બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / it minister rajeev chandrasekhar stands with employees over moonlighting know things

બિઝનેસ / નોકરિયાતો માટે મોટા સમાચાર: Moonlighting ને લઈને મોદી સરકારે સ્પષ્ટ કર્યો સ્ટેન્ડ, કંપનીઓને ઝટકો

MayurN

Last Updated: 01:30 PM, 25 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય આઈટી અને સ્કિલ ડેવલોપમેન્ટ મંત્રી રાજીવ ચંદ્રશેખરે મૂનલાઈટિંગ લઈને કર્મચારીઓને સમર્થન આપ્યું છે.

  • મૂનલાઈટિંગનો મુદ્દો વધુ ઘેરાયો 
  • રાજીવ ચંદ્રશેખરે કર્મચારીઓને સમર્થન આપ્યું
  • કર્મચારીઓને અંકુશમાં લેવાના પ્રયાસો નિષ્ફળ થશે

આઈટી કંપનીઓએ મૂનલાઈટિંગ સામે મોરચો ઉભો કરી દીધો છે, ત્યારે કેન્દ્રીય આઈટી અને સ્કિલ ડેવલોપમેન્ટ મંત્રી રાજીવ ચંદ્રશેખરે તેને લઈને કર્મચારીઓને સમર્થન આપ્યું છે. 'મૂનલાઇટિંગ'ની પ્રથાને લઇને પ્રોફેશનલ્સ વચ્ચે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સ્કિલ ડેવલપમેન્ટ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે, એ દિવસો વીતી ગયા છે જ્યારે મોટી ટેક્નોલોજી કંપનીઓમાં નોકરી મેળવ્યા બાદ કર્મચારીઓ પોતાનું આખું જીવન એક જ જોબમાં વિતાવતા હતા.

મૂનલાઇટિંગ એટલે શું?
જ્યારે કર્મચારી તેની નિયમિત નોકરી સિવાય સ્વતંત્ર રીતે બીજા કોઈ પણ કામ કરે છે, ત્યારે તેને તકનીકી રીતે 'મૂનલાઇટિંગ' કહેવામાં આવે છે. તકનીકી વ્યાવસાયિકોમાં 'મૂનલાઇટિંગ' ના વધતા જતા વલણથી ઉદ્યોગમાં નવી ચર્ચાએ જન્મ આપ્યો છે.

મૂનલાઇટિંગ પર ચર્ચા વધી
આઇટી કંપની વિપ્રો લિમિટેડે તાજેતરમાં એક સાથે બે જગ્યાએ કામ કરવાના આરોપમાં તેના 300 કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. આ પછી આ મુદ્દો ખૂબ જ ઝડપથી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.

સ્ટાર્ટઅપ રોકવાના પ્રયાસો નિષ્ફળ જશે
પબ્લિક અફેર્સ ફોરમ ઓફ ઇન્ડિયા (પીએએફઆઇ)ના એક કાર્યક્રમને સંબોધતા ચંદ્રશેખરે મૂનલાઇટિંગના મુદ્દે વ્યાવસાયિક કર્મચારીઓના વિચારોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે કંપનીઓના તેમના કર્મચારીઓ પર નિયંત્રણો લગાવવા અને તેમને તેમના સ્ટાર્ટઅપ શરૂ કરવાથી રોકવાના પ્રયાસો ચોક્કસપણે નિષ્ફળ જશે.

કર્મચારીઓ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ અર્થ નથી
ચંદ્રશેખરે કહ્યું "આજના યુવાનો આત્મવિશ્વાસથી ભરપુર છે, તેઓ પોતાનું મૂલ્ય વધારવા માંગે છે અને વધુ પૈસા કમાવવા માંગે છે. કંપનીઓનું એવું કહેવું છે કે તમારા સ્ટાર્ટઅપ પર કામ ન કરવું જોઈએ અને કર્મચારીઓને અંકુશમાં લેવાના તેમના પ્રયત્નો ચોક્કસપણે સફળ થશે નહીં.

કંપની સાથેના કરારનું ઉલ્લંઘન ન થવું જોઈએ
જો કે, મંત્રીએ કહ્યું હતું કે 'મૂનલાઇટિંગ' ને કારણે કંપની સાથેના કરારની જવાબદારીઓનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં. એક સત્તાવાર પ્રકાશન મુજબ, ચંદ્રશેખરે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ કર્મચારી-ઉદ્યોગસાહસિકોનો યુગ છે અને કોર્પોરેટ્સ અને કંપનીઓએ સમજવું પડશે કે યુવા ભારતીય ટેક વર્કફોર્સની માનસિકતા અને વલણમાં પરિવર્તન આવ્યું છે, તેમને કહ્યું "પ્રતિબંધો લાદવાની દરેક પદ્ધતિ નિષ્ફળ જશે. નોકરીદાતાઓ ઇચ્છે છે કે કર્મચારીઓ તેમની સાથે જોડાયેલા રહીને ઉદ્યોગસાહસિક બની રહે. પરંતુ તે જ કર્મચારીઓ આને પોતાના પર પણ લાગુ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ