બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / It was hard for the husband to have physical relations with her, penile fracture occurred in the sense

રાજકોટ / અહો આશ્ચર્યમ! પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો પતિને ભારે પડ્યું, ઇન્દ્રિયમાં થયું પીનાઈલ ફ્રેક્ચર

Priyakant

Last Updated: 10:18 AM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવાનને પોતાની પત્નિ સાથે સંભોગ દરમ્યાન જુસ્સા સાથે શારીરિક સંબંધ બાંધવા જતાં તેમની ઈન્દ્રિયમાં ફ્રેક્ચર, દર 1.75 લાખ કેસમાંથી નોંધાય છે પીનાઈલ ફ્રેક્ચરનો એક કેસ

  • રાજકોટમાં યુવકને સંભોગ દરમ્યાન પીનાઈલ ફ્રેક્ચર થયું 
  • જુસ્સા સાથે શારીરિક સંબંધ બાંધવા જતાં તેમની ઈન્દ્રિયમાં ફ્રેક્ચર 
  • અસહ્ય દુખાવો થતાં સારવાર અર્થે ખસેડયા બાદ તાત્કાલિક ઓપરેશન કરાયું 
  • દર 1.75 લાખ કેસમાંથી નોંધાય છે પીનાઈલ ફ્રેક્ચરનો એક કેસ  

આપણાં રોજીંદા જીવનમાં અવાર-નવાર અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જે  ખરેખર આશ્ચર્ય પમાડે તેવી હોય છે. આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ રાજકોટના એક યુવાનને પોતાની પત્નિ સાથે સંભોગ દરમ્યાન જુસ્સા સાથે શારીરિક સંબંધ બાંધવા જતાં તેમની ઈન્દ્રિયમાં ફ્રેક્ચર થયાનું સામે આવ્યું છે. જે બાદમાં તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરાયું હતું. 

Photo: envato

રાજકોટના શહેરનો 35 વર્ષીય યુવાનને વધુ પડતાં જુસ્સા સાથે શારીરિક સંબંધ બાંધવો ભારે પડ્યો છે. વાત જાણે એમ છે કે, આયુવક પોતાની પત્ની સાથે સંભોગ કરી રહ્યો હતો. જોકે આ દરમિયાન 35 વર્ષીય યુવાન વધુ પડતા જુસ્સા સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવાનનું શિશ્ન અંદર જવાને બદલે ઉપરના હાડકાં સાથે અથડાતા લિંગ કડાકાના અવાજ સાથે વળી ગયું હતું અને તુરંત સોજો ચડ્યો હતો.

તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયો 
આ તરફ ઉપરના હાડકાં સાથે અથડાતા લિંગ કડાકાના અવાજ સાથે વળી જતાં તુરંત સોજો આવી જતાં યુવાનનો અસહ્ય દુખાવો થતો હતો. જેથી યુવાનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેના શિશ્નમાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. આ તરફઆ ડૉક્ટર દ્વારા તાત્કાલિક આ યુવાનનું ઓપરેશન કરાયું હતું. જોકે ડૉક્ટર દ્વારા 35 વર્ષીય યુવકનું જે આ ઓપરેશન કરાયું છે તેને મેડિકલની ભાષામાં પીનાઈલ ફ્રેક્ચર કહે છે. 

દર 1.75 લાખ કેસમાંથી નોંધાય છે એક કેસ  
રાજકોટમાં પીનાઈલ ફ્રેક્ચરનો રેરેસ્ટ ઓફ રેર કેસ આવતા અનેક ચર્ચા જોવા મળી રહી છે. જો મેડિકલ સાયન્સનું માનીએ તો આ પીનાઈલ ફ્રેક્ચર કેસ 1,75,000 કેસમાંથી એકમાં જ જોવા મળે છે. રાજકોટના 35 વર્ષીય યુવકના કેસમઅ અગ્રણી યુરોલોજિસ્ટ ડો. પ્રતિક અમલાણીએ તેમનુ સફળ ઓપરેશન કર્યુ છે. 

પીનાઈલ ફ્રેક્ચરના લક્ષણો શું ? 

  • સંભોગ દરમિયાન ઈન્દ્રિયમાં કઈંક તૂટ્યું હોય તેવો અવાજ આવે
  • ઈન્દ્રિય ઉત્તેજિત અવસ્થામાં રહી ન શકે
  • પેશાબમાં લોહી આવે
  • ઈન્દ્રિય વાંકી વળે અથવા તો સ્થિતિ બદલે
  • પેશાબ ઉતરવામાં તકલીફ લાગે
  • ઈન્દ્રિયમાં અસહ્ય દુ:ખાવો રહે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ