બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / israel army female unit killed 100 hamas terrorists and liberate a city

વોર / ઈઝરાયલની 13 છોકરીઓએ બોલાવ્યો હમાસના 100 આતંકીઓનો ખાતમો, છોડાવ્યું મોટું શહેર દુનિયામાં ચર્ચા

Hiralal

Last Updated: 06:18 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમાસ સાથેના યુદ્ધમાં છોકરીઓ પણ પાછળ નથી. 13 છોકરીઓએ હમાસના 100થી વધુ આતંકીઓને ઠેકાણે પાડ્યાં હતા.

  • ઈઝરાયલમાં હમાસ યુદ્ધમાં ઈઝરાયલી છોકરીઓની બહાદુરી
  • 13 મહિલા સૈનિકોએ હમાસના 100થી વધુ આતંકીઓ ઠાર કર્યાં
  • 13 છોકરીઓવાળી ટુકડીની દુનિયામાં ચર્ચા 

ઈઝરાયલમાં હમાસ સાથેના યુદ્ધમાં 4 લાખથી વધુ યુવાનોએ હથિયાર ઉપાડ્યા છે જેમાં ઘણી જવાન છોકરીઓ પણ છે પરંતુ આ બધામાં 13 છોકરીઓવાળી એક ટુકડીની દુનિયામાં ચર્ચા છે. આ 13 છોકરીઓએ હમાસના 100થી વધુ આતંકીઓને ઠેકાણે પાડી દીધા અને એક મોટા શહેરને છોડાવી લીધું. 7 ઓક્ટોબરે હમાસના આતંકીઓએ ઈઝરાયલના કિબુત્ઝ શહેર પર કબજો કરી લીધો હતો અને શહેરને મુક્ત કરાવવા અને હમાસના આતંકીઓને ઠેકાણે પાડવા 13 છોકરીઓ મેદાને પડી હતી. અને જોરદાર લડત આપીને 100થી વધુ આતંકીઓને હણીને શહેર છોડાવી લીધું. 

આ છોકરીઓ ન હોત તો આતંકીઓ યહૂદી વસાહતો સુધી પહોંચી જાત 
લેફ્ટનન્ટ કર્નલ બેન યેહુદાની આગેવાની હેઠળની આ ટુકડીએ હમાસ સામે જોરદાર લડત આપી હતી. હમાસના આતંકવાદીઓ જ્યારે ઇજિપ્ત સાથેની સરહદી ચોકી પર હુમલો કરવાના હતા ત્યારે યુવતીઓએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ચારે બાજુથી રોકેટનો વરસાદ થઈ રહ્યો હતો, પરંતુ આ છોકરીઓએ જોરદાર લડત આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેઓ લડ્યા ન હોત, તો હમાસના આતંકવાદીઓ કેટલીક વધુ મોટી યહૂદી વસાહતોમાં પહોંચી ગયા હોત. હમાસના આતંકવાદીઓ દ્વારા સુફા સૈન્ય મથક પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન એક સૈનિકે એક સંદેશ મોકલીને બેન યેહુદાને ચેતવણી આપી હતી. "અહીં ઘણા બધા આતંકવાદીઓ છે. તેમની પાસે જંગી શસ્ત્રો છે. 

બેન યેહુદાની આગેવાનીવાળી ટૂકડીએ કર્યો હમાસ આતંકીઓનો ખાતમો
બેન યેહુદા યુદ્ધના મેદાનમાં જેટલો મજબૂત છે તેટલી જ સૈનિકોમાં ઉત્સાહ ભરવા માટે પણ નિપૂણ છે. યુદ્ધમાં જતા પહેલા યેહુદાએ કહ્યું કે આપણે મજબૂત છીએ અને તેથી આપણને કોઈ નહીં હરાવી શકે.

બેન યેહુદાની ટીમે માર્યાં 100થી વધુ આતંકીઓ 
બેન યેહુદા અને તેમની ટીમે બેઝ પર એટેક કરીને 100થી વધુ આતંકીઓને ઠાર માર્યાં હતા એટલું જ નહીં બેન યેહુદાએ ખૂબ જ નજીકથી એક આતંકીના માથામાં ગોળી મારી દીધી હતી. એટલું જ નહીં, જ્યારે કેટલાક વધુ સૈનિકો પહોંચ્યા ત્યારે તેમણે આતંકવાદીઓ જ્યાં હતા તે બિલ્ડિંગને ઉડાવી દેવાની સલાહ આપી હતી. બેન યેહુદાએ જણાવ્યું હતું કે, "તેઓએ અમારા લોકોને પણ બંધક બનાવી લીધા છે. તેથી, ઇમારતને ઉડાવી દેવી તે યોગ્ય રહેશે નહીં. આ પછી, આ 4 મહિલાઓએ હમાસ સાથે લગભગ 12 કલાક સુધી લડત આપી હતી. હમાસે બિલ્ડિંગની બહાર આવી રહેલા આતંકીઓને મારવાનું ચાલુ રાખ્યું હતું. આ રીતે લાંબી લડાઇમાં કુલ 100 આતંકીઓ માર્યા ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ