બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / It might affect political parties and leaders in loksabha election

રાજનીતિ / કર્ણાટકમાં કોંગ્રેસનું વાવાઝોડું: BJP જ નહીં વિપક્ષના જ આ નેતાઓ પણ આજે હશે દુ:ખી! 2024ને લઈને બદલાશે રાજકારણ

Vaidehi

Last Updated: 01:01 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ વિપક્ષમાંથી આ 6 ચહેરાઓની ચિંતામાં વધારો થયો હોઈ શકે છે. 2024ને ટાર્ગેટ બનાવી રહેલા આ નેતાઓએ સંભવત: પોતાની રણનીતિમાં ફેરફાર કરવા પડી શકે છે.

  • કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ રાજકારણ ઊથલાયું
  • વિપક્ષનાં આ નેતાઓએ વોટબેંક જીતવા બદલવી પડશે રણનીતિ
  • ભાજપને ટક્કર આપવાનાં ચક્કરમાં ગુમાવી શકે છે વોટબેંક

કર્ણાટકમાં કોંગ્રેસે પૂર્ણ બહુમત સાથે સફળતા મેળવી છે. કોંગ્રેસે 119 સીટો પર વિજય મેળવીને પોતાની સરકાર કર્ણાટકની ધરતી પર બનાવી છે જ્યારે ભાજપને 75થી નીચે સીટો મળી છે. કર્ણાટકમાં બજરંગ બલી, મુસ્લિમ આરક્ષણ જેવા અનેક મુદાઓ ઊઠાવવા છત્તાં ભાજપ કર્ણાટકનાં લોકોનું મન જીતવામાં અસફળ સાબિત થઈ છે. ત્યારે કોંગ્રેસની આ જીતથી વિપક્ષનાં કેટલાક ચહેરાઓની ચિંતામાં વધારો થયો છે. આ ચહેરાઓએ હાર બાદ પોતાની રાજકારણની રણનીતિ બદલવી પડી શકે છે.

આ 6 ચહેરાઓ કે જેમની ચિંતા કોંગ્રેસે વધારી છે.

કુમારસ્વામી

કર્ણાટકની ચૂંટણી ભાજપ-કોંગ્રેસની વચ્ચે લડવામાં આવી છે. JDS તો ખાસ સામે આવ્યું જ નથી ત્યારે પૂર્વ CM કુમારસ્વામીનાં પુત્ર પણ આ ચૂંટણીનાં મેદાનમાં ઊતર્યાં હતાં. Exit Pollથી જ એ જાણવા મળી ગયું હતું કે દેવગૌડા પરિવાર ફરીથી કર્ણાટકમાં કિંગમેકર બની શકે છે. મતગણતરી પહેલા જ એવી વાતો સાંભળવા મળી કે JDSએ નક્કી કરી લીધું છે કે તે કોની સાથે મળીને સરકાર બનાવશે. પરંતુ પરિણામો હવે કંઈક અલગ જ બોલી રહ્યાં છે. એ તો સ્પષ્ટ છે કે JDSનાં ઘટી ગયેલા જનાધારનો સીધો ફાયદો કોંગ્રેસને થયો છે. 

અરવિંદ કેજરીવાલ
રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યાં બાદ AAP કર્ણાટકમાં ચમત્કારની આશા રાખી રહી હતી. પરંતુ આ પાર્ટી પોતાનું ખાતું જ ન ખોલી શકી. એન્ટી ભાજપ, એન્ટી કોંગ્રેસની રણનીતિથી કેજરીવાલ સરકારે પંજાબમાં જીત મેળવી હતી પરંતુ કર્ણાટકમાં AAPનું પત્તુ કપાઈ ગયું. કોંગ્રેસ ફરીથી વધુ મજબૂત થઈ. કેજરીવાલે પોતાની વોટબેંક બનાવવા માટે કોઈ અન્ય રણનીતિ બનાવવા પર વિચાર કરવો પડશે.

મમતા બેનર્જી
જ્યારે ત્રીજા મોરચાની વાત થાય છે ત્યારે મમતાદીદીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની ચર્ચા થવા લાગે છે. 2024માં ભાજપને ટક્કર આપવા માટે મમતા બેનર્જીની પાર્ટી તેમને પ્રોજ્કટ કરે છે. બંગાળમાં પણ મમતા દીદીએ જીતનાં સંકેતો આપતાં કહ્યું હતું કે મમતા જ મોદીને ટક્કર આપી શકે છે. હિમાચલ-કર્ણાટકમાં જીત બાદ એ સ્પષ્ટ છે કે હવે કોંગ્રેસ પાસે ભાજપને ટક્કર આપવા લીડ ઉપલબ્ધ છે. 

કે. ચંદ્રશેખર રાવ
તેલંગાણાનાં CM કે. ચંદ્રશેખર રાવે પાર્ટીનું નામ જ્યારે તેલંગાણા રાષ્ટ્ર સમિતિથી ભારત રાષ્ટ્ર સમિતિ કર્યું તો સંદેશ આપવામાં આવ્યો કે પાર્ટી રાષ્ટ્રીય ભૂમિકાને જોઈ રહા છે. તે મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ સાથે મળીને ત્રીજા મોરચાનું સમીકરણ બનાવવા લાગ્યાં. તેમને લાગ્યું કે આ સમયે કોંગ્રેસ કમજોર છે તેથી તે એન્ટી-બીજેપીનાં મોર્ચામાં કામ કરી શકે છે. પરંતુ કોંગ્રેસે હિમાચલ અને કર્ણાટકમાં કમબેક કર્યું ત્યારે તેઓ ફરી કોંગ્રેસને કેન્દ્રમાં લઈ આવ્યાં.

નીતીશ કુમાર
બિહારમાં નીતીશ કુમારની પાર્ટી JDU લાલૂની પાર્ટી RJDની સાથે મળીને સરકાર ચલાવી રહી છે. નીતીશ ભાજપ સાથે સંબંધો તોડી ચૂકી છે અને 2024માં પોતાના માટે નવો માર્ગ શોધી રહી છે. હાલમાં પણ તેઓ દેશનાં વિવિધ રાજ્યોનાં પ્રવાસે જઈ વિપક્ષ નેતાઓ સાથે બેઠકો કરી રહ્યાં છે. 2024માં ભાજપને ટક્કર આપી શકે તેવી પાર્ટીમાં કોંગ્રેસની ગણતરી તેમણે ન કરી. તેમને લાગ્યું કે હાલમાં કોંગ્રેસની સ્થિતિ એવી છે નહીં. પરંતુ કર્ણાટકની જીતે અનેક પ્રશ્નોનાં જવાબ આપ્યાં છે.

શરદ પવાર
કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી અનેક રસ્તાઓ ખુલી ગયાં છે. મહારાષ્ટ્રમાં શરદ પવારની પાર્ટી NCP, કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની સાથે મળીને સરકાર ચલાવી ચૂકી છે. હવે નીતીશ અને પાવા બંનેને સંદેશો મળ્યો છે કે ત્રીજા મોરચાની વાત ભૂલીને UPAને મજબૂત કરવાનો સમય આવી ગયો છે. જો ત્રીજા મોરચાનાં ચક્કરમાં વોટબેંકનું વિભાજન થયું તો ચોક્કસથી તેનો ફાયદો ભાજપને મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ