી પર બોલતા જાવેદ અખ્તરે કહ્યું- આપણે અને તમે નિર્ણય કરનાર કોણ છીએ કે ગીત યોગ્ય છે કે નહીં. તેના માટે આપણી પાસે એક એજન્સી છે. લોકોને સેન્સર બોર્ડનો વિશ્વાસ કરવો જોઈએ. તે ફેરફારો પર પણ વિશ્વાસ કરવો જોઈએ જે સેન્સર બોર્ડે આપ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / 'ઉત્તરાખંડમાં તો મારા નામનું મંદિર છે', ઉર્વશી રૌતેલાના વિવાદિત નિવેદન પર પૂજારીઓ લાલઘૂમ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.