બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 'Jalaram Bapa was a saint, but was made God- MLA Fatesinh Chauhan stirs controversy

પંચમહાલ / VIDEO : 'જલારામ બાપા સંત હતા, ભગવાન બનાવી દીધા' MLA ફતેસિંહ ચૌહાણનો બફાટ

Hiralal

Last Updated: 05:13 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના જલારામ બાપા પરના એક વિવાદાસ્પદ નિવેદનથી રઘુવંશી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે.

  • પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું વિવાદાસ્પદ નિવેદન 
  • જલારામ બાપા વિશે વિવાદ થાય તેવું બોલતાં રઘુવંશી સમાજમાં રોષ 
  • બોલ્યાં બાદ માફી પણ માગી

દેવી-દેવતાઓ વિશે વિવાદીત કોમેન્ટ કરવા માટે જાણીતા પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે આ વખતે વીરપુરના જલારામ બાપા અને શિરડીના સાંઈ બાબા વિશે વિવાદ થાય તેવું બોલ્યાં છે. એક કાર્યક્રમમાં મંચ પરથી બોલતાં ફતેસિંહ ચૌહાણે કહ્યું કે જલારામ બાપા તો સંત હતા પરંતુ લોકોએ તેમને ભગવાન બનાવી દીધાં. આટલેથી ન અટકતાં તેમણે શિરડીના સાંઈબાબા વિશે પણ વાંધાજનક ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે સાંઈબાબા મુસ્લિમ છે. 

બોલ્યાં બાદ માફી પણ માગી
વિવાદ થતાં ફતેસિંહ ચૌહાણે પલટી મારી હતી અને આ મુદ્દે માફી માગતાં કહ્યું કે કોઈપણ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું, પરંતુ વાયરલ થયેલા વીડિઓ સાથે છેડછાડ કરાઈ છે અને વીડિયો અડધો જ મૂકવામાં આવ્યો છે જો પૂરો વીડિઓ જોવામાં આવે તો સમગ્ર વાતનો ખ્યાલ આવે તેવુ ફતેસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ, હું ચુસ્ત સનાતની છું અને કોઈ પણ સમાજ માટે હું ખોટું બોલી ન શકું. 

સ્વામિનારાયણ સંસ્થા વિશે પણ કરી હતી અણછાજતી કોમેન્ટ 
ઉલ્લેખનીય છે કે ફતેસિંહ ચૌહાણ અગાઉ પણ વિવાદીત નિવેદન કરી ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે સ્વામિનારાયણ સંસ્થા પૈસા ભેગા કરવાની સંસ્થા છે, જ્ઞાનનો અખાડો નથી ત્યારે પણ આ મુદ્દે વિવાદ થયો હતો. 

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ફતેસિંહ ચૌહાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રઘુવંશી સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. જોકે ફતેસિંહ ચૌહાણે તરત માફી પણ માગી લીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ