બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / Israel Hamas conflict: Palestine appeals to India amid horrific war between Hamas and Israel

BIG NEWS / 'હવે તમે જ કંઈક કરો તો થાય...', યુદ્ધની વચ્ચે પેલેસ્ટાઈને માંગી ભારતની મદદ, કહ્યું ઈઝરાયલ અને પેલેસ્ટાઇન બંનેના મિત્ર

Pravin Joshi

Last Updated: 09:59 AM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અબુ અલ્હાઈજાએ કહ્યું છે કે પેલેસ્ટાઈન નાગરિકોની હત્યાના વિરોધમાં છે અને આ સંકટનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. ભારત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંનેનો મિત્ર છે. તેથી અમે ઈચ્છીએ છીએ કે ભારત આમાં હસ્તક્ષેપ કરે અને વાતચીતમાં અમારી મદદ કરે.

  • ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે  ચાલી રહ્યું છે ભીષણ યુદ્ધ
  • ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અબુ અલહૈજાએ કરી અપીલ
  • ભારત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને માટે મિત્ર દેશ છે 
  • અમે ઈચ્છીએ છીએ કે ભારત વાતચીતમાં અમારી મદદ કરે

ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અબુ અલહૈજાએ કહ્યું છે કે ભારત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને માટે મિત્ર દેશ છે અને તેણે ગાઝા પટ્ટીમાં વર્તમાન સંકટને ઉકેલવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અબુ અલહાઈજાનું આ નિવેદન મહત્વનું બની જાય છે કારણ કે ભારતે હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો છે અને તેની કડક નિંદા કરી છે. હમાસે શનિવારે ઇઝરાયેલના એક શહેર પર રોકેટ છોડ્યા ત્યારથી ઇઝરાયેલી સેના ગાઝા પટ્ટી અને ખાસ કરીને હમાસના સ્થાનો પર બોમ્બમારો કરી રહી છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પશ્ચિમી દેશોએ ઈઝરાયેલનો પક્ષ લીધો છે. મધ્ય પૂર્વના ઘણા દેશોએ કહ્યું છે કે હમાસ અને ઇઝરાયેલ વચ્ચેની વર્તમાન સ્થિતિ ઇઝરાયેલની નીતિઓનું પરિણામ છે. આ સાથે જ ભારતે હમાસની ટીકા કરતા ઈઝરાયેલનો પક્ષ લીધો છે. પીએમ મોદીએ કહ્યું છે કે ભારત તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરે છે. આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે તણાવ દૂર કરવા માટે ભારતે આવવું પડશે આગળ :  સંયુકત રાષ્ટ્ર | India come forward to ease tensions between Israel and  Palestine

આ હુમલો પશ્ચિમ કાંઠે ઇઝરાયેલની નીતિઓની પ્રતિક્રિયા છે: અબુ અલહૈજા

રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની આગેવાની હેઠળની પેલેસ્ટાઈન સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અબુ અલ્હાઈજાએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, જે કંઈ પણ થયું તે પશ્ચિમ કાંઠે ઈઝરાયેલની નીતિઓની પ્રતિક્રિયા છે. આ યુદ્ધ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય જવાબદાર છે. યુનાઈટેડ નેશન્સે પેલેસ્ટાઈનને લઈને 800 ઠરાવો પસાર કર્યા હતા. પરંતુ ઈઝરાયેલે એક પણ ઠરાવ સ્વીકાર્યો ન હતો. જો ઈઝરાયેલ કબજા હેઠળની પેલેસ્ટાઈનની જમીન પરનો પોતાનો અંકુશ ખતમ કરી દેશે તો હુમલાઓ પણ બંધ થઈ જશે.

ઈઝરાઈલ-પેલેસ્ટાઈન યુદ્ધની વચ્ચે ફસાયેલા 27 ભારતીયોનું હવે શું થશે? જાણો કોણ  છે, કેમ ગયા હતા? I 27 Christians from Meghalaya stuck in Jerusalem, says CM  Conrad Sangma

ભારતે હસ્તક્ષેપ કરીને વાટાઘાટોમાં મદદ કરવી જોઈએઃ અબુ અલહૈજા

પેલેસ્ટાઈનના રાજદૂત અબુ અલહૈજાએ વધુમાં કહ્યું કે, પેલેસ્ટાઈન નાગરિકોની હત્યાની વિરુદ્ધ છે અને આ સંકટનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. અમારા રાષ્ટ્રપતિ આ અંગે ઘણા યુરોપિયન દેશોના સંપર્કમાં છે. ભારત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંનેનો મિત્ર છે. આવી સ્થિતિમાં અમે ઈચ્છીએ છીએ કે ભારત આમાં હસ્તક્ષેપ કરે અને વાતચીતમાં અમારી મદદ કરે. ઇઝરાયલ દ્વારા ગાઝાની સંપૂર્ણ ઘેરાબંધી અને આવશ્યક પાયાની સુવિધાઓને કાપી નાખવા અંગે અબુ અલ્હાઇજાએ કહ્યું કે ઇઝરાયલે કહ્યું છે કે તે ગાઝા પ્રાંતને વીજળી અને ખાદ્ય પુરવઠો કાપી નાખશે. આ એક રીતે યુદ્ધનું કૃત્ય છે. બેન્જામિન નેતાન્યાહુની સરકાર ઇઝરાયેલના ઇતિહાસમાં સૌથી આત્યંતિક શાસન છે.  જોકે, હમાસના હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, ઈઝરાયેલ આ યુદ્ધ ઈચ્છતું ન હતું. હમાસે આ યુદ્ધ ખૂબ જ ક્રૂર અને બર્બર રીતે આપણા પર લાદ્યું છે. ઈઝરાયેલે આ યુદ્ધ શરૂ કર્યું નથી. પરંતુ તેનો અંત કરશે. તે સમય હતો જ્યારે યહૂદી લોકો રાજ્યવિહીન હતા અને સંરક્ષણ માટે અસમર્થ હતા. પરંતુ હવે નહીં.

VIDEO: હાથમાં બંદૂકો લઈને એકસાથે ઘરો પર હુમલા, મહિલાઓ-વૃદ્ધોને બનાવી લીધા  બંધક: ઈઝરાયલમાં ઈતિહાસનો સૌથી ભયાનક હુમલો I Israel Palestine war: Palestine  militants ...

ઇઝરાયેલ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરતું નથી: અલહૈજા

આ પહેલા પેલેસ્ટાઈનના રાજદૂતે કહ્યું હતું કે ઈઝરાયેલ એકમાત્ર એવો દેશ છે જે ક્યારેય આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરતું નથી. યુએનએ 800 થી વધુ ઠરાવ પસાર કર્યા, પરંતુ ઇઝરાયેલે એક પણ ઠરાવ સ્વીકાર્યો નહીં. તેમણે કહ્યું, અમે 1993માં એક કરાર કર્યો હતો, અમને આશા હતી કે અમે સ્વતંત્ર થઈશું અને ઈઝરાયેલ સાથે પાડોશી દેશ અને ભાઈ તરીકે રહીશું. પરંતુ આવું થઈ શક્યું નહીં. પેલેસ્ટાઈનને કોઈ અધિકાર આપવામાં આવ્યો ન હતો. અમે ગાઝા અને પશ્ચિમી દેશોમાં છીએ. ભારતમાં 60 લાખ લોકો રહે છે. અમે શાંતિ જોવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમારા બાળકો અન્ય બાળકોની જેમ રમે. તેમની હત્યા ન થવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ