બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Jasdan Municipality, 2 engineers, corruption, office, rented house,passing files

ભ્રષ્ટાચાર / જસદણ પાલિકાના 2 ઈજનેરોએ ભાડે મકાન રાખી ખોલી નાખી 'ભ્રષ્ટાચાર'ની ઓફિસ ! સરપંચના ધગધગતા આરોપથી ખળભળાટ

Kishor

Last Updated: 07:59 PM, 23 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણ પાલિકાના 2 ઇજનેરો ભાડાના મકાનમાં ઓફિસ બનાવી ફાઈલો પાસ કરાવી ભ્રષ્ટાચાર આચરતા હોવાની રાવ ઉઠી છે.

  • જસદણ તાલુકા પંચાયત કચેરીમાં ભ્રષ્ટાચારની રાવ
  • તાલુકા પંચાયતના ઈજનેરો ભ્રષ્ટાચાર આચરત હોવાની ફરિયાદ
  • બે ઈજનીરોએ ઘર ભાડે રાખી બનાવી ઓફિસ 

જસદણ તાલુકા પંચાયત કચેરીમાં અંદરખાને વ્યાપેલા ભ્રષ્ટાચારના ગણગણાટ વચ્ચે ભ્રષ્ટાચાર ખૂલીને બહાર આવ્યો છે. તાલુકા પંચાયતના 2 ઈજનેર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની રાવ ઉઠી રહી છે. જેમાં આ ઈજનેરોએ ફાઈલો પાસ કરવા સહિતના કામ માટે મકાન ભાડે રાખી તેમાં ઓફિસ બનાવી દીધી છે. જ્યાં ફાઈલો પાસ કરાવવા જેવા ગ્રાહક અને ગરજ તે મુજબ જબરું કમિશન લઈ તંત્રને ધુંબો મારવામાં આવી આવી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે મદાવા ગામના સરપંચ જયેશ જતારાએ આક્ષેપો કરી આ મામલે સ્ટીંગ ઓપરેશન પણ કર્યું હતું.

બીલ પાસ કરાવવાની ટકાવારી લેવા ભાડાના મકાનનો ઉપયોગ કરતાં
જાણવા મળતી વિગત અનુસાર ઈજનેરો દ્વારા એક, બે નહી પરંતુ છેલ્લા 4 વર્ષથી આ પ્રકારનો ખેલ આચરવામાં આવતો હોવાનો સ્થાનિકોમાં સૂર ઉઠ્યો છે. તગડી કામણી રોળવા સરકારી ફાઇલ અને સ્ટેમ્પ સહિતના સાહિત્યને કચેરીની બહાર ભાડાની ઓફીસે પણ ઉપયોગ કરવામાં આવતો હોવાના પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જસદણના વાજસુરપરા શેરી નંબર-3 માં એક ભાડાના મકાનમાં ગેરકાયદેસર ચાલતી તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાનો પર્દાફાશ થયો છે. જેમાં બે અધિક મદદનીશ ઈજનેર સરકારી દસ્તાવેજો સાથે રંગેહાથ ઝડપાયા હતા. છેલ્લા ચારેક વર્ષથી બન્ને ઈજનેરો ગ્રામપંચાયતના કામોની માપણી શીટ સહિતની ફાઈલો, ટીડીઓ સહિતના રબ્બર સ્ટેમ્પ, કોમ્પ્યુટર સીસ્ટમ સહિતનો ઉપયોગ કરી બીલ પાસ કરાવવાની ટકાવારી લેવા માટે આ મકાનનો ઉપયોગ કરતા હોવાનો સરપંચોએ આક્ષેપો કર્યા છે.

સરકારી દસ્તાવેજો તેમજ મોબાઈલ સહિતનું તમામ સાહિત્ય રેઢું મૂકીને ભાગી ગયા
જસદણ તાલુકા પંચાયત કચેરીમાં અધિક મદદનીશ ઈજનેર તરીકે નોકરી કરતા મૂળ મેસવડાના અને હાલ રાજકોટના નવાગામમાં રહેતા ઠાકરશી કોબીયા અને ગઢડા(સ્વામી) રહેતા નીરવ મકવાણા દ્વારા કચેરી હેઠળ આવતા દરેક ગામોના સરપંચો સહિતના કોન્ટ્રાક્ટરો પાસે કામનું બીલ પાસ કરાવવાનો 7 ટકાથી 9 ટકા સુધી વહીવટ કરતાં હતા.જેનું મદાવા ગામના સરપંચ સહિતનાની સ્ટીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બંને ઇજનેરો તથા રમેશ સાંકળીયા નામનો વચેટીયો ગ્રામપંચાયતના કામોની માપણી શીટ સહિતની અગત્યની સરકારી દસ્તાવેજી ફાઈલોનો ઉપયોગકરતાં ઝડપાયા હતા. ત્યારબાદ ઈજનેર અને વચેટીયા સહિતના લોકો સરકારી દસ્તાવેજો તેમજ મોબાઈલ સહિતનું તમામ સાહિત્ય રેઢું મૂકીને ભાગી ગયા હતા. મકાનમાથી સ્ટેમ સહિતની સામગ્રી મળી હતી.

જસદણ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાના બે અધિકારી સમાંતર કચેરી ચલાવતા હોવાનો  સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ કર્યા બાદ રાજકોટના ડીડીઓ દેવ ચૌધરીએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી તપાસના આદેશ આપ્યા હતા તેના અનુસંધાને ડેપ્યુટી ડીડીઓએ જસદણ જઈ સજ્જડ પુરાવા એકત્રિત કર્યા છે.

જસદણના ટીડીઓ કૌશિકકુમાર પરમારની તાલાલા બદલી
જ્યારે જે બે અધિકારી ભ્રષ્ટાચારની કચેરી ચલાવતા હતા તે બન્નેને રાજકોટ હેડક્વાર્ટર ખાતે બેસાડી દઈ જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ કાર્યવાહી ન કરવા આદેશ કરી દેવાયો છે ત્રણ અધિકારીની ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ 10 દિવસ સુધી સમગ્ર મામલે તપાસ કરશે ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી ચૌધરીને રિપોર્ટ આપશે ડેપ્યુટી ડીડીઓ બ્રિજેશ કાલરિયાને જસદણ દોડાવાયા હતા. તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં સજ્જડ પુરાવા મળ્યા છે. આ ઘટના અંગે ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવામાં આવતા જસદણના ટીડીઓ કૌશિકકુમાર પરમારની તાલાલા બદલી કરી દેવામાં આવી છે.

  • સળગતા સવાલો
  • ગુજરાતમાં ક્યાં સુધી ભ્રષ્ટાચાર થશે?
  • જસદણના લોકોએ પોતાનું કામ કરાવવા ક્યાં સુધી રૂપિયા આપવા પડશે?
  • શું ઈજનેરને પોતાના પગારમાં સંતોષ નથી?
  • ઈજનેર ઘરને ઓફિસ કેવી રીતે બનાવી શકે?
  • શું તાલુકા પંચાયતના પ્રમુખને આ વહીવટ અંગે ખબર નથી?
  • શું તાલુકા પંચાયતના પ્રમુખ પણ આમાં સંડોવાયેલા છે?
  • ઈજનેરને આવું કરવા માટે કોનું પીઠબળ મળે છે?
  • શું ઈજનેર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે?
  • સરકારી ફાઈલ અને સ્ટેમ્પ સહિતનું સાહિત્ય ઓફિસ બહાર કેવી રીતે આવ્યું?
  • ગુજરાત આવી રીતે ભ્રષ્ટાચાર મુક્ત બનશે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ