બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Javed Akhtar raised slogans of Jai Shri Ram from the stage, said though I am an atheist but Ram and Sita

મનોરંજન / જાવેદ અખ્તરે મંચ પરથી લગાવ્યા જય શ્રી રામના નારા, કહ્યું ભલે હું નાસ્તિક છું પણ રામ અને સીતા...

Megha

Last Updated: 03:05 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકીય મુદ્દાઓ પર વારંવાર ખુલીને બોલતા જાવેદ અખ્તરે કહ્યું- 'જો આજે દેશમાં લોકશાહી પ્રવર્તે છે તો તેની પાછળનું કારણ હિન્દુ સંસ્કૃતિ છે,હિંદુઓની વિચારસરણી વિશાળ છે'

  • જાવેદ અખ્તરે રામ-સીતા અને રામાયણની ખૂબ પ્રશંસા કરી હતી
  • કહ્યું હિંદુ સંસ્કૃતિને કારણે જ દેશભરમાં લોકશાહી જળવાઈ રહી છે 
  • મને એ વાતનો ગર્વ છે કે મારો જન્મ રામ અને સીતાની ભૂમિ પર થયો 

ફેમસ ગીતકાર જાવેદ અખ્તરે દિવાળી પર આયોજિત એક કાર્યક્રમને સંબોધતા હિન્દુ ધર્મ, રામ-સીતા અને રામાયણની ખૂબ પ્રશંસા કરી હતી. જાવેદ અખ્તરે પોતાના સંબોધનમાં કહ્યું કે જો ભારતમાં લોકશાહી પ્રવર્તે છે તો તેની પાછળનું કારણ હિન્દુ સંસ્કૃતિ છે. આપણે સાચા છીએ અને બીજા ખોટા છે તે વિચારવું એ હિંદુ સંસ્કૃતિનો ભાગ નથી. 

પાકિસ્તાન પર ફરી ભડક્યા જાવેદ અખ્તર: ઉર્દુને ગણાવી હિંદુસ્તાનની ભાષા, ધર્મ  અને ભાષાને લઈને કહી આ વાત | Javed Akhtar got angry again on Pakistan told  Urdu is indian language

હિંદુ સંસ્કૃતિને કારણે જ દેશભરમાં લોકશાહી જળવાઈ રહી
જો કે આ દરમિયાન જાવેદ અખ્તરે એમ પણ કહ્યું કે હવે અસહિષ્ણુતા વધી રહી છે, પરંતુ હિંદુ સંસ્કૃતિ સહિષ્ણુ હોવાથી દેશભરમાં લોકશાહી પણ જળવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે જાવેદ અખ્તર મહારાષ્ટ્ર નવનિર્માણના વડા રાજ ઠાકરે દ્વારા આયોજિત દીપોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અહીં આવ્યા હતા.

જાવેદ અખ્તરે કહ્યું- 'હિંદુઓની વિચારસરણી વિશાળ છે'
રાજકીય મુદ્દાઓ પર વારંવાર ખુલીને બોલતા જાવેદ અખ્તરે કહ્યું- 'આજે અસહિષ્ણુતા વધી રહી છે. અગાઉ કેટલાક લોકો અસહિષ્ણુ હતા. હિન્દુઓ એવા ન હતા. હિન્દુઓની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમની વિચારસરણી વિશાળ છે. જો આ વિશેષતા ખોવાઈ જશે તો તે લોકો પણ બીજા જેવા થઈ જશે. એવું ન થવું જોઈએ. અમે તમારી પાસેથી જ જીવતા શીખ્યા છીએ. પણ હવે હિંદુઓ એ મૂલ્યોનો ત્યાગ કરશે? તેઓએ આવું ન કરવું જોઈએ. જાવેદ અખ્તરે વધુમાં કહ્યું કે, 'જો આજે દેશમાં લોકશાહી પ્રવર્તે છે તો તેની પાછળનું કારણ હિન્દુ સંસ્કૃતિ છે, તેઓએ જ મદદ કરી છે.'

મને લાગ્યું કે જાણે મે World War 3 જીતી લીધું...: પાકિસ્તાન પરના નિવેદન પર  જાવેદ અખ્તરે આપ્યું આવું રિએક્શન | I felt like I had won World War 3...: Javed  Akhtar's reaction

રામાયણ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે
આ દરમિયાન ગીતકાર જાવેદ અખ્તરે પણ હિન્દુ ભગવાન શ્રી રામ અને સીતા વિશે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ભગવાન રામ અને સીતા માત્ર હિંદુ દેવી-દેવતાઓ જ નથી પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહર પણ કહી શકાય. તેમણે કહ્યું કે રામાયણ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે અને રામ અને સીતાની પવિત્ર ભૂમિ પર જન્મ લેવા બદલ મને ગર્વ છે.

જાવેદ અખ્તરે 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા
જાવેદ અખ્તરે કહ્યું, 'રામ અને સીતા માત્ર હિન્દુ દેવી-દેવતાઓ નથી. આ ભારતનો સાંસ્કૃતિક વારસો છે. હું નાસ્તિક હોવા છતાં રામ અને સીતાને આ દેશની સંપત્તિ માનું છું, એટલે જ અહીં આવ્યો છું. રામાયણ આપણો સાંસ્કૃતિક વારસો છે. આ તમારી રુચિનો વિષય છે. મને એ વાતનો ગર્વ છે કે મારો જન્મ રામ અને સીતાની ભૂમિ પર થયો, જ્યારે આપણે મર્યાદા પુરુષોત્તમની વાત કરીએ છીએ ત્યારે માત્ર રામ અને સીતાનો જ ખ્યાલ આવે છે. તો આજથી જય સિયારામ. જાવેદ અખ્તરે લોકોને 'જય શ્રી રામ'ના નારા લગાવવા પણ કહ્યું. જે બાદ અહીં હાજર દરેકે જાવેદ અખ્તરની સાથે 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ