બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / It is very important to get the RTO done as soon as the car loan installments are over, otherwise there may be huge losses later on.

તમારા કામનું / કાર લોનના હપ્તા પૂરા થાય કે તરત જ RTOનું આ કામ કરાવવું ખૂબ જરૂરી, નહીંતર પાછળથી થઈ શકે છે મોટું નુકસાન

Megha

Last Updated: 11:07 AM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકોને લાગે છે કે કારની લોન ચૂકવી અને NOC લીધા પછી તેમનું કામ સમાપ્ત થઈ ગયું છે પણ એક મહત્વપૂર્ણ કામ બાકી છે જેને કર્યા વિના તમને લોનમાંથી સંપૂર્ણપણે મુક્ત ગણવામાં આવશે નહીં

  • કાર લોનની સંપૂર્ણ ચુકવણી કર્યા પછી ભૂલ્યા વિના કરી લેજો આ કામ 
  • લોન ચૂકવી  NOC લીધા પછી પણ એવી પ્રક્રિયા છે જે ફોલો કરવી પડે છે 
  • જો એ કામ અધૂરું રહી ગયું તો કાર વહેંચતા સમયે મુશ્કેલીનું કારણ બની શકે 

ઘણા લોકો કાર ખરીદવા માટે લોન લે છે અને લોન ચૂકવ્યા પછી અને બેંકમાંથી NOC લીધા પછી વિચારે છે કે તેમનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ એવું નથી. કાર લોનની સંપૂર્ણ ચુકવણી કર્યા પછી અને NOC લીધા પછી પણ એવી પ્રક્રિયા છે જેના વિના તમારા નામમાંથી લોન દૂર કરવામાં આવતી નથી. એવું છેલ્લું કયું કામ છે જેને પૂરું કરવાની જરૂર છે? આવો જાણીએ...

કાર લોન લેતી વખતે બેંકનું નામ RTO રેકોર્ડમાં દાખલ થાય છે. મોટાભાગના લોકોને લાગે છે કે કારની લોન ચૂકવ્યા પછી NOC લીધા પછી તેમનું કામ સમાપ્ત થઈ ગયું છે પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ કામ બાકી છે અને એ કામને કર્યા વિના તમને લોનમાંથી સંપૂર્ણપણે મુક્ત ગણવામાં આવશે નહીં અને પછીથી કાર વહેંચતા સમયે એ કામ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. એ મહત્વનું કામ છે હાઇપોથેકેશન રિમૂવલ એટલે કે કારના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)માંથી બેંકનું નામ દૂર કરવાની પ્રક્રિયા. આ કામ પૂર્ણ કર્યા વિના RTO રેકોર્ડમાં કાર તમારા નામે નોંધવામાં આવશે નહીં.

જણાવી દઈએ કે બેંકમાંથી NOC મેળવ્યા પછી parivahan.gov.in ની વેબસાઇટ પર જઈને તમારું એકાઉન્ટ બનાવવું પડશે અને વાહન સંબંધિત સેવાઓમાં હાઇપોથેકેશન ટર્મિનેશનની વિગતો ભરવી પડશે. હાઈપોથેકેશનની આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ઓનલાઈન ફી જમા કરવાની રહેશે. પછી તેની રસીદની ફોટોકોપી, અસલ આરસી, એનઓસીની નકલ, પીયુસી અને વીમાની નકલ તમારા સંબંધિત આરટીઓને સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે.

આ પછી આરટીઓ કાર માલિકના નામે નવી આરસી બહાર પાડે છે અને તેને સ્પીડ પોસ્ટ દ્વારા નોંધાયેલા સરનામા પર મોકલે છે પરંતુ જો તમે આ કામ પૂર્ણ નહીં કરો તો તમારે કાર વેચતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાઈપોથેકેશનને દૂર કર્યા વિના RC ટ્રાન્સફર કરી શકાશે નહીં જેના કારણે તમે કાર વેચી શકશો નહીં.

એ વાત તો નોંધનીય છે કે બેંક દ્વારા જારી કરાયેલ એનઓસી ત્રણ મહિના માટે માન્ય રહે છે. આ સમય દરમિયાન તમે હાઇપોથેકેશન દૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. જો તમે એનઓસી માન્ય ન થાય ત્યાં સુધી હાઇપોથેકેશન દૂર કર્યું નથી, તો તમારે જરૂર પડ્યે બેંકમાં ફરીથી અરજી કરવી પડશે. આમાં તમારો સમય પણ બરબાદ થશે અને પરેશાનીનો પણ સામનો કરવો પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ