બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ISRO scientists were happy to hear PM Modi's announcement

નિવેદન / PM મોદીનું આ એલાન સાંભળીને ખુશ થઈ ગયા ISROના વૈજ્ઞાનિક, તાળીઓના ગડગડાટથી ગુંજ્યો હૉલ

Priyakant

Last Updated: 11:28 AM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In ISRO News: PM મોદીએ જેવા વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા અને એવી જાહેરાત કરી કે તરત જ આખો હોલ ઉત્સાહથી ભરાઈ ગયો અને હોલમાં હાજર વૈજ્ઞાનિકો લાંબા સમય સુધી તાળીઓ પાડતા રહ્યા

  • વિદેશયાત્રાથી વહેલી સવારે બેંગલુરુ પહોંચ્યાં PM મોદી 
  • PM મોદીની જાહેરાત વચ્ચે વૈજ્ઞાનિકોના ચહેરા પર જોવા મળી અનોખી ખુશી 
  • દર વર્ષે 23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવવાની જાહેરાત

બ્રિક્સ અને ગ્રીસનો પ્રવાસ પૂરો કરીને વહેલી સવારે બેંગલુરુ પહોંચેલા PM મોદીએ થોડીક સેકન્ડો પહેલા એવી જાહેરાત કરી હતી, જેનાથી દરેક વૈજ્ઞાનિકના ચહેરા પર રોનક આવી ગઈ હતી. વાત જાણે એમ છે કે, ચંદ્રયાન-3ની સફળતાને નામ આપવાની આ જાહેરાત હતી. PM મોદીએ જેવા વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા અને દર વર્ષે 23 ઓગસ્ટને ' નેશનલ સ્પેસ ડે ' તરીકે ઉજવવાની જાહેરાત કરી કે તરત જ આખો હોલ ઉત્સાહથી ભરાઈ ગયો. મોદીએ કહ્યું કે, ભારતે આ દિવસે ચંદ્ર પર તિરંગો ફરકાવ્યો હતો, તેથી આ દિવસને હવે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

વૈજ્ઞાનિકોના ચહેરા પર આનંદ અને વધુ બે નામકરણ 
PM મોદીએ આ દરમિયાન વધુ બે નામકરણ પણ કર્યું. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે જ્યાં અંગદની જેમ પગ મૂક્યો છે, તે જગ્યાનું નામ ' શિવ શક્તિ ' પોઇન્ટ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે, સ્પર્શના બિંદુઓને નામ આપવાની વૈજ્ઞાનિક પરંપરા છે. આવી સ્થિતિમાં શિવ શક્તિથી સારું બીજું કોઈ નામ ન હોઈ શકે, કારણ કે તે હિમાલયથી લઈને કન્યાકુમારી સુધી ભારતની એકતાનો અહેસાસ કરાવે છે. આ સાથે ચાર વર્ષ પહેલા ચંદ્રયાન-2ના મિશન દરમિયાન ચંદ્રની સપાટીને ચુંબન કરનાર તેના લેન્ડર વિક્રમના સ્પર્શ બિંદુને પણ તિરંગો નામ આપવામાં આવ્યું હતું. 

Photo: PMO INDIA 

23 ઓગસ્ટ એટલે  'નેશનલ સ્પેસ ડે' 
PM મોદીએ કહ્યું, જ્યારે ભારતે 23 ઓગસ્ટે ચંદ્ર પર તિરંગો લહેરાવ્યો હતો, ત્યારે ભારત હવે તે દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ ( નેશનલ સ્પેસ ડે ) તરીકે ઉજવશે. આ દિવસ દેશવાસીઓને આગળ વધવાની પ્રેરણા આપતો રહેશે. જ્યારે PM મોદીએ નેશનલ સ્પેસ ડેની જાહેરાત કરી ત્યારે ઈસરોના હોલમાં હાજર વૈજ્ઞાનિકો લાંબા સમય સુધી તાળીઓ પાડતા રહ્યા.

Photo: PMO INDIA 

ચંદ્રયાન-3 ટચપોઇન્ટનું નામ શિવ શક્તિ
આ સિવાય PM મોદીએ પોતાના ભાષણમાં વધુ બે મોટી જાહેરાતો કરી. તેમણે તે બિંદુને નામ આપ્યું જ્યાં ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતર્યું.  તેમણે કહ્યું કે ચંદ્રના જે ભાગ પર આપણું ચંદ્રયાન ઉતર્યું છે, ભારતે તે જગ્યાનું નામ પણ નક્કી કર્યું છે. ચંદ્રયાન-3નું મૂન લેન્ડર જે સ્થાન પર ઉતર્યું હતું, હવે તે બિંદુ 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે.

Photo: PMO INDIA 

ચંદ્રયાન-2ના પગના નિશાનનું નામ તિરંગા 
ચાર વર્ષ પહેલા ચંદ્ર પર તે સ્થાન જ્યાં ચંદ્રયાન-2 ઉતરવાનું હતું, એટલે કે જ્યાં તેના પગના નિશાન છે તેમણે તે બિંદુને પણ નામ આપ્યું. PM મોદીએ કહ્યું કે, ચંદ્ર પર જે બિંદુએ ચંદ્રયાન-2એ તેના પગના નિશાન છોડ્યા હતા તેને હવે 'તિરંગો' કહેવામાં આવશે. આ તિરંગા બિંદુ ભારતના દરેક પ્રયાસ માટે પ્રેરણા બનશે, આ તિરંગો બિંદુ આપણને શીખવશે કે કોઈપણ નિષ્ફળતા અંતિમ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ