બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ITR verification: Income tax department has this important message for taxpayers

IT રિટર્ન / કરોડો ટેક્સપેયર્સ માટે મોટા સમાચાર, આ કામ ભૂલી ગયા હોય તો કરી લેજો, સરકારે આપી ચેતવણી

Hiralal

Last Updated: 04:04 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્કમ ટેક્સ વિભાગે કરોડો ટેક્સપેયર્સને ચેતવણીને આપીને નિયત સમયગાળામાં તેમના આઈટી ફાઈલિંગનું ઈ વેરિફિકેશન કરવાનું જણાવ્યું છે.

  • ચાલું વર્ષે 6 કરોડ લોકોએ ફાઈલ કર્યું આઈટી રિટર્ન
  • ઈ વેરિફિકેશન કરવાનું ભૂલ્યાં લોકો 
  • આઈટી વિભાગે ચેતવણી આપીને કહ્યું પછી લાગશે પેનલ્ટી

દેશમાં વધુને વધુ લોકો આવકવેરા રિટર્ન ફાઇલ કરે તે માટે સરકાર અને આઇટી વિભાગ સમયાંતરે પ્રયાસો કરતા રહે છે. તેની અસર આ વર્ષે પણ જોવા મળી છે. આ વર્ષે લગભગ 6 કરોડ ટેક્સપેયર્સે આઇટીઆર ફાઇલ કર્યું છે. પરંતુ આ દરમિયાન કેટલાક લોકો એવા પણ છે જેમણે આઇટીઆર ફાઇલ કર્યું છે પરંતુ તેનું ઇ-વેરિફિકેશન કર્યું નથી. આવકવેરા વિભાગે આવા કરદાતાઓ માટે ચેતવણી જારી કરી છે. આઈટી વિભાગની ચેતવણીમાં કહેવાયું છે કે જે લોકો રિટર્ન ફાઈલ કર્યું છે તેમણે ફાઈલના 30 દિવસની અંદર ઈ વેરિફિકેશન કરી લેવું પડશે નહિંતર તેમને પેનલ્ટી સહિત બીજું ઘણું નુકશાન વેઠવાનો વારો આવી શકે છે. 

આઈટીઆર ફાઈલ કર્યાના 30 દિવસની અંદર ઈ વેરિફિકેશન કરો 
પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર આવકવેરા વિભાગે કહ્યું કે જે કરદાતાઓએ પોતાનું ઈ-ફાઇલિંગ પૂરું નથી કર્યું, તેમણે આજે જ આ પ્રક્રિયા પૂરી કરવી જોઇએ! વિભાગે ઈ વેરિફિકેશન કેવી રીતે કરવું તેની રીત પણ જણાવી છે. આઈટી વિભાગનું કહેવું છે કે આઈટીઆર ફાઈલ કર્યાના 30 દિવસની અંદર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જો તમે આ ન કરો, તો તમારે પછીથી દંડ ભરવો પડી શકે છે. આઈટી વિભાગનું એવું પણ કહેવું છે કે ઈ વેરિફિકેશન ન કરવાના કિસ્સામાં તમને રિફંડ લેવામાં પણ તકલીફ પડી શકે છે. નિયત સમય કરતાં મોડું આઈટીઆઈર ફાઈલ કરવા પર તમારે લેટ ફી પણ ચુકવવી પડી શકે છે. 

ઈ-વેરિફિકેશન કેવી રીતે કરવું?
ઈ-વેરિફિકેશન માટે આઇ-ટી વિભાગે પાંચ પ્લેટફોર્મ જેવા કે બેન્ક એકાઉન્ટ, નેટ બેન્કિંગ, બેન્ક એટીએમ, આધાર અથવા ડીમેટ એકાઉન્ટનો વિકલ્પ પૂરો પાડ્યો છે.
ઇ-વેરિફિકેશન પૂર્ણ કરવા માટે સૌથી પહેલા આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લો.
તમારો પાન નંબર અને પાસવર્ડ દાખલ કરો.
લોગિન કરતાની સાથે જ તમને ઈ-વેરિફિકેશનનો ઓપ્શન દેખાશે.
તમારા નેટ બેંકિંગ, બેંક એટીએમ, આધાર, ડિમેટ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટમાંથી એકને પસંદ કરો
જો તમે આધાર વિકલ્પ સિલેક્ટ કર્યો છે તો તેની સાથે જોડાયેલા નંબર પર OTP આવશે, તેને એન્ટર કરો.
આ પછી ઈ-વેરિફિકેશનની પ્રક્રિયા સરળતાથી પૂરી થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ