બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / isro to put lander vikram rover pragyan to sleep final leg of moon mission

ચંદ્રયાન પર અપડેટ / 6 દિવસ બાદ ચંદ્ર પર બનનારી ઘટના અત્યારથી જાણજો, લેન્ડર-રોવર સાથે થશે આવું

Hiralal

Last Updated: 03:17 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસરો ચીફ એસ.સોમનાથે ચંદ્રયાન-3ને લઈને એક મોટું અપડેટ જાહેર કરતાં કહ્યું કે અમે લેન્ડર અને રોવરને નિષ્ક્રીય કરવાની તૈયારી કરી રહ્યાં છે કારણ કે ચંદ્ર પર ટૂંક સમયમાં રાત પડવાની છે.

  • આગામી 5-6 દિવસમાં ચંદ્ર પર રાત પડશે
  • રાતની સ્થિતિમાં લેન્ડર અને રોવર કામ નહીં કરી શકે
  • હાલમાં રોવર લેન્ડરથી 100 મીટરથી દૂર 

ચંદ્ર પર ફૂલ સ્પીડમાં કામ કરી રહેલા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને લઈને ઈસરોએ એક મોટું અપડેટ જાહેર કર્યું છે. ઈસરો ચીફે કહ્યું કે રોવરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક 100 મીટરનું અંતર કાપ્યું છે. તેમણે કહ્યું કે રોવરની આ સિદ્ધિ એવા સમયે આવી છે જ્યારે ઈસરોએ હવે ઓછા સૂર્યપ્રકાશને કારણે વિક્રમ અને રોવરને સ્લીપ મોડમાં (ચંદ્ર પર 14 દિવસની રાત આવશે) મૂકવાની તૈયારી કરી રહ્યું છે. 

વિક્રમ અને રોવર કેમ મૂકાશે સ્લીપ મોડમાં
હકીકતમાં ચંદ્ર પર ટૂંક સમયમાં 14 દિવસની રાત પડશે અને આવી સ્થિતિમાં સૂર્યપ્રકાશ ન મળવાને કારણે લેન્ડર અને રોવર કામ નહીં કરી શકે અને આ રીતે 14 દિવસ સુધી એક્ટિવ નહીં રહે. 

શું બોલ્યાં ઈસરો ચીફ 
ઈસરોના વડા એસ સોમનાથે શનિવારે કહ્યું હતું કે ચંદ્ર પર ચંદ્રયાન -3 નું રોવર અને લેન્ડર યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે, તેઓ બન્ને સારી હાલતમાં છે. થોડા સમયમાં ચંદ્ર પર રાત પડવાની છે તેથી તે બન્ને નિષ્ક્રિય થઈ જશે. સોમનાથે કહ્યું કે લેન્ડર 'વિક્રમ' અને રોવર 'પ્રજ્ઞાન' હજી પણ કામ કરી રહ્યું છે અને "અમારી ટીમ હવે વૈજ્ઞાનિક ઉપકરણો સાથે ઘણું કામ કરી રહી છે. તેમણે કહ્યું કે સારા સમાચાર એ છે કે રોવર લેન્ડરથી ઓછામાં ઓછા 100 મીટર દૂર છે અને અમે તેમને એક કે બે દિવસમાં નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છીએ કારણ કે તે ત્યાં રાત થવાની છે. 

રોવરે ખાડાથી બચવા માટે રસ્તો બદલ્યો 
રોવરે તેની સામેના ખાડાથી બચવા માટે તેણે રસ્તો પણ બદલી નાખ્યો હતો. તે નેવિગેશન કેમેરા (નવકેમ) સાથે તસવીરો લઈ રહ્યો છે. આ કેમેરાને લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS) દ્વારા બનાવવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ