બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Jasprit Bumrah fully fit, can go on Ireland tour; BCCI secretary confirmed

ગુડ ન્યૂઝ / ભારતના ક્રિકેટ ફેન્સની આતુરતાનો અંત: આ સુપરસ્ટાર ખેલાડી હવે ફિટ, જલ્દી જ થઈ શકે છે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

Megha

Last Updated: 11:31 AM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI સચિવ જય શાહે જણાવ્યું હતું કે સંપૂર્ણ રીતે ફિટ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ આયર્લેન્ડમાં રમાનારી ત્રણ મેચો દરમિયાન રમી શકે છે. બુમરાહ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં છે.

  • ત્રણ મેચની ટી-20 સીરિઝ માટે આયર્લેન્ડ જઈ રહી છે ટીમ ઈન્ડિયા
  • ભારતની B ટીમ આ પ્રવાસ પર જશે
  • BCCI સચિવ જય શાહે કહ્યું ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ 

ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં ત્રણ મેચની ટી-20 સીરિઝ માટે આયર્લેન્ડ જઈ રહી છે. જોકે ભારતની B ટીમ આ પ્રવાસ પર જશે પરંતુ કેટલાક ખેલાડીઓને આ પ્રવાસમાંથી ફોર્મમાં પરત ફરવાની સારી તક મળશે. ખાસ કરીને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહે ટીમ ઈન્ડિયાના આ પ્રવાસ પહેલા ઘણા મોટા ખુલાસા કર્યા છે.

ભારત આયર્લેન્ડમાં યોજાનારી T20 આંતરરાષ્ટ્રીય સીરિઝને લઈને BCCI સચિવ જય શાહે જણાવ્યું હતું કે સંપૂર્ણ રીતે ફિટ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ આયર્લેન્ડમાં રમાનારી ત્રણ મેચો દરમિયાન રમી શકે છે. બુમરાહ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં તેની પીઠના નીચેના ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર માટે સર્જરી કરાવ્યા બાદ રિકવર થઈ રહ્યો છે અને તેની ફિટનેસ પર અંતિમ નિર્ણય લેવામાં આવે તે પહેલાં તે કેટલીક પ્રેક્ટિસ મેચો રમે તેવી અપેક્ષા છે. 
      
જય શાહે ગુરુવારની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, "બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે અને તે આયર્લેન્ડ જઈ શકે છે."તેમણે કહ્યું કે વર્લ્ડ કપ પહેલા માત્ર 12 ODI બાકી છે અને પ્રયાસ એવા રહેશે કે પસંદગીમાં સાતત્યતા હોવી જોઈએ. બીસીસીઆઈના સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું છે કે પુનરાગમન કરનારા બુમરાહને છોડીને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની સીરિઝ માટે વર્લ્ડ કપ ટીમમાંથી વરિષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી નથી, જે પાંચ મેચની T20I સમાપ્ત થયાના છ દિવસની અંદર શરૂ થશે જેમાં ટી-20 કેપ્ટન હાર્દિક પંડ્યા પણ સામેલ છે. 

શાહે એમ પણ કહ્યું કે એ જોવું BCCIની ફરજ છે કે અન્ય ક્રિકેટ બોર્ડ પણ સારી સ્થિતિમાં રહે એટલે આટલું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાઈ રહ્યું છે.“અન્ય બોર્ડના અસ્તિત્વ માટે આપણે દરેક જગ્યાએ પ્રવાસ કરવો પડશે.આટલું ક્રિકેટ હોવાથી ઈજાઓ થશે.અમારે અન્ય બોર્ડની પણ કાળજી લેવી પડશે.” તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતીય ટીમનો ભાગ ન હોય તેવા તમામ વરિષ્ઠ ખેલાડીઓએ સ્થાનિક ક્રિકેટ મેચો રમવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ