jammu kashmir and ladakh separate union territories sardar patel jayanti 31 oct
શું બદલાયું? /
જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ હવે નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનતાની સાથે થયા આ 15 ફેરફાર
Team VTV02:23 PM, 31 Oct 19
| Updated: 03:38 PM, 31 Oct 19
આઝાદ હિન્દુસ્તાનના 70 વર્ષના ઇતિહાસમાં આજે ઐતિહાસિક દિવસ છે. દેશની જન્નત ગણાતું જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. ભારત સરકાર દ્વારા 370 કલમ હટાવ્યા બાદ આજે એટલે 31 ઓક્ટોબરથી જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ બે અલગ અલગ રાજ્ય બની ગયા છે. તેની સાથે રાજ્યમાં સંસદના બનેલા કેટલાક કાયદાઓ લાગૂ થઇ શકશે. જે હેઠળ જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા હશે અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આજે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી છે, જેનું જમ્મૂ કાશ્મીરને ભારતમાં જોડવામાં મહત્વનું યોગદાન રહ્યું.
આજથી નવા જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ
વિધાનસભાવાળુ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે જમ્મૂ કાશ્મીર
હવે જમ્મૂ કાશ્મીરમાં સીધા લાગૂ થશે સંસદથી બનેલા કાયદા
કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર સહિત જમ્મૂ કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત જાહેર કરનારો રાજપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. જમ્મૂ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે, સાથે જ તેનું પુનર્ગઠન પણ થઇ ગયું છે.
રાજ્યના પુનર્ગઠન લાગૂ થવાની તારીખ 31 ઓક્ટોબર રાખવામાં આવી જે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની જયંતીનો દિવસ છે. આઝાદીના સમયે 565 રજવાડાને એક તાંતણે બાંધીને એક મજબૂત ભારત બનાવનાર લોખંડી પુરૂષ સરદાર પટેલના જન્મ દિવસ પર જમ્મૂ કાશ્મીરનો પુર્નજન્મ ઐતિહાસિક છે.
ભારતનો રાજપત્ર
આજથી જમ્મૂ કાશ્મીરમાં શું બદલાયું?
1. અત્યાર સુધી પૂર્ણ રાજ્ય રહેલું જમ્મૂ કાશ્મીર ગુરૂવાર એટલે 31 ઓક્ટોબર 2019થી બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બદલાય ગયું. જમ્મૂ કાશ્મીરનો વિસ્તાર અલગ અને લદ્દાખનો વિસ્તાર અલગ વહેંચાય ગયો છે. જેથી હવે આ બે અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે.
2. જમ્મૂ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન કાયદા હેઠળ લદ્દાખ હવે વિધાનસભા વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ અને જમ્મૂ કાશ્મીર વિધાનસભા સહિતનું કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે.
3. અત્યાર સુધી જમ્મૂ કાશ્મીરમાં રાજ્યપાલ પદ હતું પરંતુ હવે બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપ રાજ્યપાલ હશે. જમ્મૂ કાશ્મીર માટે ગિરીશ ચંદ્ર મુર્મીને અને લદ્દાખ માટે રાધાકૃષ્ણ માથુરને ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
4. હવે બન્ને રાજ્યોમાં એક જ હાઇકોર્ટ હશે પરંતુ બન્ને રાજ્યોના વકિલ જનરલ અલગ હશે. સરકારી કર્મચારીઓની સામે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કોઇ એકને પસંદ કરવાનો વિકલ્પ હશે.
5. રાજ્યમાં વધુ પડતા કેન્દ્રના કાયદાઓ લાગૂ નહોતા થતા, પરંતુ હવે કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયા બાદ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ બન્ને રાજ્યોમાં ઓછામાં ઓછા 106 કેન્દ્રીય કાયદાઓ લાગૂ થઇ શકશે.
6. આમાં કેન્દ્ર સરકારની યોજનાઓની સાથે કેન્દ્રીય માનવાધિકાર આયોગનો કાયદો, સૂચના અધિકાર કાયદો, એમની પ્રોપર્ટી એક્ટ અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાથી રોકનાર કાયદો સામેલ છે.
7. જમીન અને સરકારી નોકરી પર માત્ર રાજ્યના સ્થાયી નિવાસીઓના અધિકારવાળા 35-એ હટાવ્યા બાદ કેન્દ્ર શાસિત જમ્મૂ કાશ્મીરમાં જમીનથી જોડાયેલ ઓછામાં ઓછા 7 કાયદાઓમાં ફેરફાર થશે.
8. રાજ્ય પુનર્ગઠન કાયદા હેઠળ જમ્મૂ કાશ્મીરના અંદાજિત 153 તેવા કાયદા ખતમ થઇ જશે, જેમને રાજ્ય સ્તરે બનાવવામાં આવ્યા હતા. જોકે 166 કાયદાઓ હજુ પણ બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગૂ રહેશે.
વહીવટી અને રાજકીય વ્યવસ્થામાં પણ ફેરફાર
9. રાજ્યના પુનર્ગઠનની સાથે રાજ્યની વહીવટી અને રાજકીય વ્યવસ્થા પણ બદલી રહી છે. જમ્મૂ કાશ્મીરમાં જ્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની સાથો સાથ વિધાનસભા પણ બનાવી રાખી છે. ત્યાં પહેલાના પ્રમાણમાં વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષની જગ્યાએ દેશના બાકીના ભાગોની જેમ 5 વર્ષનો જ હશે.
10. વિધાનસભામાં અનુસૂચિત જાતિની સાથો સાથ હવે અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત હશે.
11. પહેલા કેબિનેટમાં 24 મંત્રી બનાવી ચૂકાયા હતા, હવે બીજા રાજ્યોની જેમ કુલ સભ્ય સંખ્યાના 10 ટકાથી વધુ મંત્રી નહીં બનાવી શકાય.
12. જમ્મૂ કાશ્મીર વિધાનસભામાં પહેલા વિધાન પરિષદ પણ હતી, તે હવે નહીં હોય. જોકે રાજ્યથી આવનારી લોકસબા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યા પર કોઇ પ્રભાવ નહીં પડે.
13. કેન્દ્ર શાસિત જમ્મૂ કાશ્મીરથી 5 અને કેન્દ્ર શાસિત લદ્દાખથી એક લોકસભા સાંસદ જ ચૂંટાઇને આવશે. આ પ્રકારે કેન્દ્ર શાસિત જમ્મૂ કાશ્મીરથી પહેલાની જેમ જ રાજ્યસભાના 4 સાંસદ જ ચૂંટાઇને જશે.
ચૂંટણી પંચ સીમાંકનની પ્રક્રિયા શરૂ કરી શકે છે
14. એક મોટી વાત એ પણ છે કે 31 ઓક્ટોબર બાદ ચૂંટણી પંચ રાજ્યમાં સીમાંકનની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જેમાં જનસંખ્યાની સાથે ભૌગોલિક, સામાજિક, આર્થિક બિંદુઓ પર ધ્યાન રાખવામાં આવી શકે છે.
15. જમ્મૂ કાશ્મીરમાં અત્યાર સુધીમાં 87 બેઠકો પર ચૂંટણી થતી હતી. જેમાં 4 લદ્દાખની, 46 કાશ્મીરની અને 37 જમ્મૂની બેઠક હતી. લદ્દાખની 4 બેઠકો હટાવીને હવે કેન્દ્ર શાસિત જમ્મૂ કાશ્મીરમાં 83 બેઠકો બચી છે, જેમાં સિમાંકન થવાનું છે.
કુદરતી વાતાવરણમાં રિફ્રેશ થવુ બધાને પસંદ હોય છે. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ચ પર પણ પ્રભાવ પડે છે. નેચર પિલ્સ એટલે કે કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવાથી શરીરનાં સ્ટ્ર્રેસ હોર્મોન...