બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / itr filing list of websites apps that can help you to file income tax return for free

કામની વાત / IT રિટર્ન કરવું છે ફાઇલ? તો એકપણ રૂપિયો કોઇને આપવાની જરૂર નથી, જાતે જ ફૉલો કરો આ સ્ટેપ્સ

Manisha Jogi

Last Updated: 01:21 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ITR ફાઈલ કરવું અઘરુ કામ નથી. તમે ઘરે બેઠા ITR ફાઈલ કરી શકો છો, જે બાબતે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 202
  • ઘરે બેઠા ITR ફાઈલ કરી શકો છો
  • આ વેબસાઈટ પરથી ITR ફ્રીમાં ફાઈલ કરો

અસેસમેન્ટ યર 2023-24 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે માત્ર 2 સપ્તાહનો સમય બાકી છે. ITR ફાઈલ કરવું અઘરુ કામ નથી. તમે ઘરે બેઠા ITR ફાઈલ કરી શકો છો, જે બાબતે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ITR ફાઈલ કરવાથી ટેક્સપેયર્સને નાણાંકીય વર્ષ દરમિયાન કટ કરવામાં આવેલ એક્સેસ ટેક્સના રિફંડનો દાવો કરવાની મંજૂરી આપવામાં આવે છે. ઓનલાઈન ITR ફાઈલ કરવાની પ્રોસેસને ઈ-ફાઈલિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ITR ફાઈલિંગ માટે એક પોર્ટલ સ્થાપિત કર્યું છે, જે સંપૂર્ણપણ ફ્રી છે. 

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રજિસ્ટર્ડ પ્રાઈવેટ સંસ્તાઓ છે, જે વેબસાઈટના માધ્યમતી ઈ-ફાઈલિંગ પ્રોસેસને સક્ષમ બનાવે છે. કેટલીક વેબસાઈટ્સ એવી છે, જે ચાર્જ લઈ શકે છે, પરંતુ કેટલીક વેબસાઈટ એવી છે, જે ફ્રી હોવાનો દાવો કરે છે. 

ClearTax
ક્લિઅરટેક્સ ટેક્સપેયર્સને ઈન્કમટેક્સ વેબસાઈટ પર લોગિન કર્યા વગર ITR ફાઈલ કરવાની મંજૂરી આપે છે. આ પ્લેટફોર્મ ઓટોમેટિકલી આવક સોર્સના આધાર પર દાખલ કરવામાં આવતા ITR વિશે જાણી શકાય છે. આ સ્ટેપ ફોલો કરીને ITR ફાઈલ કરી શકાય છે. 

  • સ્ટેપ 1: ફોર્મ 16 એપલોડ કરો. 
  • ક્લિઅરટેક્સ ઓટોમેટિકલી ITR તૈયાર કરે છે. 
  • સ્ટેપ 2: ક્લિઅરટેક્સ ઓટોમેટિકલી ITR તૈયાર કરે છે. 
  • સ્ટેપ 3: ટેક્સ સમરી વેરિફાય કરો.
  • સ્ટેપ 4: રિસીપ્ટ નંબર મેળવવા માટે ટેક્સ રિટર્ન ઈ-ફાઈલ કરો. 
  • સ્ટેપ 5: નેટ બેન્કિંગની મદદથી ટેક્સ રિટર્ન ઈ-વેરિફાય કરો.

MyITreturn
MyITreturn ટેક્સ ડિપાર્ટમેન્ટની સાથે રજિસ્ટર્ડ ઈ-રિટર્ન ઈન્ટરમીડિએટરી છે, જે ફ્રી હોવાનો દાવો કરે છે. આ વેબસાઈટ પર ITR ફાઈલ કરવા માટે વેબસાઈટ પરના સવાલોનો જવાબ આપવાનો રહેશે. આ સવાલ વેતન, ઘર, રોકાણ તથા અન્ય બાબતો સાથે સંબંધિત હશે. જવાબના આધાર પર સિસ્ટમ ITR ફાઈલ કરવા માટે આંકડાની ગણતરી કરે છે. 

EZTax
EZTax એક સેલ્ફ સર્વિસ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ છે. જે યૂઝર્સને એકાઉન્ટ બનાવીને તથા અન્ય જરૂરી જાણકારીની સાથે ડોક્યુમેન્ટ અપલોડ કરીને 7 મિનિટમાં રિટર્ન ફાઈલ કરવાની મંજૂરી આપે છે. ટેક્સપેયર્સ પાસે પેમેન્ટ કરવા અને ટેક્સ ફાઈલ કરવા માટે પ્રોફેશનલિસ્ટ પાસેથી પ્રોફેશનલ સર્વિસ પણ લઈ શકે છે. 

Quicko
Quicko 100 ટકા ફ્રી હોવાનો દાવો કરે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પગારદાર વ્યક્ત અને અનુમાનિત ટેક્સેશન સ્કીમની પસંદગી કરનાર વ્યક્તિઓ માટે ફ્રી છે. 

Tax2win
Tax2win એક ઈ-ફાઈલિંગ પોર્ટલ છે, જે ટેક્સપેયર્સને ફ્રીમાં ITR ફાઈલ કરવાની સુવિધા આપવામાં આવે છે. જે માટે યૂઝર્સે લોગિન કરવાનું રહેશે અને એક નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે. ઉપરાંત આવકના નવા સ્ત્રોતની પસંદગી કરવાની રહેશે. જે માટે જરૂરી માહિતી ભરીને ફોર્મ-16 અપલોડ કરવાનું રહેશે. જૂની અને નવી ટેક્સ વ્યવસ્થાની પસંદગી કરવાની રહેશે અને કરદાતાએ ઈ-ફાઈલ કરવાનું રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ