બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ISRO Report A looming crisis for Gujarat's coastal villages

સ્ટડી રિપોર્ટ / ગુજરાતમાં જોશીમઠ જેવું સંકટ! ISROએ અમદાવાદ સહિત આ વિસ્તારોમાં આપી ચેતવણી, કારણો પણ જણાવ્યા

Dinesh

Last Updated: 07:26 AM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જોશીમઠ સંકટ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લઇ ઇસરોની એક સ્ટડીમાં આવી ચોંકાવનારી વિગતો, અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તાર દર વર્ષે કેટલાક સેન્ટીમીટર ધસી રહ્યાં છે

  • ઇસરોની એક સ્ટડીમાં સામે આવી ચોંકાવનારી વિગતો
  • ગુજરાતના દરિયાકાંઠાના ગામો પર તોળાતું સંકટ
  • દર વર્ષે 12થી 25 મિલિમીટર અમદાવાદ ધસી રહ્યું છે

જોશીમઠ સંકટ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લઇને ચેતવણી જનક રિપોર્ટ સામે આવ્યો છે. ઇસરોની એક સ્ટડીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તાર દર વર્ષે કેટલાક સેન્ટીમીટર ધસી રહ્યાં છે. ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં ગુજરાતનો 1052 કિમી લાંબો દરિયાકાંઠો યથાવત છે અને 110 કિમીનો દરિયાકાંઠો કપાઇ રહ્યો છે તેમજ 49 કિલોમીટરના તટ પર સૌથી વધુ ઝડપી કાપ આવી રહ્યો છે.

દરિયાકાંઠાના ગામો પર તોળાતું સંકટ
ISRO સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વૈજ્ઞાનિક રતિશ રામક્રિષ્નન અને તેમના સાથીઓએ દ્વારા આ સંશોધન રિપોર્ટ બહાર પાડ્યું છે. જેનું નામ 'Shoreline Change Atlas of the Indian Coast- Gujarat- Diu & Daman' છે. જેમાં બતાવ્યું છ કે, ગુજરાતનો 1052 કિલોમીટર લાંબો દરિયાકિનારો સ્થિર હોવાનું જણાવ્યું છે. 110 કિલોમીટરનો દરિયાકિનારો કટ થઈ રહ્યો છે. તેમજ 49 કિલોમીટરના દરિયાકાંઠે આ વધુ ઝડપથી વિસ્તરી રહ્યું છે. 
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સમુદ્રનું વધતું સ્તર અને જળવાયુ પરિવર્તન થવાના મુખ્ય કારણો છે. કાંપના કારણે ગુજરાતમાં 208 હેક્ટર જમીનમાં વધારો થયો છે. પરંતુ દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે 313 હેક્ટર જમીન ગુમાવી છે.

દરિયા કિનારાની ફાઈલ તસવીર

દરિયાના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે
વધુ એક રિપોર્ટ સામે આવ્યો છે, જે કૃણાલ પટેલ અને તેમના સાથીઓએ કર્યો છે. જેમાં ગુજરાતના 42 વર્ષના ભૌગોલિક ઈતિહાસનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લામાં સૌથી વધુ દરિયાઈ ધોવાણ થયું છે, જ્યાં 45.9 ટકા જમીનનું ધોવાણ થયું છે. પટેલ અને તેમના સાથીઓએ ગુજરાતને ચાર રિસ્ક ઝોનમાં વિભાજિત કર્યું હતું. દરિયાકાંઠાનો 785 કિમી વિસ્તાર ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રમાં અને 934 કિમી વિસ્તાર મધ્યમથી ઓછા જોખમની શ્રેણીમાં છે. આ વિસ્તારો જોખમના ક્ષેત્રમાં છે કારણ કે અહીં દરિયાના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે

દરિયા કિનારાના ઘરોની ફાઈલ તસવીર

10 જિલ્લામાં ધોવાણ થઈ રહ્યું છે
સંશોધન મુજબ ગુજરાતના 16 દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 10 જિલ્લામાં ધોવાણ થઈ રહ્યું છે. મોટાભાગે કચ્છમાં ત્યારબાદ જામનગર, ભરૂચ અને વલસાડમાં વધુ ધોવાણ વધુ થઈ રહ્યો છે. તેનું કારણ છે કે ખંભાતના અખાતની દરિયાઈ સપાટીના તાપમાનમાં 1.50 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 ડિગ્રી અને કચ્છના અખાતમાં 0.75 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો વધ્યો છે. તાપમાનમાં આટલો વધારો છેલ્લા 160 વર્ષમાં થયો છે. 

અમદાવાદની જમીન ધસી રહી છે!
1969માં અમદાવાદ જિલ્લાના માંડવીપુરા ગામના 8000 ગ્રામજનો અને ભાવનગર જિલ્લાના ગુંદાળા ગામના 800 લોકોને વિસ્થાપિત થવું પડ્યું હતું. કારણ કે તેની ખેતીની જમીન અને ગામનો ભાગ દરિયામાં ડૂબી ગયો હતો. સામાજિક કાર્યકર પ્રદ્યુમનસિંહ ચુડાસમા કહ્યું મીડિયાને જણાવ્યું કે અમદાવાદ અને ભાવનગરની જેમ ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે આવેલા ગામો પણ જોખમમાં છે. બાવળ્યારી, રાજપુર, રહતલાવ, મિંગલપુર, ખુન, ઝાંખી, કામા તળાવ અને નવાગામ છે. ચોમાસામાં પૂર આવે ત્યારે દરિયાઈ હાઈટાઈડના સમયે આ તમામ ગામો ખાલી થઈ જાય છે. 

લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવવી જોઈએ
દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાક ગામો ખતરા હેઠળ છે. ઉમરગામ તાલુકાના 15 હજાર જેટલા લોકોના જીવન અને વ્યવસાય જોખમમાં છે, કારણ કે દરિયાનું પાણી તેમના ઘરમાં પ્રવેશે છે. ઉમરગામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સચિન માછીનું માનવું છે કે દમણ તંત્ર જે રીતે 7 થી 10 કિલોમીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવી છે. તેવી જ રીતે ગુજરાત સરકારે 22 કિલોમીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવવી જોઈએ. 

દર વર્ષે 12થી 25 મિલિમીટર અમદાવાદ  ધસી રહ્યું છે
દરિયાની સપાટી વધવાને કારણે આ તમામ ગામો ડૂબી જવાના જોખમમાં છે. જ્યારે અમદાવાદમાં પતન થયું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના વૈજ્ઞાનિક રાકેશ ધુમકાના અભ્યાસ મુજબ અમદાવાદ દર વર્ષે 12 થી 25 મીમી એટલે કે 1.25 થી 2.5 સેમી જેટલું ડૂબી રહ્યું છે. કારણ છે ભૂગર્ભ જળનો ઝડપી નિષ્કર્ષણ. ભૂગર્ભ જળના નિષ્કર્ષણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. લોકોએ પીવાના પાણીની અલગ વ્યવસ્થા કરવી જોઈએ. તેમને જણાવી દઈએ કે દર વર્ષે 12થી 25 મિલિમીટર અમદાવાદ  ધસી રહ્યું છે. જમીન ધસવાનું મુખ્યકારણ જમીનમાંથી કાઢવામાં આવતું પાણી છે અને બોર પર પ્રતિબંધ લગાવવાની પણ ભલામણ કરાઇ છે. પીવાના પાણીની વ્યવસ્થા અલગથી કરવાની સલાહ અપાઇ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ