બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ISRO Chief gives big update on Chandrayaan 3 mission regarding Pragyan rover

Chandrayaan 3 / 'પ્રજ્ઞાન રોવર સાથે જોડાયેલી ઉમ્મીદ હજુ બાકી છે' : ઈસરો ચીફે ચંદ્રયાન 3 મિશન પર આપી મોટી અપડેટ

Kishor

Last Updated: 11:47 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3 મીશનનો મહત્વપૂર્ણ ભાગ એવા પ્રજ્ઞાન રોવરને લઇ ISRO ચીફ સોમનાથનું નિવેદન સામે આવ્યું છે.

  • પ્રજ્ઞાન રોવરને લઇને ISRO ચીફ સોમનાથનું નિવેદન
  • હજુ પણ અપેક્ષાઓ હોવાનું કહ્યું
  • પ્રજ્ઞાન રોવરનો સંપર્ક કરવાના ઈસરોના પ્રયાસો અંગે કહ્યું કે

ભારતનું મિશન - ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ થયા બાદ ISRO દ્વારા રેગ્યુલર ચંદ્રયાન-3 સંબંધિત માહિતી આપવામાં આવી રહી છે. ત્યારે હવે ચંદ્રયાન-3 સફળતાના નવા આયામો સર્જી રહ્યું છે. ISRO ચીફ સોમનાથે પ્રજ્ઞાન રોવર વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે, મીશનનો મહત્વપૂર્ણ ભાગ એવા પ્રજ્ઞાન રોવરને લઇ હજુ પણ અપેક્ષાઓ હોવાનું તેઓએ કહ્યું છે.

Image

પોતાની જાતે જ જાગશે : ઈસરોના અધ્યક્ષ

ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું હતું કે ચંદ્રયાન-3નું રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર સૂઈ ગયું છે. જોકે હજુ તે ઊંઘમાંથી જાગી શકે છે. આ  શક્યતાને નકારી કઢાઈ નહિ! ઈસરોના વડા સોમનાથ એક ન્યૂઝ કોન્ક્લેવમાં કહ્યું કે ઈસરોના વડાએ કહ્યું કે મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ તમામ જરૂરી ડેટા એકત્ર કરી લીધા છે. પ્રજ્ઞાન રોવરનો સંપર્ક કરવાના ઈસરોના પ્રયાસો અંગે, એસ સોમનાથે કહ્યું, તે ચંદ્રની સપાટી પર સૂઈ રહ્યુ છે જે પોતાની જાતે જ જાગશે.

200 ડિગ્રી સેલ્સિયસ પર પરીક્ષણ કરવામાં આવ્યું
 ઈસરોના વડાએ વધુમાં જણાવ્યું કે, ફરી જાગવાની આશાનું કારણ વર્ણાવતા સોમનાથે કહ્યું કે મિશનના વિવિધ ઘટકોમાં પ્રજ્ઞાન રોવર સાથે લેન્ડરનો સમાવેશ થાય છે. જે વિશાળ માળખું હોવાથી પૂરું પરીક્ષણ થઈ શક્યું ન હતું. જ્યારે રોવરનું માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસ પર પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે ઓછા તાપમાને પણ સક્રિય રહે છે, તેના કાર્યો કામ કરી રહ્યા હોવાનું જણાયું હતું. જોકે રોવર પણ રેડિયેશનના સંપર્કમાં આવ્યા બાદ કારણોને લીધે પ્રજ્ઞાનને રિકવરીમાં સમસ્યા આવી હોય! 

વૈજ્ઞાનિકો તેનો સંપર્ક કરવાના પ્રયત્નોમાં
વધુમાં પ્રજ્ઞાનનો ભલે ફરી સંપર્ક ન થયો છતાં, ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય સાકાર થઈ ચૂક્યો છે. વૈજ્ઞાનિકો ચંદ્ર મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણો ડેટા સેન્ટરોમાં સ્ટોર થયો છે. મહત્વનું છે કે રોવરને 2 સપ્ટેમ્બરે ચંદ્ર પર સૂર્યાસ્ત પહેલા લોન્ચ કરાયું અને બે દિવસ પછી, 4 સપ્ટેમ્બરે, લેન્ડરને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યું હતું. જોકે હાલમાં, ચંદ્રની સપાટી પર હાજર રોવર તરફથી કોઈ સંકેતો નથી. ચંદ્રયાન-3 મિશન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો તેનો સંપર્ક કરવાના પ્રયત્નોમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ