બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / It rained. 5 more days in these districts

આગાહી / વરસાદે તો કાઠી કરી.! હજુ 5 દિવસ આ જિલ્લાઓમાં ભરઉનાળે દે ઘનાધન, હવામાન ખાતા મુજબ જુઓ ક્યાં કેવો વરસાદ પડશે

Vishal Khamar

Last Updated: 11:01 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં શિયાળા બાદ હવે ઉનાળામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. તો બીજી તરફ 3 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર
  • કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
  • આગામી 5 દિવસ થઈ શકે વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગે ફરી 5 દિવસ માવઠાની આગાહી કરી છે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડશે.. જેને લઇ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. આગામી 28 એપ્રિલે બનાસકાંઠા મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, તાપી,રાજકોટ અને અમરેલીમાં માવઠું પડવાની સંભવાના છે.  તો 29 એપ્રિલે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે.. તો આગામી 30 એપ્રિલે અરવલ્લી દાહોદ મહીસાગર રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટદ અને કચ્છમાં માવઠું પડી શકે છે. તો 1 મેના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ પડે તેવી સંભાવના છે. 

  • અમરેલીના ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદ
  • શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ
  • ધારી, ફાચરીયા, સરસીયા, ખોખરા, ગોવિંદપુર ગામે વરસાદ
  • ગીરના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ

અમરેલીનાં ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદ વરસવા પામ્યો છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.  ધારી, ફાચરીયા, સરસીયા, ખોખરા, ગોવિંદપુરા ગામે વરસાદ પડ્યો હતો. ગીરનાં ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

  • જામનગરના કાલાવાડમાં કમોસમી વરસાદ
  • કાલાવાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ
  • ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ
  • એકાએક વરસાદ થતા વેપારીઓની વધી મુશ્કેલી

જામનગરનાં કાલાવાડમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કાલાવાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. એકાએક વરસાદ થતા વેપારીઓની મુશ્કેલી વધી હતી.

  • સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ
  • હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, વડાલીમાં વરસાદ
  • ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ
  • વડાલીના વડગામડા, થુરાવાસ, હિંમતપુરમાં વરસાદ

સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, વડાલીમાં વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વીજળીનાં કડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદનાં કારણે ઘાસચારો પલથી જતા પશુપાલકોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. 

  • ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ
  • સાપુતારાના તળેટીમાં ગાજવીજ સાથે વરસાદ
  • કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો

ડાંગ જીલ્લામાં કમોસમી વરસાદ વરસવા પામ્યો હતો. સાપુતારાનાં તળેટીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ખેડૂતોને તૈયાર પાક નિષ્ફળ જવાની ભીતિ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ