તોશખાના મામલામાં ઈમરાન ખાનની ધરપકડનો વોરન્ટ ઈસ્લામાબાદ હાઈકોર્ટે સસ્પેન્ડ કરી દીધો છે.
પાકિસ્તાનની રાજનીતિમાં ઊથલ-પાથલ
પૂર્વ PM ઈમરાન ખાનને હાઈકોર્ટે આપી રાહત
ધરપકડનાં વોરેન્ટને HCએ કર્યો સસ્પેન્ડ
પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટીનાં અધ્યક્ષ ઈમરાન ખાનને શુક્રવારે મોટી રાહત મળી છે. તોશખાના મામલામાં તેમની ધરપકડ કરવાનાં વોરેન્ટને ઈસ્લામાબાદ હાઈકોર્ટે સસ્પેન્ડ કર્યો છે. પાકિસ્તાનની રાજનીતિમાં ઊથલપાથલ થઈ રહી છે ત્યારે ઈમરાનખાન આજકાલ ચર્ચામાં છવાયેલા છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને રાહત આપી છે.
Islamabad High Court accepts undertaking by Imran Khan to appear tomorrow in a court and suspended his arrest warrants. Celebrations in PTI camp pic.twitter.com/f00A78EPCl
ધરપકડ કરવા પહોંચી હતી પોલીસ
આ અઠવાડિયાની શરૂઆતમાં ઈસ્લામાબાદ પોલીસે તોશખાના મામલામાં ઈસ્લામાબાદની એક સેશન કોર્ટની તરફથી જાહેર કરવામાં આવેલા વોરન્ટની અંતર્ગત ઈમરાનખાનનાં ઘરે ધરપકડ કરવા પહોંચી હતી. તોશખાના મામલામાં ઈમરાન ખાન અનેક સુનાવણીમાં હાજર રહ્યાં નહોતાં.
વોરેન્ટને પહેલા પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો
પાકિસ્તાનની ટીવી ચેનલ અનુસાર, જજ ફૈઝાન ગિલાનીએ ગુરુવારે વોરેન્ટને સસ્પેન્ડ કરી દીધું હતું અને ઈમરાન ખાનને નિર્ધારિત ડેટ પર કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 13 માર્ચનાં સિનિયર સિવિલ જજ રાણા મુઝાહિદ રહીમે વારંવાર કોર્ટમાં હાજર થવામાં વિફળ રહેનારા ઈમરાન ખાનની સામે બિનજામીનપાત્ર ધરપકડ કરવાનો વોરેન્ટ આપ્યો હતો.ત્યારે 14 માર્ચનાં જસ્ટિસ ગિલાનીએ ધરપકડ વોરેન્ટને 16 માર્ચ સુધી સસ્પેન્ડ કર્યો હતો પરંતુ આજની સુનાવણીમાં વધુ રાહત આપવામાં આવી છે.
My message to the nation to stand resolute and fight for Haqeeqi Azadi & rule of law. pic.twitter.com/bgVuOjsmHG
પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફનાં અધ્યક્ષ ઈમરાન ખાનને પોલીસ અને રેંજર્સ કમાન્ડોની ટીમ ધરપકડ કરવા પહોંચી હતી. પોલીસની સામે ઈમરાન સમર્થકો એક દીવાલ બનીને ઊભા રહી ગયાં હતાં. સમર્થકોની પોલીસની સાથે જોરદાર અથડામણ થઈ હતી. એટલું જ નહીં પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર કરી અપીલ
આ તમામની વચ્ચે ઈમરાનખાને ફરી એકવાર સમર્થકોને એકજૂથ થવાની અપીલ કરી હતી. ઈમરાનખાને સોશિયલ મીડિયા પર લખ્યું, 'પાકિસ્તાની આવામ, સાંભળો, તમારા નેતાનાં જીવને જોખમ છે. આપણે એકજૂથ રહેવાનું છે.' તેમણે લખ્યું કે પોલીસે મને જેલમાં નાખવા માટે પકડવા આવી રહી છે. તેમનો એવો વિચાર છે કે હવે ઈમરાન જેલમાં જતો રહેશે તો કોમ સૂઈ જશે. તમે આ સૌને ખોટું સાબિત કરજો. તમારે બહાર નિકળવાનું છે. હું તમારા માટે લડત લડી રહ્યો છું. તમે એ સાબિત કરો કે ઈમરાન ખાન માટે આ કોમ કેટલી હદ સુધી જદ્દોજહદ કરી શકે છે.'