બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ISRO gave the biggest update on Chandrayaan 3, part of the spacecraft re-entered the Earth's atmosphere

Chandrayaan 3 / ચંદ્રયાન 3ને લઇ ISROએ આપી સૌથી મોટી અપડેટ, યાનનો એક ભાગ પૃથ્વીના વાયુમંડળમાં પરત ફર્યો

Megha

Last Updated: 03:08 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ભાગમાં લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો હતો એવામાં હવે ઈસરોએ આ પ્રોગ્રામને લઈને વધુ એક મોટું અપડેટ શેર કર્યું છે.

  • ભારતે ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ભાગમાં લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો
  • ઈસરોએ આ પ્રોગ્રામને લઈને વધુ એક મોટું અપડેટ શેર કર્યું
  • ચંદ્રયાન-3નો એક હિસ્સો પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યો

આ વર્ષે 23 ઓગસ્ટે ભારતે ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ભાગમાં લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર ઘણી બાબતો પર સંશોધન કર્યું હતું. હવે ઈસરોએ આ પ્રોગ્રામને લઈને વધુ એક મોટું અપડેટ શેર કર્યું છે. ચંદ્રયાન-3નો એક હિસ્સો પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યો છે. 

તો કદાચ ચંદ્રયાન 3 ફેલ થઇ ગયું હોત', ISROએ કંઇ એમ જ મિશન પાર નથી પાડ્યું |  isro news know how isro engineers save chandrayaan 3 pragyan rover from  moon crater

ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટનો ભાગ પાછો ફર્યો
ISROએ જણાવ્યું છે કે ચંદ્રયાન-3 અવકાશયાનને નિર્ધારિત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકનાર LVM3 M4 પ્રક્ષેપણ વાહનનો 'ક્રાયોજેનિક' ઉપલા ભાગ બુધવારે પૃથ્વીના વાતાવરણમાં અનિયંત્રિત રીતે ફરી પ્રવેશ્યો છે. ઈસરોએ માહિતી આપી છે કે ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટનો ભાગ હતો તે રોકેટનો હિસ્સો પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યું છે. 

નોંધનીય છે કે 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવી હતી.ચંદ્રયાન-3ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેનું સફળ ઉતરાણ પૂર્ણ કર્યું અને ઇતિહાસ લખ્યો. અમેરિકા, સોવિયેત યુનિયન અને ચીન પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત ચોથો દેશ ચંદ્રના દક્ષિણ છેડે ઉતરનાર પ્રથમ દેશ બન્યો છે.

ચંદ્રયાન 3 બાદ હવે ચંદ્રયાન 4 : જાપાનની સાથે મળીને મિશન શરૂ કરશે ભારત? જાણો  ક્યારે થશે લોન્ચ | After Chandrayaan 3, now Chandrayaan 4: Will India start  the mission with Japan? Know ...

ભારત ઉપરથી પસાર થયું નથી
ISRO દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ચંદ્રયાન-3ના આ ભાગનો અંતિમ 'ગ્રાઉન્ડ ટ્રેક' ભારતની ઉપરથી પસાર થયો નથી. તેની સંભવિત અસર બિંદુ ઉત્તર પેસિફિક મહાસાગર ઉપર હોવાનો અંદાજ છે. જણાવી દઈએ કે રોકેટ બોડી તેના પ્રક્ષેપણના 124 દિવસની અંદર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યું. 

વિક્રમ અને પ્રજ્ઞાન અત્યારે ક્યાં છે?
લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાને સફળતાપૂર્વક તેમનું મિશન પૂર્ણ કર્યું અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઘણા સંશોધનો કર્યા. કામ પૂરું થયા પછી અને ચંદ્ર અંધારું થઈ ગયા પછી ઈસરોએ બંને સાધનોને સ્લીપ મોડમાં મૂક્યા હતા. જો કે, વિક્રમ લેન્ડરનું રીસીવર ચાલુ રાખવામાં આવ્યું હતું જેથી પૃથ્વી સાથેનો સંપર્ક પુનઃસ્થાપિત કરી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ