બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Jagannath's 146th Rath Yatra tomorrow: 27 routes diverted

RathYatra 2023 / આવતીકાલે જગન્નાથની 146મી રથયાત્રા: 27 માર્ગોને અપાયું ડાયવર્ઝન, જાણો કયા-કયા રસ્તાઓ રહેશે બંધ

Priyakant

Last Updated: 08:30 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RathYatra 2023 News: આવતી કાલે એટલે કે 20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા

  • આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા
  • અમદાવાદમાં જગન્નાથજીની 146મી રથયાત્રા
  • રથયાત્રાને લઈને શહેરમાં રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા
  • લોકોએ અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે

આવતી કાલે એટલે કે 20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. આ તરફ હવે આવતીકાલે જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈ અમદાવાદ શહેરમાં  ડાયવર્ઝન અપાયા  છે. 

Image

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ તમામ તૈયારી થઈ ચૂકી છે. આ દરમિયાન હવે સુરક્ષાના ભાગરૂપે અમદાવાદના અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ અંગે ગુજરાત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 19/6/2023 થી 20/06/2023 સુધી અમલમાં રહેશે. 

આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા
મહત્વનું છે કે, આવતીકાલે અમદાવાદમાં જગન્નાથજીની 146 મી રથયાત્રા નિકળનાર છે. રથયાત્રાને લઈને શહેરમાં રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા છે. જેમાં ખાસ કરીને ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર બજાર રસ્તો, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજાનો રસ્તો, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલના રસ્તાઓ બંધ રહેશે. જેને લઈ લોકોએ અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે.  

રથયાત્રાને લઈ ક્યાં-ક્યાં રસ્તાઓ પર ડાયવર્ઝવન? 

  • ખમાસા ચાર રસ્તા રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ 
  • જમાલપુર ચાર રસ્તા બંધ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • આસ્ટોડિયા દરવાજાનો રસ્તો રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • રાયખડ ચાર રસ્તા પણ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો 4.30 વાગ્યા સુધી બંધ 
  • સાળંગપુર સર્કલ અને સરસપુર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ 
  • કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ 
  • પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
  • દિલ્હી ચકલાનો રસ્તો પણ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ 
  • દિલ્હી ચકલા અને શાહપુર દરવાજા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • શાહપુર ચકલા અને રંગીલા ચોકી સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ 
  • આર.સી હાઇસ્કૂલ અને ઘી કાંટા ચાર રસ્તા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ 

આસ્થા અને વ્યવસ્થાનું મહાપર્વ રંગે-ચંગે ઉજવાશે'
ભગવાન જગન્નાથની મંગળવારે 146મી રથયાત્રા યોજાવાની છે જે રથયાત્રા પૂર્વે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરક્ષણ કર્યું હતું. જગન્નાથજી મંદિરે દર્શન કર્યા બાદ ગૃહ રાજ્ય મંત્રીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આસ્થા અને વ્યવસ્થાનું મહાપર્વ રંગે-ચંગે અને સલામતી સાથે ઉજવાશે તેમજ રથયાત્રાની સમગ્ર સુરક્ષાના મોરચે 26 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે 16 કિમી રૂટની સમીક્ષા કરાઈ છે. 

અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું રિહર્સલ 
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ વર્ષે અમદાવાદમાં 146મી રથયાત્રા નિકળનાર છે. જેને લઈ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રિહર્સલ કરવામાં આવ્યું છે. આ રિહર્સલમાં અમદાવાદ પોલીસના 15 હજાર જવાન જોડાયા હતા. આ દરમિયાન ડ્રોન અને CCTV કેમેરાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ