બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Israel demands 100,000 Indian workers from India amid Israel-Hamas war

BIG NEWS / તમારા એક લાખ માણસોને મોકલો...: યુદ્ધની વચ્ચે ભારતથી કેમ આવી મદદ માંગી રહ્યું છે ઈઝરાયલ?

Dinesh

Last Updated: 09:02 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Indian Worker: પેલેસ્ટિનિયન કામદારો વર્ષોથી ઇઝરાયેલમાં બાંધકામ કંપનીઓમાં કામ કરે છે, 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ આ લોકોને કામ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે

  • ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે માંગ કરી માણસોની
  • ઈઝરાયેલની બાંધકામ કંપનીઓએ સરકાર પાસે ભારતીય કામદારોની માંગ કરી
  •  ઇઝરાયેલ પહેલેથી જ પેલેસ્ટિનિયન કામદારોને બદલવા માંગતું હતું


Israel Indian Worker: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ બાદ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઈઝરાયેલે તુરંત જ ભારત પાસેથી 100,000 કામદારોની મોકલવાની માંગણી કરી છે. એક અહેવાલ મુજબ ઈઝરાયેલની બાંધકામ કંપનીઓએ સરકાર પાસે 100,000 ભારતીય કામદારોની પરવાનગી માંગી છે. જેથી કરીને 90 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓને રિપ્લેસ કરી શકાય. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી પેલેસ્ટાઈનની વર્ક પરમિટ રદ કરવામાં આવી છે.

ઈઝરાયેલમાં મોટાભાગનું બાંધકામ અટકી ગયું 
પેલેસ્ટિનિયન કામદારો વર્ષોથી ઇઝરાયેલમાં બાંધકામ કંપનીઓમાં કામ કરે છે. 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ આ લોકોને કામ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે ઈઝરાયેલમાં મોટાભાગનું બાંધકામનું કામ અટકી ગયું છે. પહેલા જે ઈમારતોનું બાંધકામ ચાલતું હતું તે જગ્યાઓ હવે સાવ સુમસામ ભાંસી રહી છે. જે લોકોએ મકાનો ખરીદ્યા છે તેઓ બિલ્ડરો પર કામ ચાલુ કરવાનું દબાણ કરી રહ્યા છે. ઇઝરાયલી બિલ્ડર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 90 હજાર પેલેસ્ટિનિયન મજૂરોમાંથી 10 ટકા ગાઝાના છે અને બાકીના વેસ્ટ બેંકના છે.

We Are At War

બિલ્ડર્સ એસોસિએશનના લોકોનું શું કહેવું ?
ઈઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશન સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે, અમે 50 હજારથી 1 લાખ ભારતીય મજૂરોને લાવવા માટે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલમાં કામ કરી રહેલા ઘણા પેલેસ્ટાઈનીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ સમગ્ર મામલે એક વ્યક્તિએ પોતાની વ્યથા ઠાલવી હતી કે, હું હોટેલમાં ચા પીઉં છું ઘરે જઈને ભોજન કરું છું અને પછી મારા મિત્રો સાથે હોટેલમાં જઈ રોકાઈ જાઉ છું. મારી પાસે હવે કામ નથી. ઇઝરાયેલમાં ચાલતી મોટાભાગની બાંધકામ સાઇટ્સ પર મોટો ભાગના ચીની નાગરિકો છે.
ઇઝરાયેલે ભારતમાંથી કામદારોને બોલાવવાનો એમઓયુ પહેલેથી જ કર્યો હતો. ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેન મે મહિનામાં ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી જે મુજબ 42,000 ભારતીય કામદારો ઈઝરાયેલ જશે. જેમાંથી 34,000 બાંધકામ ક્ષેત્રે કામ કરશે. અત્રે જણાવીએ કે, ઇઝરાયેલનું કન્સ્ટ્રક્શન માર્કેટ ભારતીયો માટે નવું છે. ઇઝરાયેલ પહેલેથી જ પેલેસ્ટિનિયન કામદારોને બદલવા માંગતું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ