બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Issue of underage car driving in New Ranip, Ahmedabad

વગદાર / 'તમે મારો વીડિયો શું કામ ઉતારો છો, બંધ કરો..'ન્યૂ રાણીપમાં સગીરે દોડવી કાર, પરિવારે ફરિયાદીને ધમકાવ્યો, પોલીસ ચૂપ

Kishor

Last Updated: 07:02 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ન્યૂ રાણીપમાં સગીર કાર ચલાવતો હોવાનો વીડિયો સામે આવ્યા બાદ વીડિયો વાયરલ કરનારને ધમકી મળી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

  • અમદાવાદના ન્યૂ રાણીપમાં સગીરના કાર ચલાવવાનો મુદ્દો 
  • સગીરનો કાર ચલાવતો વીડિયો બનાવનાર વ્યક્તિને અપાઈ ધમકી 
  • સગીરના પરિવાર દ્વારા વ્યક્તિને અપાઈ ધમકી 
  • વીડિયો વાયરલ થયા બાદ પોલીસે શરૂ કરી તપાસ 

આજકાલના માતા-પિતા પોતાના બાળકોને 18 વર્ષ પહેલા કાર અને ટુ વ્હિલર લાયસન્સ વગર પકડાવી દેતા હોવાથી અમુક કિસ્સાઓમાં ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદના ન્યુ રાણીપમાં એક સગીર કાર ચલાવતો હોવાનો વિવાદ સામે આવ્યો છે. અમદાવાદના ન્યુ રાણીપમાં એક સગીર કાર ચલાવતો હતો. જેનો એક નાગરિક દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો હતો. જે વાયરલ થયા બાદમાં આ અંગેની સગીરના પરિવારને જાણ થતાં તેઓ હવે આ વીડિયો ઉતારના વ્યક્તિને ધમકી આપી રહ્યાં છે. હાલ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

પોલીસ વીડિયોને લઈને એક્શન નથી લેતી: જાગૃત નાગરિક 
 

બીજી તરફ આ સમગ્ર ઘટનાની જાણ અમદાવાદ પોલીસને થતાં વાયરલ વીડિયો અંગે તપાસ શરૂ કરી છે. વીડિયો બનાવનાર વ્યક્તિએ અકસ્માત ન થાય તે માટે પોલીસને રજૂઆત કરી હતી. પણ વીડિયો બનાવનાર વ્યક્તિનું કહેવુ છે કે પોલીસ વીડિયોને લઈને કોઈ પણ એક્શન લેવા તૈયાર નથી. વીડિયો બનાવનાર વ્યક્તિએ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસ  આ વીડિયો મામલે કોઈ એક્શન લેતી નથી. ઉલટાનું તેઓ મને બીજા કેસમાં ફસાવી દેવાની વાત કરે છે. એક તરફ એક સામાન્ય નાગરિક કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પાસે મદદ માંગે છે અને બીજી તરફ પોલીસ મદદ કરવાના બદલે અન્ય કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે.

પોલીસ મને બીજા કેસમાં ફસાવવાની વાત કરે છે

ત્યારે હવે આ કેસમાં જોવુ તો એ રહ્યું કે સગીર દ્વારા કાર ચલાવવામાં આવી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ? કારણ કે અત્યારે તો પોલીસની કામગીરી સામે જનતા રોષે ભરાઈ છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહી છે. નોંધનિય છે કે આપણા દેશમાં 18 વર્ષની ઉંમર પછી લાયસન્સ આપવામાં આવે છે.. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ 18 વર્ષની થાય તે પછી તે લાયસન્સ માટેની પ્રક્રિયા કરી શકે છે અને લાયસન્સ મેળવી શકે છે. 18 વર્ષ પછી જો તમે કોઈ પણ વ્હિકલ ચલાવતા હોય તો લાયસન્સ મેળવવું જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ