બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / jacqueline fernandez ed money laundering case sukesh chandrasekhar

મનોરંજન / જેકલીન ફર્નાન્ડીસને બધી ખબર હતી કે પૈસા ક્યાંથી આવે છે! 200 કરોડના કેસમાં નવો ખુલાસો

Arohi

Last Updated: 05:05 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jacqueline Fernandez: બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. આ વખતે ઈડીએ દિલ્હી હાઈકોર્ટની સામે દલીલ આપી છે કે એક્ટ્રેસને ઠગીના પૈસા વિશે જાણકારી હતી અને તે તેને સ્વીકાર કરી રહી હતી અને તેનો ઉપયોગ પણ કરી રહી હતી.

  • જેકલીન ફર્નાન્ડીસની વધી મુશ્કેલીઓ 
  • ઈડીએ કર્યો દાવો 
  • ઠગના પૈસાની હતી જાણકારી

EDએ દિલ્હી હાઈકોર્ટની સામે દલીલ કરી છે કે 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસ જાણીજોઈને કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરના ક્રાઈમની ઈનકમ લઈ રહી હતી અને તે પૈસાનો ઉપયોગ પણ કરી રહી હતી. 

EDએ આ તર્ક જેકલીનની અરજીના જવાબમાં દાખલ એક એફિડેવીટમાં આપ્યો હતો. એક્ટ્રેસે અરજીમાં કથિત રીતે સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમના વિરૂદ્ધ FIRને રદ્દ કરવાની માંગ કરી છે. 

હવે 15 એપ્રિલે થશે સુનાવણી 
કેસ જજ મનોજ કુમાર ઓહરીના સામે રજુ કરવામાં આવ્યો હતો. જેકલીનનું પ્રતિનિધિત્વ કરનાર વકીલે ઈડીની એફિડેવિટના જવાબમાં પ્રત્યુત્તર દાખલ કરવા માટે સમય માંગ્યો. હાઈ કોર્ટે આ મામલાને 15 એપ્રિલે આગળની સુનાવણી માટે લિસ્ટ કર્યો છે. 

વધુ વાંચો: ‘ફાઇટર'ના શુટિંગમાં સિગારેટ પીવા લાગ્યો હતો ઋતિક રોશન: હૃદયની થઈ આવી હાલત, તાત્કાલિક છોડી આદત

જેકલીનને લઈને EDનો દાવો 
પોતાના જવાબમાં EDએ દાવો કર્યો કે જેકલીને ક્યારેય પણ ચંદ્રશેખરની સાથે નાણાકીય લેવડદેવડ વિશે સચ્ચાઈનો ખુલાસો નથી કર્યો અને પુરાવા મળવા સુધી હંમેશા તથ્યોને છુપાવ્યા. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News ED Jacqueline Fernandez sukesh chandrasekhar જેકલીન ફર્નાન્ડીસ Bollywood News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ