બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Jamnagar: Save Operation 'Roshani', why 20 feet pit could not be dug in a day, what are the rules for making borewell?

મહામંથન / જામનગર: ઓપરેશન 'રોશની' બચાવો,દિવસભરમાં 20 ફૂટ ખાડો કેમ ખોદી ન શકાયો, બોરવેલ બનાવવાના નિયમો શું છે?

Vishal Khamar

Last Updated: 09:09 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં અવાર નવાર બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે જામનગરમાં તમાસણ ગામમાં બોરવેલમાં પડી બાળકી પડી ગઈ છે. JCB દ્વારા 15 ફૂટ જેટલું ખોદાણ કરવામાં આવ્યું છે. પરંતું ખેતરમાં બોરવેલ બનાવ્યા બાદ તેને બંધ કરવાની જવાબદારી કોની?

લોકેશ, અંકિતા ગુર્જર, અનિકેત યાદવ, રાહુલ. આ અને આવા કેટલાય નામ. ભુલી ચુક્યા છીએ આપણે. આ એ નામ છે જે સમયે સમયે સમાચાર માધ્યમોમાં ચર્ચાયા, તેમના માટે કલાકો સુધી ચિંતા કરાઇ, પ્રાર્થના કરાઇ અને ૧૨, ૧૪ કે ૧૮ કલાક બાદ એક નિસાસા બાદ તે ભુલાઇ ગયા. તમને પણ સવાલ થયો હશે કે આ કોના નામ છે? આપને જણાવીશ કે આ એ નામ છે, એવા માસુમોના નામ છે જે બોરવેલમાં પડ્યા હતા અને એમને બચાવવાની કોશિશ તો કરવામાં આવી પણ ના બચાવી શકાયા. કોઇક સાત વર્ષનું બાળક હતું તો કોઇ એક વર્ષનું માસુમ, કોઇક માત્ર ૬ વર્ષનો દિકરો તો કોઇક ૨ વર્ષની માસુમ. આજે ફરી આપણે આ વાત એટલે કરી રહ્યા છીએ કે જામનગરના તમાસણ ગામે વાડી વિસ્તારમાં અઢી વર્ષની રોશની ૪૦ ફુટ ઉંડા ખુલ્લા બોરવેલમાં પડી અને ફસાઇ ગઇ છે. તેને બચાવવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. 
દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે આપણા દેશમાં ભૂતકાળની ઘટનાઓ પરથી કોઇજ શીખ લેવામાં નથી આવતી. ખુલ્લા બોરવેલમાં બાળકો પડી જવાના કેટલાય કિસ્સાઓ કેટલાય રાજ્યમાંથી સામે આવે પણ એ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આપણે છતાં પણ નિષ્ફળ પુરવાર થયા છીએ. કોર્ટ પણ આ ઘટનાઓનું સંજ્ઞાન લે અને દિશાનિર્દેશો જાહેર કરાય છતાં આ ઘટનાઓ બનતી રહે, બાળકોનો ભોગ લેવાતો જાય અને આપણે જાડી ચામડીના બનીને આ ઘટનાઓને રોકવા માટે કશું જ ના કરી શકીએ. અવ્વલ તો આવી દુર્ધટના જ ના ઘટવી જોઇએ, અને જો આવી દુર્ધટના ઘટે તો તેને પહોંચી વળવા માટે આપણે ઉપકરણોથી તો સજ્જ હોવા જોઇએ. ન માત્ર તંત્રએ પણ લોકોએ પણ સજ્જતા કેળવવી પડે. નિયમોની  અવગણના ક્યાં સુધી થયા કરશે? જિંદગી દાવ પર લાગ્યા કરે છે અને આપણે બોધપાઠ લેવા જ નથી માંગતા જાણે. 

  • જામનગરમાં તમાસણ ગામમાં બોરવેલમાં પડી બાળકી  
  • JCB દ્વારા 15 ફૂટ જેટલું ખોદાણ કરવામાં આવ્યું
  • તંત્રના કાચા સાધનો નિષ્ફળ જતાં આર્મીની મદદ લેવાઈ

જામનગરમાં તમાસણ ગામમાં બોરવેલમાં પડી બાળકી પડી ગઈ છે. સવારે રોશની નામની બાળકી 250 ફૂટના ખુલ્લા બોરમાં પડી ગઈ હતી.  10 વાગ્યે 108 ની ટીમને જાણ કરવામાં આવી. 11 વાગ્યાની આસપાસ ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી.  12 વાગ્યા સુધી બોરમાંથી બાળકીનો રડવાનો અવાજ આવતો હતો.  1 વાગ્યે બાળકીનો અવાજ બંધ થઈ જતાં તંત્રના શ્વાસ અધ્ધર થયા. સામાન્ય સાધનોથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરાઈ. JCB દ્વારા 15 ફૂટ જેટલું ખોદાણ કરવામાં આવ્યું. તંત્રના કાચા સાધનો નિષ્ફળ જતાં આર્મીની મદદ લેવાઈ. બોરમાં સળિયો નાખીને બાળકીને બહાર કાઢવા સતત પ્રયત્ન કરાયા. ત્યારે સાધનોની અછતના કારણે રેસ્ક્યૂમાં સતત વિલંબ થયો. 

  • બોરવેલ ખોદવાનો હોય ત્યારે સબંધિત કચેરીમાં નોંધણી ફરજીયાત
  • બોરવેલ ખોદાતો હોય તો આસપાસ ફેન્સિંગ ફરજીયાત
  • જિલ્લા વહીવટીતંત્રમાં નોંધણી ફરજીયાત

બોરવેલ માટે કઈ ગાઈડલાઈન શું? 
બોરવેલ ખોદવાનો હોય ત્યારે સબંધિત કચેરીમાં નોંધણી ફરજીયાત છે.  બોરવેલ ખોદાતો હોય તો આસપાસ ફેન્સિંગ ફરજીયાત છે. તેમજ  જિલ્લા વહીવટીતંત્રમાં નોંધણી ફરજીયાત. બોરવેલ ખોદવામાં આવે ત્યાં સાઈન બોર્ડ લગાવવું જરૂરી. અને સાઈન બોર્ડ પર બોરવેલના માલિકની વિગતો હોવી જોઈએ. કેસીંગ પાઇપની આસપાસ કોંક્રીટનું 0.30 મીટર ઊચું પ્લેટફોર્મ જરૂરી. કેસીંગ પાઈપના મુખ પર સ્ટીલ પ્લેટને વેલ્ડિંગ કરવી જોઈએ. બોરવેલનું ખોદકામ પૂર્ણ થયા બાદ સ્થળની જૂની હાલત પુનઃસ્થાપિત કરવી જોઈએ. કોઈ કારણસર બોરવેલને અધૂરો છોડવો પડે તો તેને જમીનના સ્તર સુધી સંપૂર્ણપણે ભરવો.

  • જામનગરના તમાસણની 2 વર્ષની રોશની હાલ બોરવેલમાં 
  • મધ્યપ્રદેશના વિદિશાના 7 વર્ષના લોકેશનું મૃત્યુ
  • રાજસ્થાનના દૌસામાં 200 ફુટ ઉંડે 1 વર્ષની અંકિતા ગુર્જર પડી જેનો જીવ બચાવાયો 

બોરવેલ પડવાની ઘટનાઓ
જામનગરના તમાસણની 2 વર્ષની રોશની હાલ બોરવેલમાં છે. મધ્યપ્રદેશના વિદિશાના 7 વર્ષના લોકેશનું મૃત્યુ થયું. રાજસ્થાનના દૌસામાં 200 ફુટ ઉંડે 1 વર્ષની અંકિતા ગુર્જર પડી જેનો જીવ બચાવાયો. પંજાબના હોંશિયારપુરમાં 6 વર્ષના ઋતિકનું મૃત્યુ થયું. યુપીના પિન્દ્રાના બિંદા ગામના અનિકેત યાદવનું મૃત્યું થયું હતું. હિંમતનગરના ઇલોલના રાહુલનું પણ બોરવેલમાં પડવાથી મૃત્યું થયું હતું. સુરેન્દ્રનગરના ધાંગધ્રાનો અઢી વર્ષના શિવમને બચાવવામાં સફળતા મળી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ