બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / isro news know how isro engineers save chandrayaan 3 pragyan rover from moon crater

મહેનત રંગ લાવી / '...તો કદાચ ચંદ્રયાન 3 ફેલ થઇ ગયું હોત', ISROએ કંઇ એમ જ મિશન પાર નથી પાડ્યું

Kishor

Last Updated: 04:15 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇસરોના એન્જિનિયરોએ ચંદ્રયાન 3 રોવરને ચંદ્રના ખાડામાંથી બચાવ્યા ન હોત તો કદાચ આ મિશનમાં સફળતા મેળવવી મુશ્કેલ બની હોત ! જાણો સમગ્ર મામલો આ અહેવાલમાં.

  • ચંદ્રયાન-3ની સફળતા બાદ વિશ્વમાં ઈસરોના વૈજ્ઞાનિકોના વખાણ
  • ISROએ આ રીતે બચાવ્યું મિશન 
  • ...તો કદાચ ચંદ્રયાન 3 ફેલ થઇ ગયું હોત', 

ભારતે ચંદ્રયાન-3ને ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક ઉતારી ઇતિહાસ રચી દીધો છે. વિક્રમ લેન્ડરમાંથી હવે પ્રજ્ઞાન રોવર પણ બહાર આવી હવે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સંશોધન કરી રહ્યું છે. પ્રજ્ઞાન દરરોજ ચંદ્ર અંગે વિવિધ રહસ્યો પરથી પડદો ઉઠાવી રહ્યું છે. ચંદ્રયાન-3ને ચંદ્રની ધરતી પર ઉતરવામાં જો થોડીક પણ ભૂલ થઇ જાત તો પ્રજ્ઞાન રોવર ક્યારેય બહાર આવી શકત જ નહીં અને ત્યાં જ બંધ પડ્યું રહેવાની સંભાવના હતી. આ મુશ્કેલ મિશનમાં વિજ્ઞાનિકોએ કમાલ કરી અને ચંદ્રયાન 3ને સરળતાથી ચંદ્રની ધરતી પર ઉતારી દીધું હતું. જેને લઈને આજે વિશ્વ આખું વિજ્ઞાનિકોના મુક્ત મને વખાણ કરે છે, 

ઇસરોના એન્જીનિયરોને સલામ છે

ચંદ્રની ધરતી પર નિષ્ફળ રહેલા ચંદ્રયાન 2નો કાટમાળ શોધનારા શાનમુગા સુબ્રમણ્યમે જણાવ્યું કે ચંદ્રયાન 3નું લેન્ડિંગ ખુબ જ સટિક થયું છે. ચંદ્રયાન 3ને નક્કી કરાયેલા અને વાસ્તવિક લેન્ડિંગ સાઇટમાં અંતર માત્ર 358 મીટરનું જ હતું. ઇસરોના એન્જીનિયરોને સલામ છે જેઓએ ચાંદની ધરતી પર તમામ અડચણો બાદ પણ ચંદ્રયાન 3ની સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવી છે. ભવિષ્યમાં થનારા મિશન માટે આ સિદ્ધિ દાખલારૂપ બની રહેશે.

 સોલાર પેનલ કામ કરત નહીં. 

શાનમુગા સુબ્રમણ્યમે જણાવ્યું કે ચંદ્રયાન 3ની આ સટીક લેન્ડિંગ એટલા માટે જરૂરી હતું કારણ કે જો લેન્ડિંગ સાઇટને 1 અથવા 2 કિમી સુધી મિસ કરી હોત તો વિક્રમ લેન્ડર ચંદ્રના એક મોટા ખાડામાં પડી જાત જ્યાં હંમેશા અંધારું જ રહે છે. એવામાં ગમે તેવા પ્રયાસ કરવા છતાં ઇસરોના વિજ્ઞાનિકો ક્યારેય પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક કરી શકતાં ન હોત અને સંપૂર્ણ મિશન ફેઇલ થઈ જાત. કારણ કે અંધારામાં સૂર્યની રોશની પ્રજ્ઞાન રોવર પર પડત નહીં અને તેની સોલાર પેનલ કામ કરત નહીં. 

ચંદ્રની ઉપર અને નીચે તાપમાનમાં ખુબ જ મોટો

ઉર્જા વગર પ્રજ્ઞાન ધરતી પર ઇસરો સાથે સંપર્ક તૂટી જાત. ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રૂવની નજીક જે જગ્યાએ ઉતર્યું છે તેને વડાપ્રધાન મોદીએ શિવ-શક્તિ નામ આપ્યું છે. આ વિસ્તારમાં ચંદ્રયાન 3 યોગ્ય રીતે લેન્ડ થાય તે માટે વિજ્ઞાનિકોએ ઇસરોના શોધ કેન્દ્રમાં એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો હતો જેથી તેની સોફ્ટ લેન્ડિંગ અંગે માહિતી મેળવી શકાય. આ દરમિયાન અનેક વખત વિજ્ઞાનિકોને સફળતા મળી હતી. ચંદ્રના આ વિસ્તારમાં હવે પ્રજ્ઞાને ખોદકામ પણ શરૂ કરી દીધું છે. જેમાં ચંદ્રની ઉપર અને નીચે તાપમાનમાં ખુબ જ મોટો તફાવત જોવા મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ