બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Jai Shri Ram will resonate in Parliament today: There will be a four-hour discussion on the temple issue

અયોધ્યા રામ મંદિર / આજે સંસદમાં ગૂંજશે જય શ્રી રામ: મંદિર મુદ્દે ચાર કલાક થશે ચર્ચા, સંપન્ન થશે 17મી લોકસભાની કાર્યવાહી

Priyakant

Last Updated: 08:29 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: 17મી લોકસભાની કાર્યવાહી આજે રામ મંદિર નિર્માણ અને 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચા સાથે સમાપ્ત થશે. રાજ્યસભામાં પણ માત્ર રામ મંદિર અને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચા થશે

  • લોકસભામાં આજે એટલે કે શનિવારે સંસદના બજેટ સત્રનો છેલ્લો દિવસ
  • લોકસભામાં રામ મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચા સાથે સમાપ્ત થશે સત્ર 
  • રાજ્યસભામાં પણ માત્ર રામ મંદિર અને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચા થશે

Ayodhya Ram Mandir : દેશની સંસદમાં આજે જય શ્રી રામના નારા ગુંજશે. વાત જાણે એમ છે કે, આજે સંસદના બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. લોકસભામાં આજે એટલે કે શનિવારે સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર ચર્ચા થશે. 17મી લોકસભાની કાર્યવાહી આજે રામ મંદિર નિર્માણ અને 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચા સાથે સમાપ્ત થશે. રાજ્યસભામાં પણ માત્ર રામ મંદિર અને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચા થશે. આ સંદર્ભમાં ભાજપે શુક્રવારે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો હતો, જેમાં તેણે તેના સાંસદોને શનિવારે બંને ગૃહમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

લોકસભા સચિવાલયના બુલેટિન મુજબ ભાજપના વરિષ્ઠ નેતા સત્યપાલ સિંહ ઐતિહાસિક શ્રી રામ મંદિરના નિર્માણ અને શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પર ચર્ચાની શરૂઆત કરશે. શિવસેનાના સભ્ય શ્રીકાંત શિંદેએ પણ આ મુદ્દે ચર્ચા માટે નોટિસ આપી છે. એવું માનવામાં આવે છે કે, શાસક ગઠબંધનના સભ્યો લાંબી કાયદાકીય લડાઈ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે PM મોદી ની પ્રશંસા કરશે.

PM મોદી નો આભાર માનતો ઠરાવ પસાર કરશે
આ તરફ સૂત્રોએ જણાવ્યું કે, સંસદ અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિને પવિત્ર કરવા બદલ PM મોદી નો આભાર માનતો ઠરાવ પસાર કરશે. સૂત્રએ કહ્યું, ઠરાવ સિવાય અમૃતકાળમાં વિકસિત ભારત માટે આ સરકારની પ્રતિજ્ઞા અને રામ રાજ્ય જેવું સુશાસન સ્થાપિત કરવાના સંકલ્પ પર પણ ચર્ચા કરવામાં આવશે. સૂત્રએ કહ્યું આપણે કેવા પ્રકારનો દેશ બનાવવા માંગીએ છીએ અને કેવું નેતૃત્વ હોવું જોઈએ તેના પર ચર્ચા થઈ શકે છે. તેમણે કહ્યું કે, PM મોદી પણ આજે સત્રના અંત પહેલા લોકસભાને સંબોધિત કરી શકે છે.

વધુ વાંચો: ગૂગલ પે, ફોન પે ટાઈમ બોમ્બ છે; પેટીએમ સાથે જે થયું...: સાંસદે લોકસભામાં કર્યો મોટો દાવો

એક સમાચાર અહેવાલ મુજબ આ અઠવાડિયાની શરૂઆતમાં દેશનું નામ બદલીને ભારત કરવાની માંગ કરતી વખતે સત્યપાલ સિંહે લોકસભામાં કહ્યું હતું કે, PM મોદી "રામ રાજ્યની સ્થાપના" તરફ કામ કરી રહ્યા છે. સત્યપાલ સિંહે કહ્યું હતું કે, જ્યાં સુધી રામ રાજ્યની સ્થાપના નહીં થાય ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીએ રામ રાજ્યની સ્થાપનાની વાત કરી હતી. PM મોદીમહાત્મા ગાંધી, મહર્ષિ દયાનંદ અને દીન દયાલ ઉપાધ્યાયના આદર્શોને અનુસરી રહ્યા છે અને દેશમાં રામ રાજ્યની સ્થાપના માટે કામ કરી રહ્યા છે. નોંધનિય છે કે, આ પહેલા 25 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પછી પહેલીવાર કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રામ મંદિર સમારોહ માટે PM મોદીને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ