બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / ISKCON Bridge Accident Case: Ahmedabad Police Forms Inquiry Committee, See Where Officers Included

ISKCON Bridge Accident / ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: અમદાવાદ પોલીસે તપાસ કમિટીની કરી રચના, જુઓ ક્યાં અધિકારીઓનો કરાયો સમાવેશ

Priyakant

Last Updated: 09:28 AM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad ISKCON Bridge Accident Update News: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત મામલે પોલીસે તપાસ કમિટીની કરી રચના,  કમિશ્નર, 3 DCP અને 5 PIની અધ્યક્ષતામાં થશે તપાસ, જાણો કોણ કોણ છે તપાસ કમિટીમાં ?

  • અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતનો મામલો 
  • અકસ્માત બાદ પોલીસે તપાસ કમિટીની કરી રચના
  • 3 DCP, 5 PI અને કમિશ્નરની અધ્યક્ષતામાં થશે તપાસ
  • ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતનો મામલે મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસે તપાસ કમિટીની રચના કરી છે. વિગતો મુજબ અકસ્માતની ઘટનાની તપાસ કમિશ્નર, 3 DCP અને 5 PIની અધ્યક્ષતામાં થશે. નોંધનીય છે કે, અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત મામલે તથ્ય પટેલ અને તેના પિતા પ્રગ્નેશ પટેલ તેમજ કારમાં સવાર મિત્રોને મેટ્રો કોર્ટમાં આજે રજૂ કરવામાં આવશે. જ્યાં 9 જિંદગીને કચડી નાખરા આરોપી સામે રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવશે. 

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગઈકાલે ગુરુવારે 160 સ્પીડે કાર ચલાવનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ તેમજ તેના પિતા સહિત અન્ય 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ માનવ વધના ગુના હેઠળ પોલીસ કાર્યવાહી કરી રહી છે. જેને લઈ હવે પોલીસ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં કમિશ્નર, 3 DCP અને 5 PIની અધ્યક્ષતામાં આ ઘટનાની તપાસ થશે. 

તપાસ કમિટીમાં કોણ કોણ ? 
પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઈ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ થાય છે. 

જેગુઆર કારના માલિકની પણ થશે તપાસ
ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે હવે જેગુઆર કારના માલિકની પણ તપાસ થશે. મહત્વનું છે કે, જેગુઆર કારનો માલિક ક્રિશ વરિયા છે. આ ક્રિશના પિતા હિમાંશુ વરિયાનો પણ ગુનાહિત ઇતિહાસ છે. હિમાંશુ વરિયા400 કરોડના કૌભાંડમાં CBIના સાણસામાં આવી ચૂક્યો છે. નોંધનીય છે કે, દીકરો ક્રિશ લંડન ભણતો ત્યારે પિતા હિમાંશુ વરિયાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે પ્રજ્ઞેશ ગેંગરેપમાં તો હિમાંશુ ફાયનાન્સિયલ ફ્રોડમાં જેલના સળિયા ગણી ચૂક્યા છે. 

બન્ને આરોપીને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે 
ઇસ્કોન અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને આજે 11 વાગે મેટ્રો કોર્ટમાં લઈ જવાશે. હાલ તથ્ય પટેલને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં છે. આ સાથે પ્રજ્ઞેશ પટેલ સરખેજ પોલીસ સ્ટેશનની લોકઅપમાં છે. મહત્વનું છે કે, ગઈકાલે સાંજે પાંચ વાગે બન્ને આરોપીની ધરપકડ કરાઈ હતી. આ તરફ ધરપકડ બાદ બન્ને આરોપીનું રી કન્સ્ટ્રકશન કરાયું હતું. આ સાથે આરોપી સાથે FSL તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી. 

એક જ સપ્તાહમાં ચાર્જશીટ 
મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવાશે.  આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

સમગ્ર કેસની તપાસ પોલીસ કમિશ્નરની સીધી દેખરેખ હેઠળ થશે
મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી, અટકાયત અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના આદેશો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા. તદ્‌અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં એક જોઈન્‍ટ કમિશનર, ત્રણ ડી.સી.પી અને પાંચ પી.આઈ આ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહ્યા છે.

કાર 160 ની સ્પીડમાં હોવાનો FSLનો રિપોર્ટમાં ખુલાસો
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માત મામલે એફએસએલ દ્વારા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કાર 160 ની સ્પીડમાં હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ