બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / israel resumes war against hamas in gaza after 7 days of ceasefire and release of hostages
Last Updated: 04:37 PM, 1 December 2023
ADVERTISEMENT
શુક્રવારે ઈઝરાયલ અને હમાસ વચ્ચેનુ અસ્થાયી યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી બેન્જામિન નેતન્યાહૂએ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે આ યુદ્ધવિરામ વધારવા બાબતે કોઈ સમજૂતી કરવામાં આવી નથી. યુદ્ધવિરામ પૂર્ણ થયા થયાના થોડા કલાક પહેલા ઈઝરાયલે જણાવ્યું હતું કે, ગાઝાથી છોડવામાં આવેલ રોકેટને રોકી દેવામાં આવ્યું છે. 24 નવેમ્બરના રોજ સાત દિવસના યુદ્ધવિરામની શરૂઆત થઈ હતી. ગાઝામાંથી ઈઝરાયલના 105 બંધક અને ઈઝરાયલથી 240 પેલેસ્ટાઈનના કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું કે, ‘હમાસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ઈઝરાયલના ક્ષેત્રમાં ગોળીબાર કર્યો. IDFએ ગાઝામાં હમાસ આતંકવાદી સંગઠન વિરુદ્ધ લડાઈ શરૂ કરી છે.’ આ સંઘર્ષવિરામ શુક્રવારે સવારે 7 વાગ્યે સમાપ્ત થવાનો હતો. મંગળવારના રોજ આ સંઘર્ષવિરામમાં બે દિવસ વધારવામાં આવ્યા હતો. ઈઝરાયલે જણાવ્યું કે, ગાઝાથી છોડવામાં આવેલ એક રોકેટ ઠાર કરવામાં આવ્યું છે. હમાસ સમૂહે ઉત્તરી ગાઝામાં વિસ્ફોટ અને ગોળીબારની સૂચના આપી હતી.
ADVERTISEMENT
હવાઈ હુમલો
હમાસ સંચાલિત સુરક્ષા મંત્રાલયે ટેલીગ્રામ પર જણાવ્યું હતું કે, દક્ષિણ ગાઝા પટ્ટી પર અનેક હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. ઇજિપ્ત અને કતાર વાર્તાકાર વઘુ બંધકો અને કેદીઓને મુક્ત કરવા માટે હજુ બે દિવસ સંઘર્ષવિરામ કરવા માટે જણાવી રહ્યા છે.
યુદ્ધવિરામના બદલે બંધકોની મુક્તિ
ઈઝરાયલના અધિકારીઓએ જણાવ્યું કે, યુદ્ધવિરામના બદલે હમાસે દરરોજ 10 ઈઝરાયલી નાગરિક (મહિલાઓ અને બાળકો)ને મુક્ત કરવા પડશે. સમજૂતીની શરતો અનુસાર ઈઝરાયલી બંધકોને મુક્ત કરવા માટે 3 ફિલિસ્તીઓને મુક્ત કર્યા. ઈઝરાયલ અને હમાસે સંકેત આપ્યો હતો કે, તેઓ ફરી યુદ્ધ કરવા માટે તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.