બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / itr filing how to pay income tax online to generate challan know step by step process

ITR / IT રિટર્ન ડેડલાઇન ખતમ થવાના આરે! હજુ પણ ચાન્સ છે, ફટાફટ ફૉલો કરો આ સ્ટેપ્સ, નહીં તો થશે મસમોટો દંડ

Manisha Jogi

Last Updated: 10:24 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે હજુ પણ ITR ફાઈલ કર્યું નથી તો છેલ્લી તારીખ પહેલા ITR ફાઈલ કરી દેજો. નહીંતર મસમોટો દંડ ચૂકવવો પડી શકે છે. તમે ઓનલાઈન ઈન્કમટેક્સ ચૂકવી શકો છો.

  • ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે
  • છેલ્લી તારીખ પહેલા ITR ફાઈલ કરી દેજો
  • નહીંતર મસમોટો દંડ ચૂકવવો પડી શકે છે

ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. ITR ફાઈલ કરવા માટે હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. તમે હજુ પણ ITR ફાઈલ કર્યું નથી તો છેલ્લી તારીખ પહેલા ITR ફાઈલ કરી દેજો. નહીંતર મસમોટો દંડ ચૂકવવો પડી શકે છે. તમે ઓનલાઈન ઈન્કમટેક્સ ચૂકવી શકો છો, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવે છે. ITR ફાઈલ કરવા માટે પાન કાર્ડ અને પેમેન્ટ માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ સુવિધા અથવા UPI હોવો જરૂરી છે. OTP મેળવવા માટે વેલિડ મોબાઈલ નંબર હોવો જરૂરી છે. 

ઓનલાઈન ITR ફાઈલ પ્રોસેસ

  • ઓનલાઈન ITR ફાઈલ કરવા માટે યૂઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometax.gov.in પર લોગિન કરવાનું રહેશે. 
  • મેઈન ડેશબોર્ડ પર પહોંચવા માટે ‘હોમ’ પર ક્લિક કરો. 
  • હવે ડાબી બાજુ ‘ઈ-પે ટેક્સ’ લેબલનો ઓપ્શન હશે, તેના પર ક્લિક કરો. 
  • કન્ફર્મ કરવા માટે પાન નંબર બે વખત એન્ટર કરો. 
  • એકાઉન્ટ વેરિફાઈ કરવા માટે OTP એન્ટર કરો. 
  • ઈન્કમ ટેક્સ ઓપ્શન પર ક્લિક કરો અને જરૂરી ડિટેઈલ્સ ફીલઅપ કરો. 
  • હવે એસેસમેન્ટ યર પસંદ કરો.
  • પેમેન્ટ મોડની પસંદગી કરો. 
  • હવે કન્ટીન્યુ પર ક્લિક કરીને ટેક્સ ડિટેઈલ ફીલઅપ કરો. 
  • ટેક્સ ડિટેઈલ ફીલઅપ કર્યા પછી બેન્કની ચૂકવણીના ગેટવે પર રિડાયરેક્ટ કરી દેવામાં આવશે. 
  • હવે લોગિન આઈડી અને પાસવર્ડ ટાઈપ કરીને બેન્ક એકાઉન્ટમાં લોગિન કરો. 
  • પેમેન્ટ ડિટેઈલ્સ વેરિફાઈન કરો અને પેમેન્ટ પ્રોસેસ પૂર્ણ કરવા માટે તમામ જરૂરી ડિટેઈલ્સ ભરો. 
  • સફળતાપૂર્વક પેમેન્ટ કર્યા પછી રેકોર્ડ જનરેટ કરવા માટે ચલણ ડાઉનલોડ કરોય તમે ચલણ PDF ફોર્મેટમાં સેવ કરી શકો છો. 

આટલો દંડ ચૂકવવો પડી શકે છે
31 જુલાઈ પછી ITR ફાઈલ કરવામાં આવે તો આટલો દંડ ચૂકવવો પડી શકે છે. વાર્ષિક પાંચ લાખ રૂપિયા કરતા વધુ આવક હોય તો 5,000 રૂપિયા સુધી દંડ ચૂકવવો પડી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ