બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / "It is cold but if it is banned in Gujarat now, no arrangement can be made," Bharat Singh clarified after this statement.

સૌ જાણે છે / 'ઠંડી છે પણ હાલ ગુજરાતમાં મનાઇ છે તો વ્યવસ્થા નહી થઇ શકે' ભરતસિંહે આ નિવેદન બાદ કરી સ્પષ્ટતા

Mehul

Last Updated: 09:25 PM, 13 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ આડકતરી રીતે અમારી સરકાર આવે તો દારૂબંધી હટશે તેવો ઇશારો કર્યો, બાદમાં કહ્યું કે, ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો દારૂબંધી હટાવી શકાય

  • ભરતિસંહ સોલંકીએ ઇશારામાં ઘણું કહ્યું 
  • પણ કહ્યા પછી 'ઈશારો'વાળી લેવા યત્ન 
  • 'ગુજરાતમાં હાલ મનાઈ છે' કહ્યું સોલંકીએ 

અમદાવાદમાં યોજાનારી આર.જી પ્રીમિયર લીગના ઉદ્ધાટન સમયે ભરતસિંહ સોલંકીએ આડકતરી રીતે અમારી સરકાર આવે તો દારૂબંધી હટશે તેવો ઇશારો કર્યો હતો, જોકે હવે તેમણે નિવેદન બાદ પોતાનો બચાવ કરતા તેમણે સ્પષ્ટતા કરી છે.

ભરત સિંહે કર્યો હતો ઇશારો 

દારૂબંધી અંગેના નિવેદન બાદ ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટતા કરી છે. ભરતસિંહે કહ્યું કે, ગુજરાતમાં ગેરકાયદે દારૂ વેચાય છે. દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં છૂટથી દારૂ વેચાય છે. લીગલ વેચાતો હોત તો સરકારને ટેક્ષ રૂપી ફાયદો થાત. ભાજપના નેતાઓ અને મળતિયાઓ દારૂના વેચાણથી રૂપિયા કમાય છે. ઈન્દિરાજી કહેતા કે ધનાઢ્ય લોકો દારૂ પીવે તો ચાલે. દારૂબંધી અંગે 7 કરોડ ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નહિ.

ગુજરાતની 'બદી'-બંધીને જાણીએ છીએ -સોલંકી 

ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, ઠંડીમાં જમવાની વ્યવસ્થા તો અમે કરી છે પરંતુ અન્ય વ્યવસ્થા થઇ શકે તેમ નથી. ઠંડી બહું છે પણ ગુજરાતમાં હાલ મનાઇ છે માટે વ્યવસ્થા થઇ શકે નથી. જો કે તેમણે આડકતરો ઇશારો કરતા જણાવ્યું કે, સમય સાથે બદલાવ આવશે તો દારૂબંધીમાં પણ બદલાવ આવી શકે છે. જેના પગલે આડકતરી રીતે કોંગ્રેસ સરકાર આવે તો દારૂબંધી હટી શકે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઇ જાણે છે. ગુજરાતમાં બિનકાયદેસર રીતે જોવે તેટલો દારૂ મળે છે. 

ભરતસિંહે કહ્યું કે, જો દારૂ કાયદેસર રીતે વેચાતો હોત તો સરકારને ટેક્ષની પણ આવક થાત. જો કે હાલ તો ભાજપના મળતીયાઓ જ દારૂ વેચીને આર્થિક લાભ મેળવી રહ્યા છે. ભરતસિંહે કહ્યું કે, ઈન્દિરાજી કહેતા કે ધનાઢય લોકો દારૂ પીવે તો ચાલે પણ સામાન્ય માણસ દારૂ ન પી શકે. જો કે ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો દારૂબંધી હટાવી શકાય તેમ છે. દારૂબંધી અંગે 7 કરોડ ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નથી. પણ દારૂબંધી વચ્ચે દારૂ વેચાય છે તે સૌ કોઇ જાણે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ